આ અમારી ગોપનીયતા નીતિનું આર્કાઇવ કરેલું સંસ્કરણ છે. હાલનું સંસ્કરણ અથવા તમામ પાછલા સંસ્કરણો જુઓ.

ગોપનીયતા નીતિ

છેલ્લે ફેરબદલ કરેલુ: 24 જૂન, 2013 (આર્કાઇવ કરેલા સંસ્કરણો જુઓ)

ઘણી વિવિધ રીતોથી તમે અમારી સેવાઓનો ઉપયોગ કરી શકો છો – માહિતી શોધવા અને માહિતી આદાનપ્રદાન કરવા માટે, અન્ય લોકો સાથે સંપર્ક કરવા અથવા કોઈ નવી સામગ્રી બનાવવા માટે. ઉદાહરણ તરીકે જ્યારે તમે કોઈ Google એકાઉન્ટ બનાવીને માહિતીને અમારી સાથે આદાનપ્રદાન કરો છો, ત્યારે અમે તે સેવાઓને વધુ સારી બનાવીએ છીએ – તમને વધુ સુસંગત શોધ પરિણામો અને જાહેરાતો બતાવવા, તમને લોકો સાથે સંબંધ સાધવામાં સહાય કરવા અથવા અન્ય લોકો સાથે નાં વિચારોને આદાનપ્રદાન કરવા વધુ ઝડપી અને સરળ બનાવવા. જયારે તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો છો ત્યારે, અમે આપની સાથે સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે અમે માહિતીનો ઉપયોગ કેવી રીતે અને કયા પ્રકારે કરીએ છીએ કે જેમાં તમારી ગોપનીયતાની સુરક્ષિતતા જળવાઈ રહે.

અમારી ગોપનીયતા નીતિ વર્ણવે છે:

  • અમે કઈ માહિતી એકત્રિત કરીએ છીએ અને તેને શા માટે એકત્રિત કરીએ છીએ.
  • અમે તે માહિતીનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ.
  • માહિતીને કેવી રીતે ઍક્સેસ કરવી અને અપડેટ કરવી તે સહિતની પસંદગીઓ અમે તમને ઑફર કરીએ છીએ

અમે તેને બને તેટલી શકયતાથી સરળ રાખવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ જો તમે કુકીઝ, IP સરનામાં, પિક્સેલ ટૅગ્સ અને બ્રાઉઝર્સ જેવા શબ્દોથી પરિચિત નથી તો પહેલા આ મુખ્ય શબ્દો શબ્દોની વ્યાખ્યાઓ વાંચો. તમારી ગોપનીયતા Google માટે અગત્યની છે તેથી તમે Google પર નવા હોવ અથવા દીર્ઘકાલીન વપરાશકર્તા હોવ, કૃપા કરીને અમારા સિદ્ધાંતો જાણવા માટે થોડો સમય ફાળવો – અને જો તમારી પાસે કોઈ પ્રશ્નો હોય તો અમારો સંપર્ક સાધો.

માહિતી, જે અમે ભેગી કરીએ છીએ

અમે અમારા તમામ વપરાશકર્તાઓને વધુ સારી સેવા પ્રદાન કરવા માટે માહિતી એકત્રિત કરીએ છીએ – જેમ કે તમે કઈ ભાષા બોલો છો, વધુ જટિલ વસ્તુઓ જેવી કે તમને કઈ જાહેરાતો સૌથી વધુ ઉપયોગી લાગે છે અથવા એ લોકો જે તમારા માટે એનલાઇન સૌથી અગત્યનાં છે તેની મૂળભૂત સામગ્રી મેળવીએ છીએ.

અમે બે રીતે માહિતી એકત્રિત કરીએ છીએ:

  • તમે અમને જે માહિતી આપો છો તે. ઉદાહરણ તરીકે, અમારી ઘણી સેવાઓમાં જરૂરી છે કે તમે Google એકાઉન્ટ માટે સાઇન અપ કરો. જ્યારે તમે કરો છો, ત્યારે અમે તમારી વ્યક્તિગત માહિતી માટે જેમ કે તમારું નામ, ઇમેઇલ સરનામું, ટેલિફોન નંબર અથવા ક્રેડિટ કાર્ડ માટે પૂછીશું. અમે ઑફર કરીએ છીએ કે જો તમે શેરિંગ સુવિધાઓનો પૂર્ણપણે લાભ લેવા માંગતા હો, તો અમે તમને સાર્વજનિક રૂપે દૃશ્યક્ષમ Google પ્રોફાઇલ બનાવવા માટે કહી શકીએ છીએ, જેમાં તમારું નામ અને ફોટોનો સમાવેશ થઇ શકે છે.

