Googleની જાહેરાત સેવાઓ દ્વારા Chrome અને Android પર Privacy Sandbox પહેલ મારફતે લોકોની પ્રાઇવસીનું રક્ષણ ઑનલાઇન બહેતર કરી શકાય તે રીતે ડિજિટલ જાહેરાત ડિલિવર કરવા અને તેના માપનને સપોર્ટ કરવાની નવી રીતો પર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. Chrome કે Androidમાં Privacy Sandbox સંબંધિત સેટિંગ ચાલુ કર્યા હોય એવા વપરાશકર્તાઓને તેમના બ્રાઉઝર કે મોબાઇલ ડિવાઇસમાં સ્ટોર કરેલા વિષયો અને સંરક્ષિત ઑડિયન્સ ડેટાના આધારે Googleની જાહેરાત સેવાઓ સંબંધિત જાહેરાતો જોવા મળી શકે છે. Googleની જાહેરાત સેવાઓ તેમના બ્રાઉઝર કે મોબાઇલ ડિવાઇસ પર સ્ટોર કરેલા એટ્રિબ્યુશન રિપોર્ટિંગ ડેટા વડે જાહેરાતના પર્ફોર્મન્સનું માપન પણ કરી શકે છે. Privacy Sandbox વિશે વધુ માહિતી.

Googleની સેવાઓનો ઉપયોગ કરતી સાઇટો અથવા ઍપ તરફથી મળતી માહિતીનો ઉપયોગ કરવાની અમારી રીત

ઘણી વેબસાઇટો તથા ઍપ તેમનું કન્ટેન્ટ બહેતર બનાવવા તથા તેને મફત રાખવા માટે Google સેવાઓનો ઉપયોગ કરે છે. જ્યારે તેઓ અમારી સેવાઓ સાથે જોડાય છે, ત્યારે આ સાઇટો તથા ઍપ Google સાથે માહિતી શેર કરે છે.

ઉદાહરણ તરીકે, જ્યારે તમે કોઈ વેબસાઇટની મુલાકાત લો, જે AdSense જેવી જાહેરાત સેવાઓનો ઉપયોગ કરતી હોય, જેમાં Google Analytics જેવા વિશ્લેષણના સાધનો શામેલ હોય અથવા YouTube પરનું વીડિઓ કન્ટેન્ટ શામેલ હોય, ત્યારે તમારું વેબ બ્રાઉઝર Googleને આપમેળે અમુક ચોક્કસ માહિતી મોકલે છે. આમાં તમે મુલાકાત લઈ રહ્યાં હો તે પેજના URLનો અને તમારા IP ઍડ્રેસનો સમાવેશ થાય છે. અમે કદાચ તમારા બ્રાઉઝરમાં કુકી સેટ કરીએ અથવા પહેલેથી હયાત હોય તે કુકી વાંચી શકીએ છીએ. Googleની જાહેરાત સેવાઓનો ઉપયોગ કરતી ઍપ Google સાથે માહિતી શેર પણ કરે છે, જેમ કે ઍપનું નામ અને જાહેરાત માટે એક વિશિષ્ટ ઓળખકર્તા.

Google અમારી સેવાઓના વિતરણ માટે, તેમની જાળવણી તથા બહેતરી માટે, નવી સેવાઓ વિકસાવવા માટે, જાહેરાતની અસરકારકતા માપવા માટે, કપટ તથા દુરુપયોગ સામે રક્ષણ માટે અને તમે Google પર તથા અમારા ભાગીદારોની સાઇટો તથા ઍપ પર જુઓ છો તે કન્ટેન્ટ તથા જાહેરાતોને વ્યક્તિગત બનાવવા માટે, સાઇટો તથા ઍપ દ્વારા શેર કરવામાં આવેલી માહિતીનો ઉપયોગ કરે છે. આ દરેક હેતુ માટે અમે ડેટાની પ્રક્રિયા કેવી રીતે કરીએ છીએ તે વિશે વધુ જાણવા માટે અમારી ગોપનીયતા નીતિ જુઓ અને Google જાહેરાતો, તમારી માહિતીનો જાહેરાતના સંદર્ભે કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે અને Google આ માહિતીનો કેટલા સમય સુધી સંગ્રહ કરે છે તે વિશે વધુ જાણવા માટે અમારું જાહેરાત પેજ જુઓ.

અમારી પ્રાઇવસી પૉલિસી એ કાનૂની આધારો સમજાવે છે, જેના પર Google તમારી માહિતીની પ્રક્રિયા કરવા માટે નિર્ભર રહે છે — ઉદાહરણ તરીકે, અમે તમારી સંમતિથી અથવા અમારા વપરાશકર્તાઓની જરૂરિયાતોને પૂરી કરવા માટે અમારી સેવાઓ આપવા, જાળવવા અને સુધારવા જેવા કાયદેસરનો હિતસંબંધોને અનુસરવા તમારી માહિતીની પ્રક્રિયા કરી શકીએ છીએ.

