આ અમારી સેવાની શરતોનું આર્કાઇવ કરેલ સંસ્કરણ છે. વર્તમાન સંસ્કરણ અથવા બધા પાછલા સંસ્કરણોને જુઓ.

Google સેવાની શરતો

Google પર આપનું સ્વાગત છે!

1. Google સાથે આપનો સંબંધ

1.1 Google ના ઉત્પાદનો, સૉફ્ટવેર, સેવાઓ અને વેબસાઇટ્સનો આપના દ્વારા થતો ઉપયોગ (જેનો ઉલ્લેખ આ દસ્તાવેજમાં 'સેવાઓ' તરીકે થયો છે અને આ સેવા સિવાયની કોઈપણ સેવા વિશે Google દ્વારા આપને અલગથી લિખિત કરાર કરવામાં આવશે) એ આપની અને Google ની વચ્ચે કાનુની કરારની શરતનો વિષય છે. “Google” અર્થાત્ Google Inc., કે જેનું મુખ્ય કાર્યાલય 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States માં આવેલું છે. આ દસ્તાવેજ સ્પષ્ટ કરે છે કે કરાર કેવી રીતે થાય છે અને તે કરારની કેટલીક શરતો સેટ કરે છે.

1.2 Google ને લિખિતમાં આપવા ઉપરાંત, આપના Google સાથેના કરારમાં હંમેશા, ઓછામાં ઓછા, આ દસ્તાવેજમાં સેટ કરેલા નિયમો અને શરતો સામેલ છે. આ નીચે "વૈશ્વિક શરતો" તરીકે ઉલ્લેખિત કરવામાં આવી છે.

1.3 Google સાથેનાં આપનાં કરારમાં વૈશ્વિક શરતો ઉપરાંત સેવાને લગતી કોઈ કાનૂની સૂચનાની શરતોનો પણ સમાવેશ થાય છે. આ બધાનો નીચે "વધારાની શરતો" તરીકે ઉલ્લેખ કરેલ છે. આ વધારાની શરતો કોઈ સેવાને લાગુ થાય છે, જેને આપ તે સેવાની અંતર્ગત વાંચવા માટે ઍક્સેસ કરી શકો છો અથવા તો તે સેવાના ઉપયોગ દ્વારા ઍક્સેસ કરી શકો છો.

1.4 વૈશ્વિક શરતોની સાથોસાથ વધારાની શરતો, આપની અને Google ની વચ્ચે સેવાઓના ઉપયોગના સંબંધમાં એક કાનુની કરારને આકાર આપે છે. તેને કાળજીપૂર્વક વાંચવાનો સમય ફાળવવો ખૂબ મહત્વપૂર્ણ છે. એકંદરે, આ કાનૂની કરાર નીચે 'શરતો' તરીકે ઉલ્લેખિત છે.

1.5 વધારાની શરતો અને વૈશ્વિક શરતોનાં કથનમાં ક્યાંય પણ વિરોધાભાસ હોવા પર, તે સેવાનાં સંબંધમાં વધારાની શરતોને અગ્ર સ્થાન આપવું જોઈએ.

2. શરતોનો સ્વીકાર

2.1 સેવાનો ઉપયોગ કરવા માટે, સૌ પ્રથમ આપે શરતોથી સંમત થવું પડશે. જો આપને શરતો સ્વીકાર ન હોય તો આપ સેવાનો ઉપયોગ કરી શકશો નહીં.

2.2 આપ આ રીતે શરતોનો સ્વીકાર કરી શકો છો:

(A) કોઈપણ સેવા માટેનાં યુઝર ઇંટરફેસમાં Google દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ હોય ત્યાં શરતોનો સ્વીકાર કરું છું અથવા શરતોથી સંમત છું જેવા વિકલ્પોને ક્લિક કરીને; અથવા

(B) સેવાઓનો ખરેખર ઉપયોગ કરીને. આ કિસ્સામાં, Google એમ માનશે કે અહીંથી આગળ આપને સેવાના ઉપયોગની શરતો સ્વીકાર્ય છે.

