ગોપનીયતા અને શરતો
ગોપનીયતા અને શરતો

Google કૂકીઝનો ઉપયોગ કેવી રીતે કરે છે

આ પેજ જે હેતુઓ માટે Google કુકી અને તેને સમાન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે તેનું વર્ણન કરે છે. Google અને અમારા પાર્ટનર જાહેરાતમાં કુકીનો ઉપયોગ કેવી રીતે કરે છે તેનું પણ આ પેજ વર્ણન કરે છે.

કુકી એ તમે મુલાકાત લો છો તે વેબસાઇટ દ્વારા તમારા બ્રાઉઝરને મોકલવામાં આવતા ટેક્સ્ટના નાના ભાગ હોય છે. એ તે વેબસાઇટને તમારી મુલાકાત વિશેની માહિતી યાદ રાખવામાં સહાય કરે છે, જે સાઇટની તમારી આગલી મુલાકાતને વધુ સરળ અને સાઇટને તમારા માટે વધુ ઉપયોગી બનાવવી એ બન્ને કાર્યો કરી શકે છે. ઍપ અથવા ડિવાઇસ, પિક્સેલ ટૅગ અને સ્થાનિક સ્ટોરેજને ઓળખવા માટે ઉપયોગમાં લેવાતા વિશિષ્ટ ઓળખકર્તાઓ સહિત, સમાન ટેક્નોલોજી જેવું કાર્ય કરી શકે છે. આ સમગ્ર પેજમાં વર્ણન કર્યા મુજબ કુકી અને સમાન ટેક્નોલોજીનો ઉપયોગ નીચે જણાવેલા હેતુઓ માટે કરી શકાય છે.

અમે કુકી અને અન્ય માહિતીનો ઉપયોગ કરતી વખતે તમારી પ્રાઇવસીને કેવી રીતે સુરક્ષિત રાખીએ છીએ, તે જાણવા માટે પ્રાઇવસી પૉલિસી જુઓ.

Google દ્વારા ઉપયોગમાં લેવાતી કુકી અને સમાન ટેક્નોલોજીના હેતુઓ

Google તમારા બ્રાઉઝર, ઍપ કે ડિવાઇસમાં નીચે વર્ણવેલા હેતુઓ માટે કેટલીક અથવા બધી કુકી કે તેને સમાન ટેક્નોલોજીને સ્ટોર કરી શકે છે અથવા તેનો ઉપયોગ કરી શકે છે. અમુક ચોક્કસ હેતુઓ માટે કુકીના ઉપયોગને નકારવા સહિત, કુકીનો ઉપયોગ થવાની રીતને મેનેજ કરવા માટે, તમે g.co/privacytoolsની મુલાકાત લઈ શકો છો. તમે તમારા બ્રાઉઝરમાં પણ કુકી મેનેજ કરી શકો છો (જોકે મોબાઇલ ડિવાઇસ માટેના બ્રાઉઝર આ દૃશ્યતા ઑફર ન કરે એવું કદાચ બની શકે છે). આમાંથી કેટલીક ટેક્નોલોજીને તમારા ડિવાઇસના સેટિંગમાંથી અથવા ઍપના સેટિંગમાંથી મેનેજ કરી શકાય છે.

કાર્યક્ષમતા

કાર્યના હેતુઓ માટે ઉપયોગમાં લેવાયેલી કુકી અને સમાન ટેક્નોલોજી તમને સેવાની મૂળભૂત સુવિધાઓને ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે. Googleની સેવાઓ ડિલિવર કરવા અને જાળવવા માટે આ કુકીનો ઉપયોગ થાય છે. સેવાની મૂળભૂત ગણાતી બાબતોમાં તમારી પસંદગીની ભાષા જેવી પસંદગીઓ અને પ્રાધાન્યતા યાદ રાખવાનો; શૉપિંગ કાર્ટના કન્ટેન્ટ જેવી તમારા સત્ર સંબંધિત માહિતીને સ્ટોર કરવાનો; સુવિધાઓ ચાલુ કરવાનો અથવા તમે વિનંતી કરેલા કાર્યો કરવાનો અને તે સેવા જાળવવા તથા તેને બહેતર બનાવવામાં સહાય કરે તેવા પ્રોડક્ટ ઑપ્ટિમાઇઝેશનનો સમાવેશ થાય છે.

