Google કૂકીઝનો ઉપયોગ કેવી રીતે કરે છે

આ પેજ Google દ્વારા ઉપયોગમાં લેવાતી કુકીના પ્રકારોનું અને સમાન ટેક્નોલોજીનું વર્ણન કરે છે. Google અને અમારા ભાગીદારો જાહેરાતમાં કુકીનો ઉપયોગ કેવી રીતે કરે છે તેનું પણ આ પેજ વર્ણન કરે છે.

કુકી એ તમે મુલાકાત લો છો તે વેબસાઇટ દ્વારા તમારા બ્રાઉઝરને મોકલવામાં આવતા ટેક્સ્ટના નાના ભાગ હોય છે. એ તે વેબસાઇટને તમારી મુલાકાત વિશેની માહિતી યાદ રાખવામાં સહાય કરે છે, જે સાઇટની તમારી આગલી મુલાકાતને વધુ સરળ અને સાઇટને તમારા માટે વધુ ઉપયોગી બનાવવી એ બન્ને કાર્યો કરી શકે છે. ઍપ અથવા ડિવાઇસ, પિક્સેલ ટૅગ અને સ્થાનિક સ્ટોરેજને ઓળખવા માટે ઉપયોગમાં લેવાતા વિશિષ્ટ ઓળખકર્તાઓ સહિત, સમાન ટેક્નોલોજી જેવું કાર્ય કરી શકે છે. આ સમગ્ર પેજમાં વર્ણન કર્યા મુજબ કુકી અને સમાન ટેક્નોલોજીનો ઉપયોગ નીચે જણાવેલા હેતુઓ માટે કરી શકાય છે.

અમે કુકી અને અન્ય માહિતીનો ઉપયોગ કરતી વખતે તમારી પ્રાઇવસીને કેવી રીતે સુરક્ષિત રાખીએ છીએ, તે જાણવા માટે પ્રાઇવસી પૉલિસી જુઓ.

Google દ્વારા ઉપયોગમાં લેવાતી કુકીના પ્રકારો અને સમાન ટેક્નોલોજી

નીચે જણાવેલી કુકી કે સમાન ટેક્નોલોજીમાંથી કેટલીક કે તમામને તમારા બ્રાઉઝર, ઍપ અથવા ડિવાઇસમાં સ્ટોર કરવામાં આવી શકે છે. અમુક ચોક્કસ કુકીનો ઉપયોગ કરવાનું નકારવા સહિત, કુકીનો ઉપયોગ કરવાની રીતને મેનેજ કરવા માટે તમે g.co/privacytoolsની મુલાકાત લઈ શકો છો. તમે તમારા બ્રાઉઝરમાં પણ કુકી મેનેજ કરી શકો છો (જોકે મોબાઇલ ડિવાઇસ માટેના બ્રાઉઝર આ દૃશ્યતા ઑફર ન કરે એવું કદાચ બની શકે છે). આમાંથી કેટલીક ટેક્નોલોજીને તમારા ડિવાઇસના સેટિંગમાંથી અથવા ઍપના સેટિંગમાંથી મેનેજ કરી શકાય છે.

કાર્યક્ષમતા

કાર્ય માટે ઉપયોગમાં લેવાયેલી કુકી અને સમાન ટેક્નોલોજી તમને સેવાની મૂળભૂત સુવિધાઓને ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે. સેવાની મૂળભૂત ગણાતી સુવિધાઓમાં તમારી પસંદગીની ભાષા, તમારા સત્ર વિશે શૉપિંગ કાર્ટના કન્ટેન્ટ જેવી તમારા સત્ર સંબંધિત માહિતી, જેમ કે શૉપિંગ કાર્ટનું કન્ટેન્ટને સ્ટોર કરવા, સુવિધાઓ ચાલુ કરવા અથવા તમે વિનંતી કરેલા કાર્યો કરવા અને તે સેવા જાળવવા તથા તેને બહેતર બનાવવામાં સહાય કરે તેવા પ્રોડક્ટ ઑપ્ટિમાઇઝેશન જેવા વિકલ્પો અને પસંદગીઓને યાદ રાખવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.