  • અમારી સેવાઓનાં તમારા ઉપયોગ દ્વારા અમને મળતી માહિતી.તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો છો તે અને તે કેવી રીતે કરો છો તેની માહિતી, જેમકે જ્યારે તમે કોઈ વેબસાઇટની મુલાકાત લો છો કે જે અમારી જાહેરાત સેવાઓનો ઉપયોગ કરે છે અથવા તમે અમારી જાહેરાતો અને સામગ્રીને જુઓ છો અને વાતચીત કરો છો તેના ઉપરથી અમે માહિતી ભેગી કરી શકીએ છીએ. આ માહિતીમાં નીચે પ્રમાણે શામેલ છે:

    • ઉપકરણ માહિતી

      અમે ઉપકરણ-વિશિષ્ટ માહિતી એકત્રિત કરી શકીએ છીએ (જેમ કે તમારું હાર્ડવેર મૉડલ, ઑપરેટિંગ સિસ્ટમ સંસ્કરણ, અનન્ય ઉપકરણ ઓળખાણકર્તા, અને ફોન નંબર સહિત મોબાઇલ નેટવર્ક માહિતી). Google તમારા ઉપકરણ ઓળખાણકર્તા અથવા ફોન નંબરને Google એકાઉન્ટ સાથે સાંકળી શકે છે.

    • લૉગ માહિતી

      જ્યારે તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો છો અથવા Google દ્વારા પ્રદાન કરેલ સામગ્રી જુઓ છો, તો અમે આપમેળે અમુક માહિતી સર્વર લૉગ્સમાં એકત્રિત અને સ્ટોર કરી શકીએ છીએ. જેમાં નીચે મુજબનો સમાવેશ થઇ શકે છે:

      • તમે અમારી સેવાઓનો ઉપયોગ કેવી રીતે કર્યો, જેમ કે તમારી શોધ સમસ્યા.
      • ટેલિફોનની લૉગ માહિતી જેમ કે તમારો ફોન નંબર, કૉલ કરો છો તે પક્ષનો નંબર, ફોર્વર્ડિંગ નંબરો, કૉલનો સમય અને તારીખ, કૉલની અવધિ, SMS રૂટિંગ માહિતી અને કૉલનાં પ્રકારો.
      • ઇન્ટરનેટ પ્રોટોકોલનું સરનામું.
      • ઉપકરણ ઇવેન્ટ માહિતી, જેમ કે ક્રેશેસ, સિસ્ટમ પ્રવૃતિ, હાર્ડવેર સેટિંગ્સ, બ્રાઉઝરનો પ્રકાર, બ્રાઉઝરની ભાષા, તમારી વિનંતીની તારીખ અને સમય અને સંદર્ભનોURL.
      • કુકીઝ કે જે અનન્ય રીતે તમારા બ્રાઉઝર અથવા તમારા Google એકાઉન્ટને ઓળખી શકે છે.
    • સ્થાન માહિતી

      જ્યારે તમે સ્થાન-સક્ષમ Google સેવાનો ઉપયોગ કરો છો, ત્યારે અમે તમારા વાસ્તવિક સ્થાન વિશે માહિતી એકત્રિત કરી શકીએ છીએ અને પ્રક્રિયા કરી શકીએ છીએ, જેમકે મોબાઇલ ઉપકરણ દ્વારા મોકલાયેલ GPS સિગ્નલ્સ. અમે સ્થાન નિર્ધારીત કરવા માટે વિભિન્ન તકનીકોનો ઉપયોગ કરી શકીએ છીએ, જેમ કે તમારા ઉપકરણનો સેંસર ડેટા જે, ઉદાહરણ તરીકે આસપાસનાં Wi-Fi ઍક્સેસ બિંદુઓ અને સેલ ટૉવર્સની માહિતી પ્રદાન કરી શકે છે.