કેટલીક કુકી અને સમાન ટેક્નોલોજીનો ઉપયોગ તમારી પસંદગીઓને જાળવી રાખવા માટે કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, Googleની સેવાઓનો ઉપયોગ કરતા મોટા ભાગના લોકો પાસે, તેમની કુકીની પસંદગીઓના આધારે, તેમના બ્રાઉઝરમાં ‘NID’ અથવા ‘_Secure-ENID’ તરીકે ઓળખાતી કુકી હોય છે. આ કુકીનો ઉપયોગ તમારી પસંદગીઓ અને અન્ય માહિતીને યાદ રાખવા માટે કરવામાં આવે છે, જેમ કે તમારી પસંદગીની ભાષા, તમે શોધ પરિણામના પેજ પર કેટલા પરિણામો બતાવવામાં આવે તે પસંદ કરો છો (ઉદાહરણ તરીકે, 10 અથવા 20) અને તમે Googleનું સલામત શોધ ફિલ્ટર ચાલુ રાખવા માગો છો કે નહીં. વપરાશકર્તાએ કરેલા છેલ્લા ઉપયોગના 6 મહિના પછી દરેક ‘NID’ કુકીની સમયસીમા સમાપ્ત થાય છે, જ્યારે ‘_Secure-ENID’ કુકી 13 મહિના સુધી રહે છે. ‘__Secure-YNID’ (જે ‘VISITOR_INFO1_LIVE’ કુકીનું સ્થાન લે છે) અને ‘__Secure-YENID’ (જે ‘__Secure-YEC’નું સ્થાન લે છે) તરીકે ઓળખાતી કુકી YouTube માટે આ જ હેતુસર કાર્ય કરે છે અને તેનો ઉપયોગ સેવા સંબંધિત સમસ્યાઓની ભાળ મેળવવા તથા તેનું નિરાકરણ કરવા માટે પણ થાય છે. આ કુકી અનુક્રમે 6 મહિના અને 13 મહિના રહે છે.

કુકી અને સમાન ટેક્નોલોજીનો ઉપયોગ કોઈ વિશેષ સત્ર દરમિયાન તમારો અનુભવ જાળવી રાખવા અને તેને બહેતર બનાવવા માટે થાય છે. ઉદાહરણ તરીકે, YouTube ‘PREF’ કુકીનો ઉપયોગ માહિતી જેમ કે તમારી પસંદગીના પેજ કન્ફિગ્યુરેશનને અને ઑટોપ્લેની સ્પષ્ટ પસંદગીઓ, કન્ટેન્ટ શફલ કરવા માટેની પસંદગીઓ અને પ્લેયરનું કદ જેવી પ્લેબૅક પસંદગીઓને સ્ટોર કરવા માટે કરે છે. YouTube Music માટે, આ પસંદગીઓમાં વૉલ્યૂમ, રિપીટ મોડ અને ઑટોપ્લેનો સમાવેશ થાય છે. વપરાશકર્તાએ કરેલા છેલ્લા ઉપયોગના 8 મહિના પછી આ કુકીની સમયસીમા સમાપ્ત થાય છે. કુકી ‘pm_sess’ પણ તમારા બ્રાઉઝર સત્રને જાળવી રાખવામાં સહાય કરે છે અને 30 મિનિટ સુધી રહે છે.

Googleની સેવાઓનું કાર્યપ્રદર્શન બહેતર બનાવવા માટે પણ કુકી તથા સમાન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી શકે છે. ઉદાહરણ તરીકે, ‘CGIC’ કુકી વપરાશકર્તાના શરૂઆતી ઇનપુટના આધારે શોધ ક્વેરીને ઑટોમૅટિક રીતે પૂર્ણ કરીને શોધ પરિણામોની ડિલિવરી બહેતર બનાવે છે. આ કુકી 6 મહિના સુધી રહે છે.