કેટલીક કુકી અને સમાન ટેક્નોલોજીનો ઉપયોગ તમારી પસંદગીઓને જાળવી રાખવા માટે કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, Googleની સેવાઓનો ઉપયોગ કરતા મોટા ભાગના લોકો પાસે, તેમની કુકીની પસંદગીઓના આધારે, તેમના બ્રાઉઝરમાં ‘NID’ અથવા ‘_Secure-ENID’ તરીકે ઓળખાતી કુકી હોય છે. આ કુકીનો ઉપયોગ તમારી પસંદગીઓ અને અન્ય માહિતીને યાદ રાખવા માટે કરવામાં આવે છે, જેમ કે તમારી પસંદગીની ભાષા, તમે શોધ પરિણામના પેજ પર કેટલા પરિણામો બતાવવામાં આવે તે પસંદ કરો છો (ઉદાહરણ તરીકે, 10 અથવા 20) અને તમે Googleનું સલામત શોધ ફિલ્ટર ચાલુ રાખવા માગો છો કે નહીં. વપરાશકર્તાએ કરેલા છેલ્લા ઉપયોગના 6 મહિના પછી દરેક ‘NID’ કુકીની સમયસીમા સમાપ્ત થાય છે, જ્યારે ‘_Secure-ENID’ કુકી 13 મહિના સુધી રહે છે. ‘VISITOR_INFO1_LIVE’ અને ‘__Secure-YEC’ તરીકે ઓળખાતી કુકી YouTube માટે આ જ હેતુસર કાર્ય કરે છે અને તેનો ઉપયોગ સેવા સંબંધિત સમસ્યાઓની ભાળ મેળવવા તથા તેનું નિરાકરણ કરવા માટે પણ કરવામાં આવે છે. આ કુકી અનુક્રમે 6 મહિના અને 13 મહિના રહે છે.

કુકી અને સમાન ટેક્નોલોજીનો ઉપયોગ કોઈ વિશેષ સત્ર દરમિયાન તમારો અનુભવ જાળવી રાખવા અને તેને બહેતર બનાવવા માટે થાય છે. ઉદાહરણ તરીકે, YouTube ‘PREF’ કુકીનો ઉપયોગ માહિતી જેમ કે તમારી પસંદગીના પેજ કન્ફિગ્યુરેશનને અને ઑટોપ્લેની સ્પષ્ટ પસંદગીઓ, કન્ટેન્ટ શફલ કરવા માટેની પસંદગીઓ અને પ્લેયરનું કદ જેવી પ્લેબૅક પસંદગીઓને સ્ટોર કરવા માટે કરે છે. YouTube Music માટે, આ પસંદગીઓમાં વૉલ્યૂમ, રિપીટ મોડ અને ઑટોપ્લેનો સમાવેશ થાય છે. વપરાશકર્તાએ કરેલા છેલ્લા ઉપયોગના 8 મહિના પછી આ કુકીની સમયસીમા સમાપ્ત થાય છે. કુકી ‘pm_sess’ પણ તમારા બ્રાઉઝર સત્રને જાળવી રાખવામાં સહાય કરે છે અને 30 મિનિટ સુધી રહે છે.

Googleની સેવાઓનું કાર્યપ્રદર્શન બહેતર બનાવવા માટે પણ કુકી તથા સમાન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી શકે છે. ઉદાહરણ તરીકે, ‘CGIC’ કુકી વપરાશકર્તાના શરૂઆતી ઇનપુટના આધારે શોધ ક્વેરીને ઑટોમૅટિક રીતે પૂર્ણ કરીને શોધ પરિણામોની ડિલિવરી બહેતર બનાવે છે. આ કુકી 6 મહિના સુધી રહે છે.

Google ‘SOCS’ કુકીનો ઉપયોગ કરે છે, જે 13 મહિના સુધી ચાલે છે અને તેનો ઉપયોગ વપરાશકર્તાની કુકીની પસંદગીઓની સ્થિતિ સ્ટોર કરવા માટે થાય છે.

સુરક્ષા

સુરક્ષા માટે ઉપયોગમાં લેવાયેલી કુકી અને સમાન ટેક્નોલોજી વપરાશકર્તાઓને પ્રમાણિત કરવા, કપટ અટકાવવા અને તમે સેવા સાથે ક્રિયાપ્રતિક્રિયા કરો ત્યારે તમારું રક્ષણ કરવામાં સહાય કરે છે.