2.3 આપ સેવાઓનો ઉપયોગ કરી શકશો નહીં અને શરતોનો સ્વીકાર કરી શકશો નહીં જો (a) આપ Google સાથે કરાર કરવા માટે સગીર વયનાં નથી, અથવા (b) આપ એક એવા વ્યક્તિ છો કે જેના માટે અમેરિકા અથવા જેમાં આપ વસવાટ કરો છો અથવા જ્યાંથી આપ સેવાનો ઉપયોગ કરો છો તે સહિતનાં અન્ય દેશોનાં કાયદાની અંતર્ગત સેવાનો ઉપયોગ પ્રતિબંધિત છે.

2.4 આગળ વધો તે પહેલાં, આપે આપના રેકોર્ડ માટે વૈશ્વિક શરતોની એક સ્થાનીક પ્રતિલિપિ સાચવી લેવી જોઈએ અથવા તેને છાપી લેવી જોઈએ.

3. શરતોની ભાષા

3.1 જો Google દ્વારા આપને શરતોના અંગ્રેજી ભાષાનાં સંસ્કરણનું ભાષાંતર આપવામાં આવ્યું છે તો આપ સંમત છો કે તે ભાષાંતર ફક્ત આપની અનુકૂળતા માટે આપવામાં આવ્યું છે અને Google સાથેનાં આપના સંબંધોનું સંચાલન શરતોના અંગ્રેજી ભાષાનાં સંસ્કરણનાં આધારે જ કરવામાં આવશે.

3.2 જો શરતોના અંગ્રેજી ભાષાનાં સંસ્કરણ તથા અનુવાદિત ભાષાનાં સંસ્કરણમાં કોઈ વિરોધાભાસ હોય, તો અંગ્રેજી ભાષાના સંસ્કરણને અગ્રતા આપવામાં આવશે.

4. Google દ્વારા સેવાઓની જોગવાઈ

4.1 Google ના સમગ્ર વિશ્વમાં સહાયકો અને આનુષંગિક કાયદેસરના એકમો છે (“સહાયકો અને આનુષંગિકો”). કેટલીકવાર, આ કંપનીઓ Google વતી આપને સેવા પ્રદાન કરશે. આપ સંમત છો કે તે સહાયકો અને આનુષંગિકો આપને સેવા આપવા માટે અધિકૃત રહેશે.

4.2 Google તેના ઉપયોગકર્તાઓને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા માટે સતત સુધારાઓ કરે છે. આપ સ્વીકાર કરો છો કે Google દ્વારા પ્રદાન કરવામાં આવતી સેવાઓનાં બંધારણ અને પ્રકારમાં, આપને પૂર્વ સૂચના આપ્યા વગર, વખતો વખતો ફેરફાર થઈ શકે છે.

4.3 સતત સુધારાનાં એક ભાગરૂપે, આપ સ્વીકાર કરો છો કે Google આપને અથવા Google નાં સંપૂર્ણ સત્તાનો સામાન્ય રીતે ઉપયોગ કરનારને પૂર્વમાં સૂચિત કર્યા વગર કોઈપણ સેવા (અથવા સેવાની અંતર્ગત કોઈ સુવિધા) આપવાનું (કાયમી કે અસ્થાયી ધોરણે) બંધ કરી શકે છે. આપ સેવાનો ઉપયોગ ગમે તે સમયે બંધ કરી શકો છો. Google ને આપ તેની સેવાનો ઉપયોગ ક્યારે બંધ કરો છો તે વિશેની કોઈ વિશિષ્ટ જાણ કરવાની આવશ્યકતા નથી.

4.4 આપ સ્વીકાર કરો છો કે જો Google આપના ખાતાની ઍક્સેસને નિષ્ક્રિય કરે છે, તો આપ સેવા, આપની ખાતાની વિગતો અથવા કોઈપણ ફાઇલો કે અન્ય સામગ્રી કે જે આપના ખાતામાં હોય, તેને ઍક્સેસ કરવાથી અટકી શકો છો.

4.5 આપ સ્વીકાર કરો છો કે જ્યારે Google દ્વારા, વર્તમાનમાં સેવા દ્વારા આપ મોકલી કે પ્રાપ્ત કરી શકો તે સંચારની સંખ્યા માટે કે કોઈપણ સેવાની જોગવાઈ માટે ઉપયોગમાં લેવાતા સંગ્રહણ સ્થાનના પ્રમાણ માટે કોઈ ઉચ્ચ સીમા સ્થાપિત કરેલી ન હોય, તો આ પ્રકારની નિશ્ચિત ઉચ્ચ સીમા Google દ્વારા, તેના અધિકારક્ષેત્રમાં, ગમે ત્યારે સ્થાપિત થઈ શકે છે.