ક્યારેક સાઇટ અને ઍપ દ્વારા અમારી સાથે શેર કરેલી માહિતીની પ્રક્રિયા કરતી વખતે, તે સાઇટ અને ઍપ Googleને તમારી માહિતી પર પ્રક્રિયા કરવાની મંજૂરી આપતા પહેલાં તમારી સંમતિ માટે પૂછશે. ઉદાહરણ તરીકે, સાઇટ દ્વારા એકત્રિત કરવામાં આવતી માહિતીની પ્રક્રિયા Google કરી શકે તેની સંમતિ માગતું બૅનર સાઇટ પર જોવા મળી શકે છે. જ્યારે તેમ થાય, ત્યારે અમે Google પ્રાઇવસી પૉલિસીમાં વર્ણન કરેલા કાનૂની આધારોને બદલે, તમે સાઇટ અથવા ઍપને આપેલી સંમતિમાં વર્ણન કરેલા હેતુઓને પ્રાધાન્ય આપીશું. જો તમે તમારી સંમતિમાં ફેરફાર કરવા અથવા તેને પાછી ખેંચવા માગતા હો, તો તમારે આમ કરવા માટે સંબંધિત સાઇટ અથવા ઍપની મુલાકાત લેવી જોઈએ.

જાહેરાત વૈયક્તિકરણ

જો જાહેરાત વૈયક્તિકરણ ચાલુ કરેલું હશે, તો તમારી જાહેરાતોને તમારા માટે વધુ ઉપયોગી બનાવવા માટે, Google તમારી માહિતીનો ઉપયોગ કરશે. ઉદાહરણ તરીકે, પર્વતો માટેની સાઇકલો વેચતી વેબસાઇટ Googleની જાહેરાત સેવાઓનો ઉપયોગ કરી શકે છે. તમે તે વેબસાઇટની મુલાકાત લો, તે પછી Google દ્વારા પ્રસ્તુત કરવામાં આવતી જાહેરાતો બતાવતી જુદી સાઇટ પર તમને પર્વતો માટેની સાઇકલો વિશેની જાહેરાતો દેખાઈ શકે છે.

જો જાહેરાત વૈયક્તિકરણ બંધ હશે, તો જાહેરાત પ્રોફાઇલ બનાવવા માટે અથવા Google તમને જે જાહેરાતો બતાવે છે તેને વ્યક્તિગત કરવા માટે તમારી માહિતી એકત્ર નહીં કરે અથવા તેનો ઉપયોગ નહીં કરે. તમને હજુ પણ જાહેરાતો દેખાશે, પણ તે તમારા ઉપયોગી ન હોય તેવું બની શકે છે. જાહેરાતો હજુ પણ તમે જે વેબસાઇટ અથવા ઍપ જોઈ રહ્યા છો તેના વિષય, તમારી હાલના શોધ શબ્દો અથવા તમારા સામાન્ય સ્થાન પર આધારિત હોઈ શકે છે, પણ તમારી રુચિઓ, શોધ ઇતિહાસ અથવા બ્રાઉઝિંગ ઇતિહાસ પર આધારિત ન પણ હોય. ઉપર ઉલ્લેખિત અન્ય હેતુઓ માટે, જેમ કે જાહેરાતની અસરકારકતા માપવા માટે અને કપટ તથા દુરુપયોગ સામે સંરક્ષણ મેળવવા માટે, હજુ પણ તમારી માહિતીનો ઉપયોગ કરવામાં આવી શકે છે.

જ્યારે તમે કોઈ એવી વેબસાઇટ અથવા ઍપની સાથે ક્રિયાપ્રતિક્રિયા કરો જે Googleની સેવાઓનો ઉપયોગ કરતા હોય, ત્યારે Google સહિતના જાહેરાત પ્રદાનકર્તા તરફથી તમને વ્યક્તિગત કરેલી જાહેરાતો જોવા વિશે પુછવામાં આવી શકાય છે. તમારી પસંદગીને ધ્યાનમાં લીધા વિના, Google તમે જે જાહેરાત જોતા હો તેને વ્યક્તિગત બનાવશે નહીં, જો તમારી જાહેરાત વૈયક્તિકરણ સેટિંગ બંધ હોય અથવા તમારું એકાઉન્ટ વ્યક્તિગત જાહેરાતો માટે અપાત્ર હોય.

તમે તમારી જાહેરાત સેટિંગની મુલાકાત લઈને જોઈ અને નિયંત્રિત કરી શકશો કે તમને જાહેરાતો બતાવવા માટે અમે કઈ માહિતીનો ઉપયોગ કરીએ છીએ.