એકાઉન્ટના સાચા વપરાશકર્તા જ એકાઉન્ટનો ઍક્સેસ મેળવી શકે તે સુનિશ્ચિત કરવા વપરાશકર્તાઓને પ્રમાણિત કરવા માટે ઉપયોગમાં લેવાયેલી કુકી અને સમાન ટેક્નોલોજી સહાય કરે છે. ઉદાહરણ તરીકે, ‘SID’ અને ‘HSID’ તરીકે ઓળખાતી કુકીમાં વપરાશકર્તાના Google એકાઉન્ટનું ID અને સૌથી તાજેતરના સાઇન ઇન સમયના ડિજિટલ રૂપે સહી કરેલા અને એન્ક્રિપ્ટ કરેલા રેકોર્ડનો સમાવેશ હોય છે. Google આ બે કુકીના મિશ્રણથી, તમે Googleની સેવાઓમાં સબમિટ કરેલા ફોર્મના કન્ટેન્ટની ચોરી કરવાના પ્રયાસો જેવા, અનેક પ્રકારના અટૅકને બ્લૉક કરી શકે છે.

કેટલીક કુકી અને સમાન ટેક્નોલોજીનો ઉપયોગ સ્પામ, કપટ અને દુરુપયોગ શોધવા માટે થાય છે. ઉદાહરણ તરીકે, ‘pm_sess’ અને ‘YSC’ કુકી સુનિશ્ચિત કરે છે કે બ્રાઉઝિંગ સત્રમાંની વિનંતીઓ બીજી સાઇટ દ્વારા નહીં પણ વપરાશકર્તા દ્વારા જ કરવામાં આવે છે. આ કુકી દુર્ભાવનાપૂર્ણ સાઇટને વપરાશકર્તાની જાણ બહાર વપરાશકર્તા વતી કાર્ય કરતા અટકાવે છે. ‘pm_sess’ કુકી 30 મિનિટ સુધી રહે છે, જ્યારે ‘YSC’ કુકી વપરાશકર્તાના બ્રાઉઝિંગ સત્રની અવધિ સુધી રહે છે. ‘__Secure-YEC’ અને ‘AEC’ કુકીનો ઉપયોગ જાહેરાતકર્તાઓને કપટપૂર્ણ અથવા અમાન્ય ઇમ્પ્રેશન કે જાહેરાતો સાથેની ક્રિયાપ્રતિક્રિયાઓ માટે ખોટી રીતે શુલ્ક વસૂલવામાં આવતું નથી અને YouTube પાર્ટનર પ્રોગ્રામમાં YouTube નિર્માતાઓને ઉચિત રીતે વળતર આપવામાં આવે છે તેની ખાતરી કરવામાં સહાય કરવા માટે સ્પામ, કપટ અને દુરુપયોગ શોધવામાં સહાય કરવા માટે થાય છે. ‘AEC’ કુકી 6 મહિના સુધી રહે છે અને ‘__Secure-YEC’ કુકી 13 મહિના સુધી રહે છે.

વિશ્લેષણ

વિશ્લેષણ માટે ઉપયોગમાં લેવાયેલી કુકી અને સમાન ટેક્નોલોજી ડેટા એકત્રિત કરવામાં સહાય કરે છે, જેનાથી સેવાઓને તમે અમુક વિશેષ સેવા સાથે કઈ રીતે ક્રિયાપ્રતિક્રિયા કરો છો તે સમજવાની મંજૂરી મળે છે. આ જાણકારી સેવાઓને, કન્ટેન્ટને બહેતર બનાવવાની અને તમારા અનુભવને વધુ સારો બનાવતી બહેતર સુવિધાઓ બનાવવાની, એ બન્ને કાર્યો કરવાની મંજૂરી આપે છે.

કેટલીક કુકી અને સમાન ટેક્નોલોજી સાઇટ અને ઍપને એ સમજવામાં સહાય કરે છે કે તેમના મુલાકાતીઓ તેમની સેવાઓ સાથે કેવી રીતે જોડાય છે. ઉદાહરણ તરીકે, Google Analytics વ્યક્તિગત મુલાકાતીઓને અંગત રીતે ઓળખાવ્યા વિના Google Analytics સેવાનો ઉપયોગ કરનારા વ્યવસાયો વતી માહિતી એકત્ર કરવા અને તેમને સાઇટના વપરાશના આંકડાની જાણ કરવા માટે કુકીના સેટનો ઉપયોગ કરે છે. Google Analytics દ્વારા ઉપયોગમાં લેવાતી મુખ્ય કુકી ‘_ga’, એક મુલાકાતીને બીજાથી અલગ કરવા માટે સેવાને સક્ષમ કરે છે અને 2 વર્ષ સુધી રહે છે. Googleની સેવાઓ સહિત, Google Analyticsનો અમલ કરનારી દરેક સાઇટ ‘_ga’ કુકીનો ઉપયોગ કરે છે. દરેક ‘_ga’ કુકી કોઈ ચોક્કસ પ્રોપર્ટી સાથે વિશિષ્ટ રીતે સંકળાયેલી હોય છે, જેથી તેનો ઉપયોગ તમામ અસંબંધિત વેબસાઇટ પર જણાવેલા વપરાશકર્તા અથવા બ્રાઉઝરને ટ્રૅક કરવા માટે કરી શકાતો નથી.