Google ‘SOCS’ કુકીનો ઉપયોગ કરે છે, જે 13 મહિના સુધી ચાલે છે અને તેનો ઉપયોગ વપરાશકર્તાની કુકીની પસંદગીઓની સ્થિતિ સ્ટોર કરવા માટે થાય છે.

સુરક્ષા

તમે સેવા સાથે ક્રિયા પ્રતિક્રિયા કરો, ત્યારે વપરાશકર્તાઓને પ્રમાણિત કરીને, સ્પામ, કપટ અને દુરુપયોગ સામે રક્ષણ આપીને અને આઉટેજને ટ્રૅક કરીને તમારું રક્ષણ કરવા માટેના સુરક્ષાના હેતુઓ માટે Google કુકી અને સમાન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે.

એકાઉન્ટના સાચા વપરાશકર્તા જ એકાઉન્ટનો ઍક્સેસ મેળવી શકે તે સુનિશ્ચિત કરવા વપરાશકર્તાઓને પ્રમાણિત કરવા માટે ઉપયોગમાં લેવાયેલી કુકી અને સમાન ટેક્નોલોજી સહાય કરે છે. ઉદાહરણ તરીકે, ‘SID’ અને ‘HSID’ તરીકે ઓળખાતી કુકીમાં વપરાશકર્તાના Google એકાઉન્ટનું ID અને સૌથી તાજેતરના સાઇન ઇન સમયના ડિજિટલ રૂપે સહી કરેલા તથા એન્ક્રિપ્ટ કરેલા રેકોર્ડનો સમાવેશ હોય છે. Google આ બે કુકીના મિશ્રણથી, તમે Googleની સેવાઓમાં સબમિટ કરેલા ફોર્મના કન્ટેન્ટની ચોરી કરવાના પ્રયાસો જેવા, અનેક પ્રકારના અટૅકને બ્લૉક કરી શકે છે. આ કુકી 2 વર્ષ સુધી રહે છે.

કેટલીક કુકી અને સમાન ટેક્નોલોજીનો ઉપયોગ સ્પામ, કપટ અને દુરુપયોગ શોધવા માટે થાય છે. ઉદાહરણ તરીકે, ‘pm_sess’ અને ‘YSC’ કુકી સુનિશ્ચિત કરે છે કે બ્રાઉઝિંગ સત્રમાંની વિનંતીઓ બીજી સાઇટ દ્વારા નહીં પણ વપરાશકર્તા દ્વારા જ કરવામાં આવે છે. આ કુકી દુર્ભાવનાપૂર્ણ સાઇટને વપરાશકર્તાની જાણ બહાર વપરાશકર્તા વતી કાર્ય કરતા અટકાવે છે. ‘pm_sess’ કુકી 30 મિનિટ સુધી રહે છે, જ્યારે ‘YSC’ કુકી વપરાશકર્તાના બ્રાઉઝિંગ સત્રની અવધિ સુધી રહે છે. ‘__Secure-YENID,’ ‘__Secure-YEC’ અને ‘AEC’ કુકીનો ઉપયોગ જાહેરાતકર્તાઓ પાસેથી કપટપૂર્ણ અથવા તો અમાન્ય ઇમ્પ્રેશન કે જાહેરાતો સાથેની ક્રિયાપ્રતિક્રિયાઓ માટે ખોટી રીતે શુલ્ક વસૂલવામાં આવતું નથી અને YouTube પાર્ટનર પ્રોગ્રામમાં YouTube નિર્માતાઓને ઉચિત રીતે વળતર આપવામાં આવે છે તેની ખાતરી કરવામાં મદદ કરવા માટે સ્પામ, કપટ અને દુરુપયોગ શોધવામાં મદદ કરવા થાય છે. ‘AEC’ કુકી 6 મહિના સુધી રહે છે અને ‘__Secure-YENID’ અને ‘__Secure-YEC’ કુકી 13 મહિના સુધી રહે છે.