    • અનન્ય એપ્લિકેશન નંબર્સ

      અમુક સેવાઓમાં એક અનન્ય એપ્લિકેશન નંબર શામેલ કરે છે. આ નંબરનો સમાવેશ થાય છે જ્યારે તમે તે સેવા ઇન્સ્ટોલ અથવા અનઇન્સ્ટોલ કરો છો અથવા જ્યારે તે સેવા નિયતકાલીન રીતે અમારા સર્વરનો સંપર્ક કરે છે, જેમ કે સ્વયંચાલિત અપડેટ્સ માટે, ત્યારે આ નંબર અને તમારા ઇન્સ્ટોલેશન (ઉદાહરણ તરીકે, ઑપરેટિંગ સિસ્ટમ પ્રકાર અને એપ્લિકેશન સંસ્કરણ નંબર) વિશેની માહિતી Google ને મોકલવામાં આવી શકે છે . .

    • સ્થાનિક સ્ટોરેજ

      અમે બ્રાઉઝર વેબ સ્ટોરેજ (HTML 5 સહિત) અને એપ્લિકેશન ડેટા કૅશેસ જેવી મેકેનિઝમનો ઉપયોગ કરીને તમારા ઉપકરણ પર સ્થાનિક રીતે માહિતીને (વ્યક્તિગત માહિતી સહિત) એકત્રિત અને સ્ટોર કરી શકીએ છીએ.

    • કુકીઝ અને અનામ ઓળખાણકર્તા

      જ્યારે તમે કોઈ Google સેવાનો ઉપયોગ કરો છો ત્યારે અમે માહિતીને એકત્રિત અને સ્ટોર કરવા માટે વિભિન્ન તકનીકોનો ઉપયોગ કરીએ છીએ, જેમાં તમારા ઉપકરણ પર એક અથવા વધુ કુકીઝ અથવા અનામ ઓળખાણકર્તા મોકલવાનો સમાવેશ થઇ શકે છે. જ્યારે તમે અમારા ભાગીદારોને અમે ઑફર કરેલી સેવાઓ, જેમ કે જાહેરાત સેવાઓ અથવા અન્ય સાઇટ્સ પર દેખાઈ શકે તેવી Google સુવિધાઓ સાથે સંચાર કરો છો, ત્યારે પણ અમે કુકીઝ અને અનામ ઓળખાણકર્તાનો ઉપયોગ કરીએ છીએ.

અમે એકત્રિત કરેલી તે માહિતીનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ

અમારી તમામ સેવાઓમાંથી અમે એકત્રિત કરેલી માહિતીનો ઉપયોગ જાળવી રાખવા, વધુ સારી સેવા આપવા, તેને સુધારવા માટે, નવી કોઈ વિકસિત કરવા, અને Google અને અમારા વપરાશકર્તાઓની સુરક્ષિતતા જાળવવા માટે કરીએ છીએ. અમે આ માહિતીનો ઉપયોગ તમને બંધબેસતી સામગ્રી બતાવવા માટે પણ કરીએ છીએ – જેમ કે તમને વધુ સંગત શોધ પરિણામો અને જાહેરાતો આપવી.

તમારા Google પ્રોફાઇલ માટે તમે આપેલા નામનો ઉપયોગ અમે Google એકાઉન્ટ જરૂરી છે એવી તમામ સેવાઓમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ. તે ઉપરાંત, તમારા Google એકાઉન્ટ સાથે સંકળાયેલા પાછલા નામોને બદલી શકીએ છીએ જેથી અમારી તમામ સેવાઓમાં તમને સુસંગત રીતે પ્રસ્તુત કરવામાં આવે. જો અન્ય વપરાશકર્તાઓની પાસે પહેલાંથી તમારો હોય અથવા તમને ઓળખતી અન્ય માહિતી હોય, તો અમે તેમને તમારી સાર્વજનિક રીતે દૃશ્યક્ષમ Google પ્રોફાઇલ માહિતી બતાવી શકીએ છીએ, જેમકે તમારું નામ અને ફોટો.