Googleની સેવાઓ વિશ્લેષણ માટે, Google Search પર ‘NID’ અને ‘_Secure-ENID’ કુકીનો તથા YouTube પર ‘VISITOR_INFO1_LIVE’ અને ‘__Secure-YEC’ કુકીનો પણ ઉપયોગ કરે છે. Google મોબાઇલ ઍપ પણ વિશ્લેષણો માટે વિશિષ્ટ ઓળખકર્તાઓ, જેમ કે Google વપરાશ IDનો ઉપયોગ કરી શકે છે.

જાહેરાત

Google જાહેરાતો માટે કુકીનો ઉપયોગ કરે છે, જેમાં જાહેરાતો બતાવવી અને રેન્ડર કરવી, જાહેરાતોને મનગમતી બનાવવી (જે myadcenter.google.com, અને adssettings.google.com/partnerads પરના તમારા સેટિંગ પર આધાર રાખે છે), વપરાશકર્તાને જાહેરાત બતાવવાની સંખ્યા મર્યાદિત કરવી, તમે જોવાનું બંધ કરવાનું પસંદ કર્યું હોય તેવી જાહેરાતોને મ્યૂટ કરવી અને જાહેરાતોની અસરકારકતાને માપવી શામેલ છે.

‘NID’ કુકીનો ઉપયોગ સાઇન-આઉટ થયેલા વપરાશકર્તાઓ માટે Googleની સેવાઓમાં Google જાહેરાતો બતાવવા માટે થાય છે, જ્યારે ANID’, ‘IDE’ અને ‘id’ કુકીનો ઉપયોગ Google સિવાયની સાઇટ પર Google જાહેરાતો બતાવવા માટે થાય છે. મોબાઇલ જાહેરાત IDs, જેમ કે Androidnના જાહેરાત ID (AdID)નો ઉપયોગ તમારા ડિવાઇસ સેટિંગના આધારે મોબાઇલ ઍપ પરના સમાન હેતુઓ માટે થાય છે. જો તમે જાહેરાતો મનગમતી બનાવવાની સુવિધા ચાલુ કરેલી હોય, તો ‘ANID’ અને ‘IDE’ કુકીનો ઉપયોગ તમે જુઓ છો તે જાહેરાતોને મનગમતી બનાવવા માટે થાય છે. જો તમે રુચિ મુજબની જાહેરાતો બંધ કરી હશે, તો આ પસંદગી યાદ રાખવા માટે ‘ANID’ અને ‘id’ કુકીનો ઉપયોગ થાય છે, તેથી તમને મનગમતી બનાવેલી જાહેરાતો મળતી નથી. ‘NID’ કુકીનો સમય વપરાશકર્તાએ કરેલા છેલ્લા ઉપયોગ પછી 6 મહિને સમાપ્ત થાય છે. ‘ANID,’ ‘IDE’ અને ‘id’ કુકી યુરોપિયન ઇકોનોમિક એરિયા (EEA), સ્વિટ્ઝર્લૅન્ડ અને યુનાઇટેડ કિંગડમ (યુકે)માં 13 મહિના સુધી રહે છે અને અન્ય દેશોમાં 24 મહિના સુધી રહે છે.

તમારાં જાહેરાત સેટિંગના આધારે, YouTube જેવી Googleની અન્ય સેવાઓ જાહેરાત માટે આ અને ‘VISITOR_INFO1_LIVE’ કુકી જેવી અન્ય કુકી તથા ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકે છે.

