ડેટા ઍક્સેસ અને તેને ડિલીટ કરવા સંબંધિત પારદર્શિતા રિપોર્ટ

Googleની પ્રાઇવસી પૉલિસી અને પ્રાઇવસી સહાયતા કેન્દ્રમાં વર્ણન કર્યા મુજબ, વપરાશકર્તાઓ તેમની માહિતી અપડેટ, મેનેજ, ઍક્સેસ, સુધારી, નિકાસ અને ડિલીટ કરી શકે તેમજ Googleની સમગ્ર સેવાઓમાં તેમની પ્રાઇવસીનું નિયંત્રણ કરી શકે તે માટે, અમે વિવિધ પ્રકારના ટૂલની જાળવણી કરીએ છીએ. ખાસ કરીને, દર વર્ષે યુએસમાં લાખો વપરાશકર્તાઓ Googleની મારી ઍક્ટિવિટી સુવિધાનો ઉપયોગ કરીને Googleની તમારો ડેટા ડાઉનલોડ કરો સુવિધા અથવા તેમાંનો અમુક ડેટા ડિલીટ કરો સુવિધાનો ઉપયોગ કરે છે. આ ટૂલ Googleની સમગ્ર સેવાઓ પર વપરાશકર્તાઓ રિવ્યૂ, ડાઉનલોડ કે ડિલીટ કરવા માગતા હોય તે ચોક્કસ પ્રકારનો ડેટા તેમને પસંદ કરવા દે છે, આ માટેની વિનંતીઓ પર પ્રક્રિયા ઑટોમૅટિક રીતે થાય છે. વધુમાં, વપરાશકર્તાઓ કદાચ Googleનો સંપર્ક કરીને કેલિફોર્નિયા કન્સ્યૂમર પ્રાઇવસી એક્ટ (“CCPA”) જેવા ચોક્કસ પ્રાઇવસી કાયદા હેઠળ તેમના અધિકારોનો ઉપયોગ કરી શકે છે.

નીચેનું કોષ્ટક 2023માં આ ટૂલ અને સંપર્કની પદ્ધતિઓના ઉપયોગ વિશે વધુ માહિતી પ્રદાન કરે છે:

વિનંતીનો પ્રકારવિનંતીઓની સંખ્યાસંપૂર્ણ કે આંશિક રીતે પૂરી કરવામાં આવેલી વિનંતીઓવિનંતીઓ નકારી***નોંધપાત્ર પ્રતિસાદ આપવા માટેનો સરેરાશ સમય
તમારો ડેટા ડાઉનલોડ કરો સુવિધાનો વપરાશ*અંદાજે 8.8 લાખઅંદાજે 8.8 લાખN/A (વિનંતીઓ પર ઑટોમૅટિક રીતે પ્રક્રિયા કરવામાં આવે છે)1 દિવસ કરતાં ઓછો (વિનંતીઓ પર ઑટોમૅટિક રીતે પ્રક્રિયા કરવામાં આવે છે)
મારી પ્રવૃત્તિ ડિલીટ કરવી સુવિધાનો વપરાશ*અંદાજે 60.6 લાખઅંદાજે 60.6 લાખN/A (વિનંતીઓ પર ઑટોમૅટિક રીતે પ્રક્રિયા કરવામાં આવે છે)1 દિવસ કરતાં ઓછો (વિનંતીઓ પર ઑટોમૅટિક રીતે પ્રક્રિયા કરવામાં આવે છે)
જાણવા માટેની વિનંતીઓ (Googleના સંપર્ક મારફતે)**42442226 દિવસ
ડિલીટ કરવા માટેની વિનંતીઓ (Googleના સંપર્ક મારફતે)**323207 દિવસ
સુધારો કરવા માટેની વિનંતીઓ (Googleના સંપર્ક મારફતે)**000N/A

અમારી પ્રાઇવસી પૉલિસીમાં સમજાવ્યા મુજબ, Google અમારા વપરાશકર્તાઓની વ્યક્તિગત માહિતી વેચતું નથી અને CCPA દ્વારા સંવેદનશીલ ગણવામાં આવતી વ્યક્તિગત માહિતીનો માત્ર CCPA દ્વારા પરવાનગી આપવામાં આવેલા હેતુઓ માટે જ ઉપયોગ કરે છે. તેવી જ રીતે, જ્યારે વપરાશકર્તાઓ વ્યક્તિગત માહિતીના વેચાણનો વિકલ્પ નાપસંદ કરવાની અથવા તેમની સંવેદનશીલ વ્યક્તિગત માહિતીના ઉપયોગને મર્યાદિત કરવાની વિનંતીઓ સબમિટ કરે, ત્યારે અમે આ વિનંતીઓનો જવાબ અમારી પદ્ધતિઓ અને પ્રતિબદ્ધતા સમજાવીને અને આપીએ છીએ. અમે વપરાશકર્તાઓને કઈ મર્યાદિત પરિસ્થિતિઓમાં તેમની વ્યક્તિગત માહિતી Googleની બહાર શેર કરવામાં આવી શકે છે અને આ શેરિંગ માટે તેમની પાસે કયા નિયંત્રણો છે તેમજ તેઓ કઈ Googleની સેવાઓનો ઉપયોગ કરી રહ્યાં છે તેના આધારે સંવેદનશીલ માહિતી એકત્ર કરવા અને તેનો ઉપયોગ કરવા બાબતે તેમની પાસે કયા વધારાના નિયંત્રણો છે તેના વિશે માહિતી પ્રદાન કરીએ છીએ.

* યુ.એસ. સ્થિત વપરાશકર્તાઓ માટેનો ડેટા

** પોતાને કેલિફોર્નિયાના નિવાસીઓ તરીકે ઓળખાવતા વપરાશકર્તાઓ માટેનો ડેટા

*** 2023માં પ્રત્યેક વિનંતી એટલે નકારવામાં આવી હતી કારણ કે કાં તો વિનંતીઓની ચકાસણી કરી શકાય તેમ ન હતી અથવા વપરાશકર્તાએ વિનંતી પાછી ખેંચી લીધી હતી

Google ઍપ્લિકેશનો
મુખ્ય મેનૂ