5. આપના દ્વારા સેવાઓનો ઉપયોગ

5.1 અમુક સેવાઓની ઍક્સેસ મેળવવા માટે, નોંધણી પ્રક્રિયાનાં એક ભાગ તરીકે અથવા આપના સેવાના સતત ઉપયોગના એક ભાગ તરીકે, આપને પોતાના વિશેની માહિતી (જેમ કે ઓળખાણ અથવા સંપર્ક વિગતો) આપવી પડશે. આપ સ્વીકારો છો કે આપ Google ને જે નોંધણી માહિતી આપો છો તે હંમેશા સચોટ, સાચી, અને તાજેતરની જ હશે.

5.2 આપ સ્વીકારો છો કે સેવાઓનો ઉપયોગ ફક્ત (અ) શરતો અને (બ) કોઈપણ લાગુ કાયદા, ધારો, અથવા સંબંધિત અધિકારક્ષેત્રમાંના સર્વસામાન્ય સ્વીકૃત ધારાધોરણો અથવા દિશાનિર્દેશો (યુનાઇટેડ સ્ટેટ્સ અથવા અન્ય સંબંધિત દેશોના ડેટા અથવા સૉફ્ટવેરના નિકાસ સંબંધી કોઈપણ કાયદાઓ સહિત) દ્વારા માન્ય હેતુઓ માટે જ કરી શકશો.

5.3 આપ સ્વીકારો છો કે આપ Google દ્વારા પ્રદત્ત ઇંટરફેસ સિવાય અન્ય કોઈપણ રીતે કોઈપણ સેવાની ઍક્સેસ (અથવા ઍક્સેસનો પ્રયાસ) કરશો નહીં, જ્યાં સુધી Google સાથે એક અલગ કરારથી આપને વિશિષ્ટ રૂપે પરવાનગી પ્રાપ્ત ન થાય. આપ ચોક્કસ રૂપે સ્વીકારો છો કે આપ કોઈ સેવાનો કોઈપણ સ્વયંસંચાલિત સાધનો દ્વારા (સ્ક્રિપ્ટ અથવા વેબ ક્રાઉલર સહિત) ઍક્સેસ (અથવા ઍક્સેસનો પ્રયાસ) કરશો નહીં અને ખાતરી આપશો કે આપ સેવાઓ પર પ્રદર્શિત કોઈ robots.txt ફાઇલમાં સ્થાપિત સૂચનોને આધીન છો.

5.4 આપ સ્વીકારો છો કે આપ એવી કોઈ પ્રવૃત્તિ સાથે સંકળાશો નહીં કે જે સેવામાં દખલરૂપ હોય અથવા સેવાને (અથવા સર્વર અને નેટવર્ક્સ કે જે સેવા સાથે જોડાયેલા હોય) બાધક હોય.

5.5 આપ સ્વીકારો છો કે, Google સાથેના એક અલગ કરાર દ્વારા આમ કરવા માટેની વિશિષ્ટ રૂપે પરવાનગી પ્રાપ્ત કર્યા સિવાય, આપ સેવાનું કોઈપણ હેતુ માટે પુનઃઉત્પાદન, ડુપ્લિકેટ, પ્રતિલિપિ, વેચાણ, વેપાર અથવા પુનઃવેચાણ કરશો નહીં.

5.6 આપ સ્વીકારો છો કે, આપ શરતોની અંતર્ગત આપેલા કોઈપણ કરારના ભંગ માટે અને આવા કોઈપણ કરારભંગના પરિણામ માટે (કોઈપણ હાનિ કે નુકસાન કે જે Google ભોગવે તે સહિત) સંપૂર્ણપણે જવાબદાર (અને એ કે Google આપના કે કોઈ તૃતીય પક્ષ માટે જવાબદાર નથી) છો.

6. આપના પાસવર્ડ અને ખાતાની સુરક્ષા

6.1 આપ સ્વીકારો છો અને સમજો છો કે સેવાને ઍક્સેસ કરવા માટે આપ જે ખાતાનો ઉપયોગ કરો છો તેનાથી સંબંધિત પાસવર્ડની ગુપ્તતા જાળવવા માટે આપ જવાબદાર છો.