જ્યારે તમે Google નો સંપર્ક કરો છો, ત્યારે તમને આવતી કોઈપણ સમસ્યાઓમાં સહાય કરવા માટે અમે તમારા સંદેશાનો રેકોર્ડ રાખી શકીએ છીએ. અમે તમારા ઇમેઇલ સરનામાંનો ઉપયોગ અમારી સેવાઓ વિશે માહિતી આપવા કરી શકીએ છીએ, જેમ કે તમને આગામી ફેરફારો અથવા સુધારણાઓ વિશે જણાવવા.

તમારા વપરાશકર્તા અનુભવ અને અમારી સેવાઓની ગુણવત્તાને વધુ સારી બનાવવા માટે અમે કુકીઝ અને અન્ય તકનીકો, જેમકે પિક્સેલ ટૅગ્સનો ઉપયોગ કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, તમારી ભાષા પસંદગીઓને સાચવવાથી, અમે અમારી સેવાઓને તમારી પસંદ કરેલી ભાષામાં બતાવી શકીશું. તમને જરૂરિયાતો અનુસાર જાહેરાતો બતાવતી વખતે, અમે જાતિ, ધર્મ, લૈંગિક કામુકતા અથવા આરોગ્ય પર આધારિત એવી સંવેદનશીલ પ્રકારની સાથે કોઈ કુકી અથવા અનામ ઓળખકર્તાને જોડીશું નહીં.

અમે એક સેવાની વ્યક્તિગત માહિતીને અન્ય Google સેવાઓમાંની વ્યક્તિગત માહિતી સાથે સંયોજિત કરી શકીએ છીએ – ઉદાહરણ તરીકે તમે જાણો છો તે લોકો સાથે વસ્તુઓને આદાનપ્રદાન સરળ બનાવવા. જ્યાં સુધી અમારી પાસે તમારી પસંદગીની સંમતી ન હોય ત્યાં સુધી અમે વ્યક્તિગત રૂપે ઓળખવાયોગ્ય માહિતી સાથે DoubleClick કુકી માહિતીને સંયોજિત કરીશું નહીં.

આ ગોપનીયતા નીતિમાં સેટ કરેલા છે તે સિવાયના ઉદ્દેશ્યો માટે માહિતીનો ઉપયોગ કરતાં પહેલાં અમે તમારી સંમતિ માટે પૂછીશું.

વિશ્વભરના ઘણા દેશોમાં Google અમારા સર્વર્સ પર વ્યક્તિગત માહિતી પર પ્રક્રિયા કરે છે. અમે તમે રહો છો તે દેશની બહાર સ્થિત સર્વર પર તમારી વ્યક્તિગત માહિતી પર પ્રક્રિયા કરી શકીએ છીએ.

પારદર્શિતા અને પસંદ

લોકોને વિભિન્ન ગોપનીયતાની બાબતો હોય છે. અમારો ઉદ્દેશ્ય અમે કઈ માહિતી ભેગી કરીએ છીએ તે વિશે સ્પષ્ટતા કરવાનો છે, જેથી તમે તેનો ઉપયોગ કેવી રીતે થવાનો છે તે વિશે અર્થપૂર્ણ પસંદગીઓ કરી શકો. ઉદાહરણ તરીકે, તમે:

  • Google ડેશબોર્ડનો ઉપયોગ કરીને તમારા Google એકાઉન્ટ સાથે સંકળાયેલી અમુક પ્રકારની માહિતીની સમીક્ષા અને નિયંત્રણ કરી શકો.
  • જાહેરાતો સેટિંગ્સનો ઉપયોગ કરીને, તમારી જાહેરાત પસંદગીઓ, જેમ કે જેમાં તમને રુચિ હોય શકે તેવી કેટેગરીઝ જુઓ અને સંપાદિત કરો. તમે અહીં અમુક Google જાહેરાત સેવાઓને નાપસંદ પણ કરી શકો છો.
  • અમારા સંપાદકનો ઉપયોગ ચોક્કસ વ્યક્તિઓને તમારી Google પ્રોફાઇલ કેવી દેખાય તે જોવા અને સમાયોજિત કરવા માટે કરી શકો છો.
  • તમે જેની સાથે માહિતી આદાનપ્રદાન કરો છો તેના પર નિયંત્રણ કરી શકો છો.
  • અમારી ઘણી બધી સેવાઓમાંથી માહિતી લો.

