Googleના ભાગીદારો કોણ છે?

Google વિભિન્ન રીતે વ્યવસાયો તથા સંસ્થાઓ સાથે કાર્ય કરે છે. અમે તેમનો "ભાગીદારો" તરીકે સંદર્ભ આપીએ છીએ. ઉદાહરણ તરીકે, 20 લાખથી વધુ બિન-Google વેબસાઇટો જાહેરાતો બતાવવા માટે Google સાથે ભાગીદારી કરે છે. લાખો ડેવલપર ભાગીદારો પોતાની ઍપ Google Play પર પ્રકાશિત કરે છે. અન્ય ભાગીદારો Googleની સેવાઓની સુરક્ષા માટે અમારી સહાય કરે છે; જો અમે માનીએ કે તમારા એકાઉન્ટ સાથે ચેડાં કરવામાં આવ્યા છે (જે તબક્કે અમે તમને તમારા એકાઉન્ટની સુરક્ષા માટે પગલાં લેવામાં સહાય કરી શકીએ છીએ), તો સુરક્ષા સંબંધી જોખમો વિશેની માહિતી તમને સૂચિત કરવામાં અમારી સહાય કરે છે.

નોંધ કરો કે અમે વિશ્વસનીય વ્યવસાયો સાથે ભાગીદારો કરતાં "ડેટા પ્રોસેસર" તરીકે પણ કાર્ય કરીએ છીએ, જેનો અર્થ છે કે તેઓ અમારા વતી, અમારી સેવાઓને સહાય કરવા, અમારી સૂચનાઓ અનુસાર અને અમારી ગોપનીયતા નીતિનું તથા ગોપનીયતાના તથા સુરક્ષાના અન્ય યોગ્ય માપદંડોનું પાલન કરીને માહિતીની પ્રક્રિયા કરે છે. અમે ડેટા પ્રોસેસરોનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તેના વિશે વધુ માહિતી Googleની ગોપનીયતા નીતિમાં છે.

તમને વ્યક્તિગત રૂપે ઓળખાવે તેવી માહિતી, જેમ કે તમારું નામ અથવા ઇમેઇલ ઍડ્રેસ, અમે અમારા જાહેરાત ભાગીદારો સાથે શેર કરતાં નથી, સિવાય કે તમે તેને શેર કરવાનું કહ્યું હોય. ઉદાહરણ તરીકે, જો તમે નજીકમાંની ફૂલની દુકાન જુઓ અને "કૉલ કરવા માટે ટૅપ કરો" પસંદ કરો, તો અમે તમારો કૉલ જોડી આપીશું અને તમારો ફોન નંબર ફૂલની દુકાન સાથે શેર કરી શકીએ છીએ.

Google, ભાગીદારો પાસેથી એકત્ર કરે છે તે સહિતની જે માહિતી એકત્ર કરે છે તેના વિશે તમે ગોપનીયતા નીતિમાં વાંચી શકો છો.

Google ઍપ્લિકેશનો
મુખ્ય મેનૂ