6.2 તે અનુસાર, આપ સ્વીકારો છો કે આપના ખાતાની અંતર્ગત ચાલતી બધી પ્રવૃત્તિઓ માટે આપ સંપૂર્ણપણે Google ને જવાબદાર છો.

6.3 જો આપના પાસવર્ડ અથવા આપના ખાતાના કોઈપણ અનાધિકૃત ઉપયોગની આપને જાણ થાય, તો આપ એ વિશેની અહીં http://www.google.com/support/accounts/bin/answer.py?answer=58585 તાત્કાલિક.Googleને જાણ કરવાનું સ્વીકારો છો.

7. ગુપ્તતા અને આપની વ્યક્તિગત માહિતી

7.1 Google ની ડેટા રક્ષણ પદ્ધતિઓ વિશેની માહિતી માટે, કૃપા કરીને http://www.google.com/privacy.html પર Google ની ગુપ્તતા નીતિ વાંચો. આ નીતિ સ્પષ્ટ કરે છે કે જ્યારે આપ સેવાનો ઉપયોગ કરો છો ત્યારે Google આપની વ્યક્તિગત માહિતીને કેવી રીતે લે છે અને આપની ગુપ્તતા સુરક્ષિત રાખે છે.

7.2 Google ની ગુપ્તતા નીતિ અનુસાર આપના ડેટાના ઉપયોગને આપ સ્વીકારો છો.

8. સેવાઓમાં સામગ્રી

8.1 આપ સમજો છો કે બધી માહિતી (જેમ કે ડેટા ફાઇલો, લિખિત પાઠ, કમ્પ્યુટર સૉફ્ટવેર, સંગીત, ઑડિયો ફાઇલ્સ અથવા અન્ય સાઉન્ડ્સ, ફોટાઓ, વિડિયો અથવા અન્ય છબીઓ) કે જે સેવાના એક ભાગ તરીકે અથવા તેના ઉપયોગ દ્વારા ઍક્સેસ કરી શકો છો, તેની સંપૂર્ણ જવાબદારી તે વ્યક્તિની છે જેણે આ સામગ્રી બનાવી છે. આ પ્રકારની બધી માહિતીને નીચે "સામગ્રી" તરીકે ઉલ્લેખિત કરવામાં આવેલ છે.

8.2 આપ વાકેફ હોવા જોઈએ કે સેવાનાં ભાગ રૂપે પ્રદર્શિત થતી સામગ્રી, સેવામાંની જાહેરાતો અને સેવામાંની પ્રાયોજિત સામગ્રી સહિત પરંતુ એટલે સુધી મર્યાદિત નહીં, તે સામગ્રીનાં પ્રાયોજક અથવા જાહેરાતકર્તા કે જેણે Google ને (અથવા તેના વતી કોઈ અન્ય વ્યક્તિઓ અથવા કંપનીઓ દ્વારા) આ સામગ્રી પૂરી પાડેલ છે, તેની બૌદ્ધિક સંપદા હકો દ્વારા સુરક્ષિત હોઈ શકે છે. આપ આ સામગ્રી (સમગ્ર અથવા તેના કોઈ ભાગ) નું સંશોધન, ભાડું, લીઝ, લૉન, વેચાણ, વિતરણ અથવા તેના આધાર પર કોઈ વિગતવાર કાર્ય બનાવી શકતા નથી જ્યાં સુધી આપને Google અથવા તે સામગ્રીનાં સ્વામી દ્વારા એવું કરવા માટે સ્પષ્ટ રૂપે, એક અલગ કરારમાં, કહેવામાં ન આવે.

8.3 Google પાસે કોઈપણ સેવામાંની બધી કે કોઈપણ સામગ્રીને પ્રી-સ્ક્રિન, સમીક્ષા, ફ્લૅગ, ફિલ્ટર, સંશોધન, મનાઈ, અથવા કાઢી નાખવાનાં અધિકારો (પરંતુ તેવો કોઈ કરાર ન હોવો જોઈએ) અનામત છે. કેટલીક સેવાઓ માટે, Google વિશિષ્ટ લૈંગિક સામગ્રીને ફિલ્ટર આઉટ કરવા માટેના ઉપકરણો પૂરા પાડી શકે છે. આ ઉપકરણોમાં સુરક્ષિતશોધ પસંદગી સેટિંગ્સ રહેલી હોય છે (જુઓ http://www.google.com/help/customize.html#safe). તે ઉપરાંત, તેવા સૉફટ્વેર અને સેવાઓ વાણિજ્યિક ધોરણે ઉપલબ્ધ છે જે સામગ્રીની ઍક્સેસને મર્યાદિત કરે છે જે આપને વાંધાજનક લાગતી હોય.