તમે તમારા બ્રાઉઝરને અમારી સેવાઓ સાથે સંકળાયેલી કુકીઝ સહિત તમામ કુકીઝ અવરોધિત કરવા, અથવા અમારા દ્વારા સેટ કરવામાં આવલી કૂકીને સૂચવવા માટે પણ સેટ કરી શકો છો. જો કે, એ યાદ રાખવું મહત્વપૂર્ણ છે કે અમારી ઘણી સેવાઓ તમારી કુકીઝ અક્ષમ હોવા પર ઠીકથી કાર્ય કરી શકશે નહીં. ઉદાહરણ તરીકે, અમને તમારી ભાષા પ્રાથમિક્તાઓ યાદ ન હોય.

તમે આદાનપ્રદાન કરો છો તે માહિતી

અમારી ઘણી બધી સેવાઓ તમને અન્ય લોકો સાથે માહિતી આદાનપ્રદાન કરવા દે છે. યાદ રાખો કે જ્યારે તમે માહિતીને સાર્વજનિક રૂપે આદાનપ્રદાન કરો છો, ત્યારે તે Google સહિતના શોધ એંજીન્સ દ્વારા અનુક્રમણિકા કરવા યોગ્ય હોઈ શકે છે. અમારી સેવાઓ તમને તમારી સામગ્રીને કેવી રીતે આદાનપ્રદાન કરવી અને દૂર કરવી તેના વિભિન્ન વિકલ્પો આપે છે.

તમારી વ્યક્તિગત માહિતીને ઍક્સેસ અને અપડેટ કરવી

જ્યારે પણ તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો છો, ત્યારે અમારું લક્ષ્ય તમને તમારી વ્યક્તિગત માહિતીની ઍક્સેસ આપવાનો હોય છે. જો તે માહિતી ખોટી હોય, તો અમે તેને ઝડપથી અપડેટ કરવા અથવા તેને કાઢવા માટેની રીતો આપવા માટે સખત પ્રયાસ કરીએ છીએ – સિવાય કે અમારે તે માહિતીને કાયદેસરના વ્યવસાય અથવા કાનૂની ઉદ્દેશ્યો માટે રાખવી હોય. તમારી વ્યક્તિગત માહિતીને અપડેટ કરતી વખતે, અમે તમારી વિનંતી પર ક્રિયા કરીએ તે પહેલાં અમે તમને તમારી ઓળખને ચકાસવા માટે કહી શકીએ છીએ.

અમે અયોગ્ય રીતે પુનરાવર્તિત હોય, અસમાન રીતે તકનીકી પ્રયાસરૂપ હોય (ઉદાહરણ તરીકે, એક નવી સિસ્ટમ વિકસાવવી અથવા અસ્તિત્વમાંના સિદ્ધાંતને મૂળભૂત રીતે બદલવા) લાયક હોય એવી, અન્ય લોકોની ગોપનીયતાને જોખમમાં મૂકતી હોય અથવા અતિશય રૂપે અવ્યવહારું (દાખલા તરીકે, બૅકઅપ ટેપ્સ પર રહેલી માહિતીથી સંબંધિત વિનંતિઓ) હોઈ શકે તેવી વિનંતીઓને નકારી શકીએ છીએ.

જ્યાં અમે માહિતીની ઍક્સેસ અને સુધારા ઉપલબ્ધ કરાવી શકીએ છીએ, તે અમે મફતમાં કરીશું, સિવાય કે જ્યાં અપ્રમાણસર રીતનો પ્રયાસ જરૂરી હોય. અમારી સેવાઓને અમે એ રીતે જાળવવા માંગીએ છીએ કે જે માહિતીને આકસ્મિકરૂપે અથવા દુર્ભાવનાપૂર્ણ વિનાશથી સુરક્ષિત કરે એવું અમારું લક્ષ્ય છે. આને લીધે, તમે અમારી સેવાઓથી માહિતી કાઢી નાંખો તે પછી, અમે અમારા સક્રિય સર્વર્સથી શેષ કૉપિઓને તરત કાઢી શકતાં નથી અને અમારા બૅકઅપ સિસ્ટમ્સમાંથી માહિતીને દૂર કરી શકતાં નથી.