વિશ્લેષણ

તમે વિશેષ સેવા સાથે કઈ રીતે ક્રિયાપ્રતિક્રિયા કરો છો તે સમજવા માટે, વિશ્લેષણના હેતુસર Google કુકી અને તેને સમાન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. આ કુકી અને તેને સમાન ટેક્નોલોજી થકી, ઑડિયન્સનું એંગેજમેન્ટ અને સાઇટની આંકડાકીય માહિતી માપવા માટે અમને મંજૂરી આપે તેવો ડેટા એકત્ર કરવામાં સહાય થાય છે. આના થકી અમને સેવાઓનો ઉપયોગ કઈ રીતે થાય છે અને તેમાંના કન્ટેન્ટ, ક્વૉલિટી અને સુવિધાઓને કઈ રીતે બહેતર બનાવવી એ સમજવામાં સહાય થાય છે અને સાથે સાથે અમને નવી સેવાઓ ડેવલપ કરવાની અને તેને બહેતર બનાવવાની મંજૂરી પણ મળે છે.

કેટલીક કુકી અને સમાન ટેક્નોલોજી સાઇટ અને ઍપને એ સમજવામાં સહાય કરે છે કે તેમના મુલાકાતીઓ તેમની સેવાઓ સાથે કેવી રીતે જોડાય છે. ઉદાહરણ તરીકે, Google Analytics વ્યક્તિગત મુલાકાતીઓને અંગત રીતે ઓળખાવ્યા વિના Google Analytics સેવાનો ઉપયોગ કરનારા વ્યવસાયો વતી માહિતી એકત્ર કરવા અને તેમને સાઇટના વપરાશના આંકડાની જાણ કરવા માટે કુકીના સેટનો ઉપયોગ કરે છે. Google Analytics દ્વારા ઉપયોગમાં લેવાતી મુખ્ય કુકી ‘_ga’, એક મુલાકાતીને બીજાથી અલગ કરવા માટે સેવાને સક્ષમ કરે છે અને 2 વર્ષ સુધી રહે છે. Googleની સેવાઓ સહિત, Google Analyticsનો અમલ કરનારી દરેક સાઇટ ‘_ga’ કુકીનો ઉપયોગ કરે છે. દરેક ‘_ga’ કુકી કોઈ ચોક્કસ પ્રોપર્ટી સાથે વિશિષ્ટ રીતે સંકળાયેલી હોય છે, જેથી તેનો ઉપયોગ તમામ અસંબંધિત વેબસાઇટ પર જણાવેલા વપરાશકર્તા અથવા બ્રાઉઝરને ટ્રૅક કરવા માટે કરી શકાતો નથી.

Googleની સેવાઓ વિશ્લેષણો માટે Google Search પર ‘NID’ અને ‘_Secure-ENID’ કુકીનો તથા YouTube પર ‘__Secure-YNID,’ ‘VISITOR_INFO1_LIVE’, ‘__Secure-YENID’ અને ‘__Secure-YEC’ કુકીનો પણ ઉપયોગ કરે છે. Google મોબાઇલ ઍપ પણ વિશ્લેષણો માટે વિશિષ્ટ ઓળખકર્તાઓ, જેમ કે ‘Google વપરાશ ID’નો ઉપયોગ કરી શકે છે. અન્ય હાલની કુકી અને ઓળખકર્તાઓનો ઉપયોગ સમાન હેતુ માટે થઈ શકતો નથી, ત્યારે YouTube નવી સુવિધાઓ લૉન્ચ કરવા અને સંબંધિત અસર માપવા માટે `__Secure-ROLLOUT_TOKEN` કુકીનો ઉપયોગ કરે છે. ‘__Secure-ROLLOUT_TOKEN’ કુકી 6 મહિના સુધી રહે છે. Google Play ઍપ પર, તમારા સેટિંગના આધારે, તમે ડાઉનલોડ કરેલી ઍપના વપરાશને ટ્રૅક કરવા માટે તમારા ડિવાઇસ પર હંગામી લૉગ ફાઇલ સ્ટોર કરવામાં આવે છે. એકવાર ઍપના વપરાશની માહિતી Google સર્વર પર અપલોડ કરવામાં આવે અને તમારા Google એકાઉન્ટમાં સ્ટોર કરવામાં આવે, પછી લૉગ ફાઇલ ડિલીટ કરવામાં આવે છે.