8.4 આપ સમજો છો કે સેવાના ઉપયોગ દ્વારા એવી સામગ્રી પ્રદર્શિત થઈ શકે છે કે જે આપને અપમાનકારક, અશિષ્ટ અથવા વાંધાજનક લાગે, આ સંદર્ભમાં, આપ સ્વયંના જોખમે આ સેવાઓનો ઉપયોગ કરો છો.

8.5 આપ સ્વીકારો છો કે સેવાઓનો ઉપયોગ કરવા દરમિયાન આપે બનાવેલ, સંચારિત કરેલ અથવા પ્રદર્શિત કરેલ સામગ્રી અને આપના આ રીતની ક્રિયાઓનાં પરિણામ (કોઈપણ હાનિ કે નુકસાન કે જે Google ભોગવે તે સહિત) માટે આપ સંપૂર્ણપણે જવાબદાર (અને એ કે Google આપના કે કોઈ તૃતીય પક્ષ માટે જવાબદાર નથી) છો.

9. સ્વત્વાધારિત હકો

9.1 આપ સ્વીકારો છો કે Google (અથવા Google ના લાઇસેંસર) બધા કાનુની હકો, શીર્ષકો અને સેવામાં અને સેવાનું હિત, સેવાઓમાં રહેલા કોઈપણ બૌદ્ધિક સંપદા હકો સહિત, (પછી ભલે તે હકો નોંધાયેલા હોય કે ન હોય, અને વિશ્વમાં ક્યાંય તે હકો અસ્તિત્વમાં હોય) નાં હકો ધરાવે છે. આપ આગળ સંમત છો કે સેવાઓમાં તેવી માહિતી હોઈ શકે છે જેને Google દ્વારા ગોપનીય તરીકે બતાવેલ હોય અને આપ આવી માહિતીને Google ની અગ્રિમ લિખિત મંજૂરી સિવાય જાહેર કરી શકતા નથી.

9.2 Google સાથેની લિખિતમાં મંજૂરી સિવાય, કોઈપણ શરત આપને Google નાં કોઈપણ ટ્રેડ નામ, ટ્રેડ માર્ક્સ, સેવા ચિહ્નો, લોગો, ડોમેન નામ અને અન્ય વિશિષ્ટ બ્રાન્ડ સુવિધાઓનાં ઉપયોગનો અધિકાર આપતી નથી.

9.3 જો આપને આ બ્રાન્ડ સુવિધાઓમાંના કોઈપણમાં ઉપયોગ માટે Google દ્વારા એક અલગ લિખિત કરારમાં સ્પષ્ટ અધિકાર આપવામાં આવ્યો હોય, તો પછી આપ સ્વીકારો છો કે આવી કોઈ સુવિધાનો ઉપયોગ કરવા માટે તે કરાર, શરતોની કોઈ લાગુ જોગવાઈ અને સમય-સમયે Google ની બ્રાન્ડ સુવિધાઓનાં ઉપયોગનાં અદ્યતન થતાં દિશાનિર્દેશોને અનુસરી શકો છો. આ દિશાનિર્દેશો ઑનલાઇન અહીં જોઈ શકાય છે http://www.google.com/permissions/guidelines.html (અથવા અન્ય URL કે જે Google દ્વારા આ હેતુથી સમય-સમય પર પ્રદાન કરવામાં આવે છે).