અમે આદાનપ્રદાન કરીએ છીએ તે માહિતી

જ્યાં સુધી નીચેની સ્થિતિઓ લાગુ ન થાય ત્યાં સુધી અમે Google ની બહારની વ્યક્તિઓ, કંપનીઓ, અથવા સંગઠનો સાથે વ્યક્તિગત માહિતીને આદાનપ્રદાન કરતાં નથી:

  • તમારી સંમતિથી

    જયારે અમારીપાસે તમારી સંમતિ હોય ત્યારે અમે તમારી વ્યક્તિગત માહિતીને Google ની બહારની વ્યક્તિઓ, કંપનીઓ, અથવા સંગઠનો સાથે આદાનપ્રદાન કરીશું કોઈપણ સંવેન્દનશીલ વ્યક્તિગત માહિતીને શેરિંગ માટે અમને તમારી સંમતિ આવશ્યક છે.

  • ડોમેન વ્યવસ્થાપકો સાથે

    જો તમારું Google એકાઉન્ટ તમારા માટે કોઈ ડોમેન વ્યવસ્થાપક (ઉદાહરણ તરીકે, Google Apps વપરાશકર્તાઓ માટે) દ્વારા મેનેજ કરવામાં આવી રહ્યું હોય, તો તમારા ડોમેન વ્યવસ્થાપક અને પુનર્વિક્રેતાઓ જે તમારા સંગઠન માટે વપરાશકર્તા સપોર્ટ આપે છે તેમને તમારી Google એકાઉન્ટની માહિતી (તમારી ઇમેઇલ અને અન્ય ડેટા સહિત)ની ઍક્સેસ હશે. તમારા ડોમેન વ્યવસ્થાપક આ કરવામાં સક્ષમ હોઈ શકે છે:

    • તમે તમારા એકાઉન્ટ સંબંધી આંકડાશાસ્ત્રને લગતી જે એપ્લીકેશન ઇન્સ્ટોલ કરો છો તે આંકડાશાસ્ત્ર તમે જોઈ શકો છો.
    • તમારો એકાઉન્ટ પાસવર્ડ બદલી શકે છે.
    • તમારા એકાઉન્ટની ઍક્સેસને નિલંબિત અથવા સમાપ્ત કરી શકે છે.
    • તમારા એકાઉન્ટના ભાગ તરીકે સંગ્રહિત માહિતીને ઍક્સેસ કરી શકે છે અથવા જાળવી શકે છે.
    • લાગુ પડતા કાયદા, નિયમન, કાનૂની પ્રક્રિયા અથવા અમલ કરવા યોગ્ય સરકારી વિનંતીને સંતોષવા માટે તમારી એકાઉન્ટ માહિતી પ્રાપ્ત કરી શકે છે.
    • માહિતી અથવા ગોપનીયતા સેટિંગ્સને કાઢવાની અથવા સંપાદિત કરવાની તમારી ક્ષમતાને પ્રતિબંધિત કરી શકે છે.

    વધુ માહિતી માટે કૃપા કરીને તમારી ડોમેન વ્યવસ્થાપકની ગોપનીયતા નીતિ જુઓ.

  • બાહ્ય પ્રક્રિયા કરવા માટે

    અમે અમારા નિર્દેશો અને અમારી ગોપનીયતા નીતિના આધારે અને કોઈપણ અન્ય યોગ્ય ગુપ્તતા અને સુરક્ષા માપદંડો સાથે સુસંગતા સાથે અમારા આનુષંગિકો અથવા અન્ય વિશ્વસનીય વ્યવસાયો અથવા વ્યક્તિઓને વ્યક્તિગત માહિતી અમારા માટે તેની પર પ્રક્રિયા કરવા માટે આપીએ છીએ.