જાહેરાત માટે ઉપયોગમાં લેવાયેલી કેટલીક કુકી અને સમાન ટેક્નોલોજી Googleની સેવાઓ માટે સાઇન ઇન કરતા વપરાશકર્તાઓ માટે છે. ઉદાહરણ તરીકે, ‘DSID’ કુકીનો ઉપયોગ Google સિવાયની સાઇટ પર સાઇન ઇન થયેલા વપરાશકર્તાની ઓળખ કરવા માટે થાય છે જેથી વપરાશકર્તાના જાહેરાતોને મનગમતી બનાવવાના સેટિંગને તે મુજબ ધ્યાનમાં લેવામાં આવે. ‘DSID’ કુકી 2 અઠવાડિયા સુધી રહે છે.

જાહેરાત માટે Googleના આધુનિક પ્લૅટફૉર્મ મારફત, વ્યવસાયો Googleની સેવાઓમાં અને Google સિવાયની સાઇટમાં જાહેરાત કરી શકે છે. કેટલીક કુકી Google ત્રીજા પક્ષની સાઇટ પર જાહેરાતો બતાવે તેને સપોર્ટ કરે છે અને તમે મુલાકાત લો તે વેબસાઇટના ડોમેનમાં સેટ કરેલી હોય છે. ઉદાહરણ તરીકે, ‘_gads’ કુકી Google જાહેરાતો બતાવવા માટે સાઇટને સક્ષમ કરે છે. ‘_gac_’થી શરૂ થતી કુકી Google Analyticsમાંથી આવે છે અને જાહેરાતકર્તાઓ દ્વારા વપરાશકર્તાની પ્રવૃત્તિ અને તેમની જાહેરાત ઝુંબેશનું કાર્યપ્રદર્શન માપવા માટે ઉપયોગમાં લેવાય છે. ‘_gads’ કુકી 13 મહિના રહે છે અને ‘_gac_’ કુકી 90 દિવસ રહે છે.

કેટલીક કુકી અને સમાન ટેક્નોલોજીનો ઉપયોગ જાહેરાત અને ઝુંબેશના કાર્યપ્રદર્શન અને તમે મુલાકાત લો તે સાઇટ પર Google જાહેરાતો માટે રૂપાંતરણ દર માપવા માટે થાય છે. ઉદાહરણ તરીકે, ‘_gac_’થી શરૂ થતી કુકીનો પ્રાથમિક રીતે ઉપયોગ જાહેરાતકર્તાઓને એ નક્કી કરવામાં સહાય કરવા માટે થાય છે કે તેમની સાઇટ પરની જાહેરાત પર ક્લિક કરનારા વપરાશકર્તાઓ કેટલી વાર, ખરીદી કરવા જેવું, કોઈ પગલું લે છે. રૂપાંતરણ રેટ માપવા માટે ઉપયોગમાં લેવાતી કુકીનો ઉપયોગ જાહેરાતોને વ્યક્તિગત બનાવવા માટે કરવામાં આવતો નથી. ‘_gcl_’ કુકી 90 દિવસ સુધી રહે છે. જાહેરાત અને ઝુંબેશનું કાર્યપ્રદર્શન માપવા માટે Android ડિવાઇસ પરની જાહેરાત ID જેવી સમાન ટેક્નોલૉજીનો ઉપયોગ પણ થઈ શકે છે. તમારા Android ડિવાઇસ પર તમે તમારા જાહેરાત IDના સેટિંગ મેનેજ કરી શકો છો.

જાહેરાત માટે ઉપયોગમાં લેવાતી કુકી વિશેની વધુ માહિતી અહીં જુઓ.

વૈયક્તિકરણ

રુચિ મુજબ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલી કુકી અને સમાન ટેક્નોલોજી વ્યક્તિગત કરેલું કન્ટેન્ટ અને સુવિધાઓ આપીને તમારા અનુભવને બહેતર બનાવે છે, જે g.co/privacytools પરના તમારા સેટિંગ અથવા તમારી ઍપ અને ડિવાઇસના સેટિંગ પર આધાર રાખે છે.