જાહેરાત

Google જાહેરાતના હેતુઓ માટે કુકી અને સમાન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે, જેમાં જાહેરાતો બતાવવી અને રેન્ડર કરવી, જાહેરાતોને મનગમતી બનાવવી શામેલ છે (જે myadcenter.google.com અને adssettings.google.com/partnerads પરની તમારી પસંદગીઓ અને સેટિંગ પર આધાર રાખે છે). આ કુકીનો ઉપયોગ વપરાશકર્તાને જાહેરાત બતાવ્યાની સંખ્યાને મર્યાદિત કરવા, તમે જોવાનું બંધ કરવાનું પસંદ કરી હોય તેવી જાહેરાતોને મ્યૂટ કરવા અને જાહેરાતોની અસરકારકતા પૂરી પાડવા અને માપવા માટે પણ થાય છે.

સાઇન-આઉટ થયેલા વપરાશકર્તાઓ માટે Googleની સેવાઓમાં જાહેરાતો બતાવવા માટે ‘NID’ કુકીનો ઉપયોગ થઈ શકે છે. Googleની કેટલીક વેબસાઇટ કે જેના પર જાહેરાતો નથી, જેમ કે Google Cloud (cloud.google.com), આ હેતુ માટે NID કુકીનો ઉપયોગ કરતી નથી. ‘IDE’ અને ‘id’ કુકીનો ઉપયોગ Google સિવાયની સાઇટ પર Google જાહેરાતો બતાવવા માટે થાય છે. મોબાઇલ જાહેરાત IDs, જેમ કે Androidnના જાહેરાત ID (AdID)નો ઉપયોગ તમારા ડિવાઇસના સેટિંગના આધારે મોબાઇલ ઍપ પરના સમાન હેતુઓ માટે થાય છે. જો તમે જાહેરાતો મનગમતી બનાવવાની સુવિધા ચાલુ કરેલી હોય, તો ‘IDE’ કુકીનો ઉપયોગ તમે જુઓ છો તે જાહેરાતોને મનગમતી બનાવવા માટે થાય છે. જો તમે મનગમતી બનાવેલી જાહેરાતો બંધ કરી હશે, તો આ પસંદગી યાદ રાખવા માટે ‘id’ કુકીનો ઉપયોગ થાય છે, તેથી તમને મનગમતી બનાવેલી જાહેરાતો જોવા મળતી નથી. ‘NID’ કુકીનો સમય વપરાશકર્તાએ કરેલા છેલ્લા ઉપયોગ પછી 6 મહિને સમાપ્ત થાય છે. ‘IDE’ અને ‘id’ કુકી યુરોપિયન ઇકોનોમિક એરિયા (EEA), સ્વિટ્ઝર્લૅન્ડ અને યુનાઇટેડ કિંગડમ (યુકે)માં 13 મહિના સુધી રહે છે અને અન્ય દેશોમાં 24 મહિના સુધી રહે છે.

તમારા જાહેરાત સેટિંગના આધારે, YouTube જેવી Googleની અન્ય સેવાઓ જાહેરાત માટે આ અને ‘__Secure-YNID’ તથા ‘VISITOR_INFO1_LIVE’ કુકી જેવી અન્ય કુકી તથા ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકે છે.

જાહેરાત માટે ઉપયોગમાં લેવાયેલી કેટલીક કુકી અને સમાન ટેક્નોલોજી Googleની સેવાઓ માટે સાઇન ઇન કરતા વપરાશકર્તાઓ માટે છે. ઉદાહરણ તરીકે, ‘DSID’ કુકીનો ઉપયોગ Google સિવાયની સાઇટ પર સાઇન ઇન થયેલા વપરાશકર્તાની ઓળખ કરવા માટે થાય છે જેથી વપરાશકર્તાના જાહેરાતોને મનગમતી બનાવવાના સેટિંગને તે મુજબ ધ્યાનમાં લેવામાં આવે. ‘DSID’ કુકી 2 અઠવાડિયા સુધી રહે છે.