9.4 ખંડ 11 માં સ્થાપિત મર્યાદિત લાઇસેંસ સિવાય, Google સ્વીકારે છે કે તે આ શરતો હેઠળ અથવા આપની સબમિટ, પોસ્ટ કરેલ, સંચારિત અથવા પ્રદર્શિત કરેલ સામગ્રી અથવા તે સામગ્રીમાં રહેલા કોઈ પણ બૌદ્ધિક સંપદા હકો (ભલે તે હકો નોંધાયા હોય કે નહીં અને તે હકો વિશ્વમાં ક્યાંય પણ અસ્તિત્વમાં હોય) સહિતની સેવાઓ મારફતે આપની પાસેથી (અથવા આપના લાઇસેંસરો) પાસેથી કોઈ પણ અધિકાર, માલિકી હક અથવા લાભ મેળવતું નથી. આપ સંમત થયા હોય અથવા Google સાથે લિખિત સંમત થયા હોવ એ સિવાય આપ સંમત થાઓ છો કે આપ તે હકોને સુરક્ષિત રાખવા અને અમલ કરવા માટે જવાબદાર છો અને એ કે Google આપની વતી આવું કરવામાં Google ને કોઈ બંધન નથી.

9.5 આપ સ્વીકારો છો કે કોઈપણ સ્વત્વાધારિત હકની સૂચનાઓ (કૉપીરાઇટ અને ટ્રેડ માર્ક સૂચનાઓ સહિત) ને કાઢી, છુપાવી કે બદલી શકતા નથી કે જે સેવાઓની અંતર્ગત ઉમેરેલ અથવા તેમાં રહેલ હોઈ શકે છે.

9.6 જો કે Google દ્વારા આપને લિખિતમાં તેમ કરવાની સ્પષ્ટ અધિકૃતતા આપવામાં આવી છે, તેમ છતાં આપ સ્વીકારો છો કે સેવાનાં ઉપયોગમાં, આપ કોઈ ટ્રેડમાર્ક, સેવા ચિહ્ન, ટ્રેડ નામ, કોઈ કંપની અથવા સંસ્થાઓના લોગોનો ઉપયોગ એ પ્રકારે કે હેતુપૂર્વક કરી શકતા નથી કે જેથી તેવા માર્ક્સ, નામ અથવા લોગોનાં અધિકૃત ઉપયોગકર્તાઓ અથવા સ્વામી વિશે ગૂંચવણનું કારણ બને.

10. Google દ્વારા લાઇસેંસ

10.1 Google આપને, Google દ્વારા પ્રદાન કરવામાં આવેલ સેવાનાં એક ભાગ રૂપે Google દ્વારા પ્રદાન કરવામાં આવેલ સૉફ્ટવેરનાં ઉપયોગ માટેનું એક વ્યક્તિગત, વૈશ્વિક, રૉયલ્ટી-ફ્રી, નોન-અસાઇનેબલ અને નોન- એક્સક્લુઝિવ લાઇસેંસ આપે છે (જે નીચે 'સૉફ્ટવેર' તરીકે ઉલ્લેખિત છે). આ લાઇસેંસ, Google દ્વારા પ્રદાન કરેલી સેવાનાં ફાયદાઓનોં, શરતોને આધીન રહી, ઉપયોગ કરવા અને મજા લેવા માટેનાં ઉદ્દેશ્યની પૂર્તિ માટે આપવામાં આવ્યું છે.

10.2 આપ (અથવા આપ કોઈને પરવાનગી આપી શકતા નથી) સૉફ્ટવેર અથવા તેના કોઈ ભાગનાં સ્રોત કોડને કાઢવાનો પ્રયાસ અથવા તેની પ્રતિલિપિ, સંશોધન, તેનું વર્ણનાત્મક કાર્ય, વિપરિત તકનીક, અથવા તેને ડિકમ્પાઇલ કરી શકતા નથી, જ્યાં સુધી આની સ્પષ્ટ પરવાનગી ન હોય, અથવા કાયદા દ્વારા આવશ્યક ન હોય, અથવા Google દ્વારા લેખિતમાં આમ કરવાનું આપને સ્પષ્ટ રૂપમાં કહેવામાં ન આવ્યું હોય.

10.3 જ્યાં સુધી Google આપને આમ કરવાની વિશિષ્ટ લિખિત પરવાનગી ન આપે ત્યાં સુધી, આપ (અથવા તેનું સબ-લાઇસેંસ આપવા) સૉફટવેરનાં ઉપયોગનાં હકોને અસાઇન કરી શકતા નથી, સૉફટવેર ઉપયોગના તમારા હકો પર કે તેમાં સુરક્ષા હિતને ગ્રાંટ કરી શક્તા નથી, અથવા અન્યથા સૉફટવેર ઉપયોગ કરવાનાં આપનાં હકોને કે તેના કોઈ ભાગને સ્થાનાંતરિત કરી શકતા નથી.