મનગમતા બનાવેલા કન્ટેન્ટ અને સુવિધાઓમાં વધુ સંબંધિત પરિણામો અને સુઝાવો, કસ્ટમાઇઝ કરેલું YouTube હોમપેજ અને તમારી રુચિઓ અનુસારની જાહેરાતો જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, અગાઉના વ્યૂ અને શોધના આધારે ‘VISITOR_INFO1_LIVE’ કુકી YouTube પર વ્યક્તિગત કરેલા સુઝાવો ચાલુ કરી શકે છે. અને ‘NID’ કુકી તમે Searchમાં શોધ શબ્દો ટાઇપ કરો ત્યારે ઑટોમૅટિક રીતે પૂર્ણ કરવાની રુચિ અનુસારની સુવિધાઓ ચાલુ કરે છે. આ કુકીનો સમય વપરાશકર્તાએ કરેલા છેલ્લા ઉપયોગ પછી 6 મહિને સમાપ્ત થાય છે.

બીજી કુકી ‘UULE’ તમારા બ્રાઉઝર પરથી Googleનાં સર્વર પર સચોટ લોકેશન મોકલે છે, જેથી Google તમારા લોકેશનને સંબંધિત પરિણામો બતાવી શકે. આ કુકીનો ઉપયોગ તમારા બ્રાઉઝરનાં સેટિંગ પર અને તમે તમારા બ્રાઉઝર માટે લોકેશન ચાલુ રાખવાનું પસંદ કર્યું છે કે નહીં તેના પર આધાર રાખે છે. ‘UULE’ કુકી 6 કલાક સુધી રહે છે.

જો તમે મનગમતું બનાવવાના ઉપયોગમાં લેવાતી કુકી અને તેના જેવી ટેક્નોલોજીને નકારો, તો પણ તમે જુઓ છો તે મનગમતા બનાવેલા ન હોય એવા કન્ટેન્ટ અને સુવિધાઓ પર સાંદર્ભિક પરિબળો, જેમ કે તમારું લોકેશન, ભાષા, ડિવાઇસનો પ્રકાર અથવા તમે હાલમાં જોઈ રહ્યાં છો તે કન્ટેન્ટનો પ્રભાવ પડી શકે છે.

તમારા બ્રાઉઝરમાં કૂકીઝનું સંચાલન

મોટા ભાગના બ્રાઉઝર તમને, તમે બ્રાઉઝ કરતા હો ત્યારે કુકી સેટ થવાની તથા તેનો ઉપયોગ કરવાની રીતને મેનેજ કરવાની અને કુકી તથા બ્રાઉઝિંગ ડેટા સાફ કરવાની મંજૂરી આપે છે. ઉપરાંત, તમારા બ્રાઉઝરમાં એવા સેટિંગ હોઈ શકે છે જે દરેક સાઇટ માટે કુકીને મેનેજ કરવાની તમને મંજૂરી આપતા હોય. ઉદાહરણ તરીકે, chrome://settings/cookies પર Google Chromeના સેટિંગ તમને હાલની કુકી ડિલીટ કરવાની, બધી કુકીને મંજૂરી આપવાની કે બ્લૉક કરવાની અને વેબસાઇટ માટે કુકીની પસંદગીઓ સેટ કરવાની મંજૂરી આપે છે. Google Chrome છૂપો મોડ પણ ઑફર કરે છે, જે તમે તમારી બધી છૂપી વિન્ડો બંધ કરો તે પછી તમારા ડિવાઇસ પરના તમારા બ્રાઉઝિંગ ઇતિહાસને ડિલીટ કરે છે અને છૂપી વિન્ડોમાંથી કુકીને સાફ કરે છે.

તમારી ઍપ અને ડિવાઇસમાં સમાન ટેક્નોલોજી મેનેજ કરવા વિશે

મોટા ભાગના મોબાઇલ ડિવાઇસ અને ઍપ્લિકેશનો તમને સમાન ટેક્નોલોજી, જેમ કે બ્રાઉઝર, ઍપ અથવા ડિવાઇસને ઓળખવા માટે ઉપયોગમાં લેવાતા વિશિષ્ટ ઓળખકર્તાઓને સેટ કરવાની અને ઉપયોગમાં લેવાની રીત મેનેજ કરવાની મંજૂરી આપે છે. ઉદાહરણ તરીકે, Android ડિવાઇસ પરના જાહેરાત ID અથવા Appleના જાહેરાત ઓળખકર્તાને તમારા ડિવાઇસના સેટિંગમાં મેનેજ કરી શકાય છે, જ્યારે કોઈ ચોક્કસ ઍપને લગતા ઓળખકર્તાઓને સામાન્ય રીતે ઍપના સેટિંગમાં મેનેજ કરી શકાય છે.

Google ઍપ્લિકેશનો
મુખ્ય મેનૂ