  • કાનૂની કારણોસર

    અમે Google ની બહારની વ્યક્તિઓ, કંપનીઓ, અથવા સંગઠનો સાથે વ્યક્તિગત માહિતી માત્ર ત્યારેજ શેર કરીશું જ્યારે અમને વિશ્વાસ હોય કે માહિતી ઍક્સેસ, ઉપયોગ, જાળવણી અથવા પ્રગટીકરણ વ્યાજબી રૂપે આ માટે જરૂરી છે:

    • કોઈપણ લાગુ પડતા કોઇપણ કાયદા, નિયમન, કાનૂની પ્રક્રિયા અથવા લાગુ પડતી યોગ્ય સરકારી વિનંતીને અનુસરવા.
    • સંભવિત ઉલ્લંઘનોની તપાસ સહિત લાગુ સેવાની શરતોનો અમલ કરવા.
    • કપટ, સુરક્ષા અથવા તકનીકી સમસ્યાઓને શોધવા, અટકાવવા અથવા અન્યથા પત્તો લગાવવા.
    • અમારા વપરાશકર્તાઓ અથવા જરૂરિયાત મુજબ સાર્વજનિક અથવા કાયદા દ્વારા મંજૂર કર્યા મુજબ Google ના અધિકારો, સંપત્તિ અથવા સલામતીને થતા નુકસાનથી સુરક્ષિત કરવા.

અમે એકીકૃત, વ્યક્તિગત રૂપે ન ઓળખાય એવી માહિતીને સાર્વજનિક રૂપે અને અમારા ભાગીદારો – જેમકે પ્રકાશકો, જાહેરાતકર્તાઓ અથવા કનેક્ટ કરેલી સંબંધિત સાઇટ્સ સાથે આદાનપ્રદાન કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, અમારી સેવાઓના સામાન્ય ઉપયોગ વિશે વલણો બતાવવા માટે અમે માહિતીને સાર્વજનિક રૂપે આદાનપ્રદાન કરી શકીએ છીએ.

જો Google કોઈ વિલયન, સંપાદન અથવા એસેટ વેચાણમાં શામેલ થાય છે, તો અમે કોઈપણ વ્યક્તિગત માહિતીની ગુપ્તતાની ખાતરી કરવાનું અને વ્યક્તિગત માહિતી સ્થાનાંતરિત કરવામાં આવે અથવા તે ભિન્ન ગોપનીયતા નીતિને પાત્ર બને તે પહેલાં પ્રભાવિત વપરાશકર્તાઓને સૂચના આપવાનું ચાલુ રાખીશું.

માહિતીની સુરક્ષા

અમે Google અને અમારા વપરાશકર્તાઓને અનધિકૃત ઍક્સેસથી અથવા અનધિકૃત ફેરફારો, પ્રગટીકરણ અથવા અમારી પાસેની માહિતીના વિનાશથી સુરક્ષિત કરવા માટે સખત પરિશ્રમ કરીએ છીએ. ખાસ કરીને:

  • અમે SSL નો ઉપયોગ કરીને અમારી ઘણી સેવાઓને એન્ક્રિપ્ટ કરીએ છીએ.
  • જ્યારે તમે Google Chrome માં તમારું Google એકાઉન્ટ અને સલામત બ્રાઉઝિંગ સુવિધાને ઍક્સેસ કરો છો, ત્યારે અમે તમને બે પગલાં ચકાસણી કરવા આપીએ છીએ.
  • અમે સિસ્ટમ્સમાં અનધિકૃત ઍક્સેસ સામે રક્ષણ કરવા માટે ભૌતિક સુરક્ષા માપદંડો સહિત અમારી માહિતીના સંગ્રહ, સ્ટોરેજ અને પ્રક્રિયાના સિદ્ધાંતોની સમીક્ષા કરીએ છીએ.
  • અમે Google નાં કર્મચારીઓ, કોંટ્રાક્ટર્સ અને કે જેમને અમારા માટે પ્રક્રિયા કરવા વ્યક્તિગત માહીતી ને એક્સેસ કરવાનું આવશ્યક છે, તેમને તે માહિતીં એક્સેસ કરવાનું નિયંત્રિત કરીએ છીએ અને જો તેઓ આ કરાર મુજબના ગુપ્તતા બંધનોને આધિન હોય, તેનું ચોક્ક્સપણે પાલન ન કરવામાં નિષ્ફળ જાય તો તેમના ઉપર કાર્યવાહી થઈ શકે છે અથવા તેમને બરતરફ કરવામાં આવી શકે છે.