આ સાઇટો તથા ઍપ પરથી Google દ્વારા એકત્ર કરવામાં આવતી માહિતીનું નિયંત્રણ કરવાની રીત

જ્યારે તમે Google સેવાઓનો ઉપયોગ કરતી હોય તેવી સાઇટો તથા ઍપની મુલાકાત લો અથવા તેની સાથે ક્રિયાપ્રતિક્રિયા કરો, ત્યારે તમારા ઉપકરણ દ્વારા શેર કરવામાં આવતી માહિતીનું તમે આ મુજબની કેટલીક રીતે નિયંત્રણ કરી શકશો:

  • જાહેરાત સેટિંગ તમને Google સેવાઓ (જેમ કે Google શોધ અથવા YouTube) અથવા Google જાહેરાત સેવાઓનો ઉપયોગ કરતી બિન-Google વેબસાઇટો અથવા ઍપ પર દેખાય છે તે જાહેરાતોનું નિયંત્રણ કરવામાં સહાય કરે છે. તમે જાહેરાતોને વ્યક્તિગત કરવાની રીત જાણી પણ જાણી શકો છો, જાહેરાત વૈયક્તિકરણને નાપસંદ કરી શકો છો અને ચોક્કસ જાહેરાતકર્તાઓને બ્લૉક કરી શકો છો.
  • જો તમે તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કરેલું હશે અને તમારી એકાઉન્ટ સેટિંગ પર આધાર રાખતા હશો, તો મારી પ્રવૃત્તિ તમે મુલાકાત લીધેલી સાઇટો તથા ઍપ પરથી અમે એકત્ર કરીએ છીએ તે માહિતી સહિત, તમે Google સેવાઓનો ઉપયોગ કરો ત્યારે રચવામાં આવે છે તે ડેટાને રિવ્યૂ કરવાની તથા તેનું નિયંત્રણ કરવાની મંજૂરી આપે છે. તમે તારીખ તથા વિષય અનુસાર બ્રાઉઝ કરી શકો છો અને તમારી પ્રવૃત્તિને આંશિક રૂપે અથવા સંપૂર્ણપણે ડિલીટ કરી શકો છો.
  • પોતાની સાઇટો તથા ઍપ સાથે મુલાકાતીઓ કઈ રીતે જોડાયેલા છે તે સમજવા માટે ઘણી વેબસાઇટો તથા ઍપ Google Analyticsનો ઉપયોગ કરે છે. જો તમે ઇચ્છતા હો કે તમારા બ્રાઉઝરમાં Analyticsનો ઉપયોગ ન થાય, તો તમે Google Analytics બ્રાઉઝર ઍડ-ઑન ઇન્સ્ટૉલ કરી શકો છો. Google Analytics અને ગોપનીયતા વિશે વધુ જાણો.
  • Chromeમાં છુપો મોડ તમને તમારા બ્રાઉઝર અથવા એકાઉન્ટ ઇતિહાસમાં વેબ પેજ તથા ફાઇલોની નોંધ કર્યા વિના વેબને બ્રાઉઝ કરવાની મંજૂરી આપે છે (સિવાય કે તમે સાઇન ઇન કરવાનું પસંદ કરો). તમે તમારી તમામ છુપી વિંડો અને ટૅબ બંધ કરી દો તે પછી, કુકીઝ ડિલીટ કરવામાં આવે છે, અને જ્યાં સુધી તમે ડિલીટ ન કરો ત્યાં સુધી તમારા બુકમાર્ક અને સેટિંગ સંગ્રહિત રહે છે. કુકી વિશે વધુ જાણો. Chromeમાં છૂપા મોડનો ઉપયોગ અથવા અન્ય ખાનગી બ્રાઉઝિંગ મોડ ક્યારેય Googleની સેવાઓનો ઉપયોગ કરનારી વેબસાઇટની તમે જ્યારે મુલાકાત લો, ત્યારે તે ડેટાને એકત્રિત કરવાની પ્રક્રિયાને ટાળી શકતી નથી તેમજ આવા બ્રાઉઝર વડે જ્યારે તમે વેબસાઇટની મુલાકાત લો, ત્યારે કદાચ Google હજી પણ ડેટા એકત્રિત કરી શકે છે.
  • Chrome સહિતના ઘણાં બ્રાઉઝરો તમને તૃતીય પક્ષ કુકીને બ્લૉક કરવાની મંજૂરી આપે છે. તમે તમારા બ્રાઉઝરમાંથી હાલની કોઈપણ કુકીને સાફ પણ કરી શકો છો. Chromeમાં કુકીને મેનેજ કરવાની રીત વિશે વધુ જાણો.
Google ઍપ્લિકેશનો
મુખ્ય મેનૂ