ડેટા ઍક્સેસ અને તેને ડિલીટ કરવા સંબંધિત પારદર્શિતા રિપોર્ટ

Googleની પ્રાઇવસી પૉલિસી અને પ્રાઇવસી સહાયતા કેન્દ્રમાં વર્ણન કર્યા મુજબ, વપરાશકર્તાઓ તેમની માહિતી અપડેટ, મેનેજ, ઍક્સેસ, નિકાસ અને ડિલીટ કરી શકે અને Googleની સમગ્ર સેવાઓમાં તેમની પ્રાઇવસીનું નિયંત્રણ કરી શકે તે માટે, અમે વિવિધ પ્રકારના ટૂલ રાખીએ છીએ. ખાસ કરીને, દર વર્ષે યુ.એસ.માં લાખો વપરાશકર્તાઓ Googleની મારી પ્રવૃત્તિ સુવિધાનો ઉપયોગ કરીને Googleની તમારો ડેટા ડાઉનલોડ કરો સુવિધા અથવા તેમાંનો અમુક ડેટા ડિલીટ કરો સુવિધાનો ઉપયોગ કરે છે. આ ટૂલ Googleની સમગ્ર સેવાઓ પર વપરાશકર્તાઓ રિવ્યૂ, ડાઉનલોડ કે ડિલીટ કરવા માગતા હોય તે ચોક્કસ પ્રકારનો ડેટા તેમને પસંદ કરવા દે છે, આ માટેની વિનંતીઓ પર પ્રક્રિયા ઑટોમૅટિક રીતે થાય છે. વધુમાં, વપરાશકર્તાઓ કદાચ Googleનો સંપર્ક કરીને કેલિફોર્નિયા કન્સ્યૂમર પ્રાઇવસી એક્ટ જેવા ચોક્કસ પ્રાઇવસી કાયદા હેઠળ તેમના અધિકારોનો ઉપયોગ કરી શકે છે.

નીચેનું કોષ્ટક 2022માં આ ટૂલ અને સંપર્કની પદ્ધતિઓના ઉપયોગ વિશે વધુ માહિતી પ્રદાન કરે છે:

વિનંતીનો પ્રકારવિનંતીઓની સંખ્યાસંપૂર્ણ કે આંશિક રીતે પૂરી કરવામાં આવેલી વિનંતીઓવિનંતીઓ નકારીનોંધપાત્ર પ્રતિસાદ આપવા માટેનો સરેરાશ સમય
તમારો ડેટા ડાઉનલોડ કરો સુવિધાનો વપરાશ*અંદાજે 7.5 લાખઅંદાજે 7.5 લાખN/A (વિનંતીઓ પર ઑટોમૅટિક રીતે પ્રક્રિયા કરવામાં આવે છે)1 દિવસ કરતાં ઓછો (વિનંતીઓ પર ઑટોમૅટિક રીતે પ્રક્રિયા કરવામાં આવે છે)
મારી પ્રવૃત્તિ ડિલીટ કરવી સુવિધાનો વપરાશ*અંદાજે 54.7 લાખઅંદાજે 54.7 લાખN/A (વિનંતીઓ પર ઑટોમૅટિક રીતે પ્રક્રિયા કરવામાં આવે છે)1 દિવસ કરતાં ઓછો (વિનંતીઓ પર ઑટોમૅટિક રીતે પ્રક્રિયા કરવામાં આવે છે)
જાણવા માટેની વિનંતીઓ (Googleના સંપર્ક મારફતે)**839839020 દિવસ
ડિલીટ કરવા માટેની વિનંતીઓ (Googleના સંપર્ક મારફતે)**8080023 દિવસ

અમારી પ્રાઇવસી પૉલિસીમાં સમજાવ્યા મુજબ, Google અમારા વપરાશકર્તાઓની વ્યક્તિગત માહિતી વેચતું નથી. આ પ્રમાણે, જ્યારે વપરાશકર્તાઓ વ્યક્તિગત માહિતીના વેચાણનો વિકલ્પ નાપસંદ કરવાની વિનંતીઓ સબમિટ કરે, ત્યારે અમે આ વિનંતીઓનો જવાબ અમારી પદ્ધતિઓ અને પ્રતિબદ્ધતા સમજાવીને અને તેમને એ માહિતી આપીને કરીએ છીએ કે કઈ મર્યાદિત પરિસ્થિતિઓમાં તેમની વ્યક્તિગત માહિતી Googleની બહાર શેર કરવામાં આવી શકે છે અને આ શેરિંગ માટે તેમની પાસે કયા નિયંત્રણો છે.

* યુ.એસ. સ્થિત વપરાશકર્તાઓ માટેનો ડેટા

** પોતાને કેલિફોર્નિયાના નિવાસીઓ તરીકે ઓળખાવતા વપરાશકર્તાઓ માટેનો ડેટા

Google ઍપ્લિકેશનો
મુખ્ય મેનૂ