જાહેરાત માટે Googleના આધુનિક પ્લૅટફૉર્મ મારફત, વ્યવસાયો Googleની સેવાઓમાં અને Google સિવાયની સાઇટમાં જાહેરાત કરી શકે છે. કેટલીક કુકી Google ત્રીજા પક્ષની સાઇટ પર જાહેરાતો બતાવે તેને સપોર્ટ કરે છે અને તમે મુલાકાત લો તે વેબસાઇટના ડોમેનમાં સેટ કરેલી હોય છે. ઉદાહરણ તરીકે, ‘_gads’ કુકી Google જાહેરાતો બતાવવા માટે સાઇટને સક્ષમ કરે છે. ‘_gac_’થી શરૂ થતી કુકી Google Analyticsમાંથી આવે છે અને જાહેરાતકર્તાઓ દ્વારા વપરાશકર્તાની પ્રવૃત્તિ અને તેમની જાહેરાત ઝુંબેશનું કાર્યપ્રદર્શન માપવા માટે ઉપયોગમાં લેવાય છે. ‘_gads’ કુકી 13 મહિના રહે છે અને ‘_gac_’ કુકી 90 દિવસ રહે છે.

Some cookies and similar technologies are used to measure ad and campaign performance and conversion rates for Google ads on a site you visit. For example, cookies that start with ‘_gcl_’ are primarily used to help advertisers determine how many times users who click on their ads end up taking an action on their site, such as making a purchase. Depending on your choices and settings, information collected by these cookies and similar technologies may also be used to personalize ads. ‘_gcl_’ cookies last for 90 days. Similar technologies such as the Advertising ID on Android devices can also be used to measure ad and campaign performance. You can manage your Ad ID settings on your Android device.

જાહેરાત માટે ઉપયોગમાં લેવાતી કુકી વિશેની વધુ માહિતી અહીં જુઓ.

વૈયક્તિકરણ

કુકી અને તેને સમાન ટેક્નોલોજીનો ઉપયોગ મનગમતું બનાવેલું કન્ટેન્ટ બતાવવાના હેતુથી થાય છે. આ કુકી થકી, g.co/privacytools પરના તમારા સેટિંગ અથવા તમારી ઍપ અને ડિવાઇસના સેટિંગના આધારે, મનગમતું બનાવેલું કન્ટેન્ટ અને સુવિધાઓ પૂરી પાડીને તમારા અનુભવને બહેતર બનાવવામાં સહાય મળે છે.

મનગમતા બનાવેલા કન્ટેન્ટ અને સુવિધાઓમાં વધુ સંબંધિત પરિણામો અને સુઝાવો, કસ્ટમાઇઝ કરેલું YouTube હોમપેજ અને તમારી રુચિઓ અનુસારની જાહેરાતો જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, અગાઉના વ્યૂ અને શોધના આધારે ‘VISITOR_INFO1_LIVE’ કુકી YouTube પર વ્યક્તિગત કરેલા સુઝાવો ચાલુ કરી શકે છે. અને ‘NID’ કુકી તમે Searchમાં શોધ શબ્દો ટાઇપ કરો ત્યારે ઑટોમૅટિક રીતે પૂર્ણ કરવાની રુચિ અનુસારની સુવિધાઓ ચાલુ કરે છે. આ કુકીનો સમય વપરાશકર્તાએ કરેલા છેલ્લા ઉપયોગ પછી 6 મહિને સમાપ્ત થાય છે.