11. આપના દ્વારા સામગ્રી લાઇસેંસ

11.1 આપ સેવા દ્વારા અથવા તેના પર સબમિટ, પોસ્ટ અથવા પ્રદર્શિત કરો છો તે સામગ્રીમાં રહેલા કોઈપણ અધિકારો અને કૉપીરાઇટ ધરાવો છો. સામગ્રી સબમિટ, પોસ્ટ અથવા પ્રદર્શિત કરી આપ Google ને એક સર્વકાલિક, બિનવિકલ્પી, વૈશ્વિક, રૉયલ્ટી-ફ્રી અને નોન-એક્સક્લુઝિવ લાઇસેંસ આપો છો, જેનો ઉપયોગ તે આપે સેવા દ્વારા અથવા સેવામાં સબમિટ, પોસ્ટ અથવા પ્રદર્શિત કરેલા સામગ્રીના પુનઃઉત્પાદન, સ્વીકાર, સંશોધન, ભાષાંતર, પ્રકાશન, સાર્વજનિક કરવા, સાર્વજનિક રૂપે પ્રદર્શિત કરવા અને વિતરણ કરવા માટે કરે છે. આ લાઇસેંસ Google ને સેવાઓનાં પ્રદર્શન, વિતરણ અને પ્રસાર માટે અને તે સેવાઓની વધારાની શરતોમાં નિર્ધારિત કરેલ અમુક ચોક્કસ સેવાને રદબાતલ કરી શકવા માટે, સક્ષમ કરવાનાં ઉદ્દેશથી આપવામાં આવે છે.

11.2 આપ સ્વીકારો છો કે આ લાઇસેંસમાં Google માટે, તેનો જેની સાથે સિંડિકેટેડ સેવાઓની જોગવાઈ અર્થેનો સંબંધ છે તેવી અન્ય કંપનીઓ, સંસ્થાઓને આવી સામગ્રી ઉપલબ્ધ કરાવવાનો, અને તેવી સેવાઓની જોગવાઇનાં કનેક્શનમાં આ સામગ્રીનો ઉપયોગ કરવાનાં હકોનો સમાવેશ થાય છે.

11.3 આપ સમજો છો કે Google, અમારા ઉપયોગકર્તાઓને સેવાઓ પ્રદાન કરવા માટે આવશ્યક તકનીકી પગલાઓ લેવા માટે, આમ કરી શકે છે: (અ) આપની સામગ્રીને વિભિન્ન જાહેર નેટવર્ક્સ અને વિભિન્ન મીડિયામાં વિતરીત અને સંચારિત કરી શકે છે; અને (બ) જોડાયેલ નેટવર્ક્સ, ડિવાઇસેસ, સેવાઓ અને મીડિયાની તકનીકી આવશ્યકતા માટે સામગ્રીની પુષ્ટિ અને સ્વીકાર માટે, આપની સામગ્રીમાં જોઈતા ફેરફારો કરી શકે છે. આપ સ્વીકારો છો કે આ લાઇસેંસે આ ક્રિયાઓ કરવા માટે Google ને પરવાનગી આપવી જોઈએ.

11.4 આપ Google ને તે માટે પુષ્ટિ અને બાંહેધરી આપો છો કે આપની પાસે ઉપરોક્ત લાઇસેંસ આપવા માટેના આવશ્યક બધા હકો, પાવર અને અધિકાર છે.

12. સૉફ્ટવેર અદ્યતનો

12.1 આપ જે સૉફટવેરનો ઉપયોગ કરો છો તે આપમેળે ડાઉનલોડ થઈ શકે છે અને Google થી સમયે-સમયે થતા અદ્યતનો સ્થાપિત કરી શકે છે. આ અદ્યતનોની રચના સેવાઓના સુધારા, વૃદ્ધિ, અને આગળ વિકાસ માટે કરવામાં આવે છે અને તે બગ સુધારણા, વધારાનાં કાર્યો, નવા સૉફટવેર મૉડ્યૂલ્સ અને સંપૂર્ણ નવા સંસ્કરણ, કોઈપણ સ્વરૂપમાં હોઈ શકે છે. આપ આ અદ્યતનોની પ્રાપ્તિ (અને Google ને આપને વિતરિત કરવાની પરવાનગી), સેવાનાં ઉપયોગનાં એક ભાગ રૂપે સ્વીકાર કરો છો.