એપ્લિકેશન

અમારી ગોપનીયતા નીતિ અન્ય સાઇટ્સ (જેમ કે અમારી જાહેરાત સેવાઓ) પર આપવામાં આવતી સેવાઓ સહિત Google Inc. અને તેની આનુષંગિકો દ્વારા ઑફર કરવામાં આવતી તમામ સેવાઓ પર લાગુ થાય છે, પણ તે સિવાયની કે જે સેવાઓની અલગ ગોપનીયતા નીતિઓ હોય તે આ ગોપનીયતા નીતિમાં સમાવિષ્ટ થતી નથી.

અમારી ગોપનીયતા નીતિ શોધ પરિણામોમાં તમને દેખાતા ઉત્પાદનો અથવા સાઇટ્સ સહિત અન્ય કંપનીઓ અથવા વ્યક્તિઓ દ્વારા ઑફર કરવામાં આવતી સેવાઓ, Google સેવાઓ શામેલ હોઈ શકે તેવી સાઇટ્સ, અથવા અમારી સેવાઓ સાથે લિંક થયેલ અમારી અન્ય સાઇટ્સને લાગુ થતી નથી. અમારી ગોપનીયતા નીતિ અન્ય કંપનીઓ અને સંગઠનોના સિદ્ધાંતોની માહિતીને આવરી લેતી નથી જે અમારી સેવાઓની જાહેરાત કરે છે, અને જે કૂકીઝ, પિક્સેલ ટૅગ્સ અને અન્ય તકનીકોનો સંબંધિત જાહેરાતો સર્વ કરવા અને ઑફર કરવા માટે ઉપયોગ કરી શકે છે.

બજવણી

અમે નિયમિત રૂપે અમારી ગોપનીયતા નીતિઓ સાથેની અમારી સંમતિની સમીક્ષા કરીએ છીએ. અમે કેટલીક સ્વતઃ નિયમન ફ્રેમવર્ક્સનું પણ પાલન કરીએ છીએ. જ્યારે અમે ઔપચારિક લેખિત ફરિયાદોને પ્રાપ્ત કરીએ છીએ, ત્યારે અમે ફરિયાદ કરનાર વ્યક્તિનો કાર્યપધ્ધતિ આગળ ધપાવવા માટે સંપર્ક કરીશું. અમારા વપરાશકર્તાઓ સાથે અમે પ્રત્યક્ષ રૂપે ઉકેલી શકતા ન હોઈએ તે વ્યક્તિગત ડેટાના સ્થાનાંતરણ અંગેની કોઈપણ ફરિયાદોને ઉકેલવા માટે, અમે સ્થાનિક ડેટા સુરક્ષા અધિકારીઓ સહિત ઉચિત નિયમન અધિકારીઓ સાથે કાર્ય કરીએ છીએ.

ફેરફારો

અમારી ગોપનીયતા નીતિ સમયે સમયે બદલાઈ શકે છે. અમે આ ગોપનીયતા નીતિ અંતર્ગત તમારા અધિકારોને, તમારી સ્પષ્ટ સંમતિ વિના ઘટાડીશું નહીં. અમે આ પૃષ્ઠ પર બદલાતી કોઈપણ ગોપનીયતા નીતિ પોસ્ટ કરીશું, અને જો ફેરફારો મહત્વપૂર્ણ હોય તો, અમે વધુ વિગતવાર સૂચના (અમુક ચોક્કસ સેવાઓ માટે, ગોપનીયતા નીતિના ફેરફારોની ઇમેઇલ સહિત) મોકલીશું. અમે આ ગોપનીયતા નીતિના અગાઉનાં સંસ્કરણોંને આર્કાઇવમાં તમારી સમીક્ષા માટે રાખીશું.

વિશિષ્ટ ઉત્પાદન સિદ્ધાંતો

નીચેની સૂચનાઓ વિશિષ્ટ ગોપનીયતા સિદ્ધાંતોને તમે ઉપયોગમાં લઈ શકો છો તેવા કેટલાક Google ઉત્પાદનો અને સેવાઓને ધ્યાનમાં રાખીને સમજાવે છે:

Google ઍપ્લિકેશનો
મુખ્ય મેનૂ