બીજી કુકી ‘UULE’ તમારા બ્રાઉઝર પરથી Googleનાં સર્વર પર સચોટ લોકેશન મોકલે છે, જેથી Google તમારા લોકેશનને સંબંધિત પરિણામો બતાવી શકે. આ કુકીનો ઉપયોગ તમારા બ્રાઉઝરનાં સેટિંગ પર અને તમે તમારા બ્રાઉઝર માટે લોકેશન ચાલુ રાખવાનું પસંદ કર્યું છે કે નહીં તેના પર આધાર રાખે છે. ‘UULE’ કુકી 6 કલાક સુધી રહે છે.

જો તમે મનગમતું બનાવવાના ઉપયોગમાં લેવાતી કુકી અને તેના જેવી ટેક્નોલોજીને નકારો, તો પણ તમે જુઓ છો તે મનગમતા બનાવેલા ન હોય એવા કન્ટેન્ટ અને સુવિધાઓ પર સાંદર્ભિક પરિબળો, જેમ કે તમારું લોકેશન, ભાષા, ડિવાઇસનો પ્રકાર અથવા તમે હાલમાં જોઈ રહ્યાં છો તે કન્ટેન્ટનો પ્રભાવ પડી શકે છે.

તમારા બ્રાઉઝરમાં કૂકીઝનું સંચાલન

Most browsers allow you to manage how cookies are set and used as you’re browsing, and to clear cookies and browsing data. Also, your browser may have settings letting you manage cookies on a site-by-site basis. For example, Google Chrome’s settings at chrome://settings/cookies allow you to delete existing cookies, allow or block all cookies, and set cookie preferences for websites. Google Chrome also offers Incognito mode, which deletes cookies, site data, and your browsing history from your device when you exit your Incognito session.

તમારી ઍપ અને ડિવાઇસમાં સમાન ટેક્નોલોજી મેનેજ કરવા વિશે

મોટા ભાગના મોબાઇલ ડિવાઇસ અને ઍપ્લિકેશનો તમને સમાન ટેક્નોલોજી, જેમ કે બ્રાઉઝર, ઍપ અથવા ડિવાઇસને ઓળખવા માટે ઉપયોગમાં લેવાતા વિશિષ્ટ ઓળખકર્તાઓને સેટ કરવાની અને ઉપયોગમાં લેવાની રીત મેનેજ કરવાની મંજૂરી આપે છે. ઉદાહરણ તરીકે, Android ડિવાઇસ પરના જાહેરાત ID અથવા Appleના જાહેરાત ઓળખકર્તાને તમારા ડિવાઇસના સેટિંગમાં મેનેજ કરી શકાય છે, જ્યારે કોઈ ચોક્કસ ઍપને લગતા ઓળખકર્તાઓને સામાન્ય રીતે ઍપના સેટિંગમાં મેનેજ કરી શકાય છે.

નવા ટૅબમાં ખૂલે છે(ફૂટનોટ ખોલે છે)
  • Afrikaans
  • Bahasa Indonesia
  • Bahasa Melayu
  • Català
  • Čeština
  • Dansk
  • Deutsch
  • Eesti
  • English
  • English (India)
  • English (United Kingdom)
  • Español
  • Español (Latinoamérica)
  • Euskara
  • Filipino
  • Français
  • Français (Canada)
  • Gaeilge
  • Galego
  • Hrvatski
  • Isizulu
  • Íslenska
  • Italiano
  • Kiswahili
  • Latviešu
  • Lietuvių
  • Magyar
  • Malti
  • Nederlands
  • Norsk
  • Polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • Română
  • Slovenčina
  • Slovenščina
  • Srpski
  • Suomi
  • Svenska
  • Tiếng Việt
  • Türkçe
  • অসমীয়া
  • Ελληνικά
  • Български
  • ଓଡିଆ
  • Русский
  • Српски
  • Українська
  • ‫עברית‬
  • ‫اردو‬
  • ‫العربية‬
  • ‫فارسی‬
  • አማርኛ
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ગુજરાતી
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • ไทย
  • 한국어
  • 中文 (香港)
  • 中文(简体中文)
  • 中文(繁體中文)
  • 日本語
Google ઍપ
મુખ્ય મેનૂ