13. Google સાથેના આપના સંબંધોની સમાપ્તિ

13.1 નીચે સ્થાપિત કરેલ પ્રમાણે આપના કે Google દ્વારા બંધ ન થાય ત્યાં સુધી શરતો લાગુ રહેશે.

13.2 જો આપ આપના Google સાથેનાં કાનુની કરારને તોડવા માંગતા હો, તો આપ આ રીતે કરી શકો છો (અ) Google ને ગમે ત્યારે સૂચિત કરીને અને (બ) આપ ઉપયોગ કરી રહેલ બધી સેવા માટેનાં આપના ખાતાઓને બંધ કરીને, કે જ્યાં Google દ્વારા આપને આ વિકલ્પ ઉપલબ્ધ કરાવ્યો હોય. આપની સૂચના, લિખિતમાં, Google ના સરનામા પર કે જે આ શરતની શરૂઆતમાં આપવામાં આવેલ છે, મોકલાવવી જોઈએ.

13.3 Google કોઈપણ સમયે આપની સાથેના કાનૂની કરારને તોડી શકે છે, જો:

(અ) આપે શરતની કોઈ જોગવાઈનો ભંગ કર્યો છે (અથવા તે રીતે વર્તન કર્યું હોય કે જે સ્પષ્ટ રૂપે બતાવતું હોય આપનો તેવો ઇરાદો નથી, અથવા આપ શરતની જોગવાઇને પરિપૂર્ણ કરવામાં અક્ષમ છો); અથવા

(બ) Google ને કાયદા દ્વારા તેમ કરવું આવશ્યક હોય (ઉદાહરણ તરીકે, સેવાની જોગવાઇઓ આપના પ્રત્યે, અથવા બિનકાયદેસરની બનતી હોય); અથવા

(ક) તે ભાગીદાર કે જેની સાથે Google સેવા આપતું હોય, તે Google સાથેનાં સંબંધો સમાપ્ત કરે અથવા આપને સેવા આપવાનું અટકાવી દે; અથવા

(ડ) Google આપ જે દેશમાં વસવાટ કરો છો અથવા જ્યાંથી સેવાનો ઉપયોગ કરો છો, તે દેશને સેવા સંચારિત કરવાનું હવે બંધ કરી દે; અથવા

(ઇ) Google દ્વારા આપને અપાતી સેવાની જોગવાઇઓ, Google ના મતાનુસાર, વિપણન હેતુથી વધુ પાંગરે તેવી ન લાગતી હોય.

13.4 આ ખંડમાં શરતોનાં ખંડ 4 હેઠળની સેવાઓની જોગવાઇઓને લગતા Google ના હકો પર અસર કરે તેવું કશું જ નથી.

13.5 જ્યારે આ શરતો સમાપ્ત થઈ જશે, બધા કાનુની હકો, કરાર અને જવાબદારીઓ કે જેનાથી આપ અને Google લાભાન્વિત થયા છો, જે આ બાબત (અથવા જે શરત લાગુ થયા પછીના સમયમાં આવી હોય) અથવા જે અનિશ્ચિત રૂપે ચાલુ રહેવા માટે સ્પષ્ટ છે, આ અંતથી બિનપ્રભાવી રહી શકે છે, અને ફકરા 20.7 ની જોગવાઇઓ આ હકો, કરારો અને જવાબદારીઓ પર અનિશ્ચિતપણે લાગુ રહેવી ચાલુ રહી શકે છે.

14. એક્સક્લુઝન ઑફ વૉરંટીઝ

14.1 ખંડ 14 અને 15 સહિત, આ શરતોમાં કંઈ નથી, જે GOOGLE ને કોઈ નુકસાન માટે કે જે કાયદેસરથી બહારનું અથવા લાગુ કાયદા દ્વારા મર્યાદિત હોઈ શકે છે, તેની વૉરંટી અથવા જવાબદારીની બહારનું કે તેને મર્યાદિત કરતું હોય. કેટ્લાક અધિકાર ક્ષેત્ર અમુક ચોક્કસ વૉરંટી અથવા શરતો અથવા મર્યાદાઓના બહિષ્કારની, અથવા લાપરવાહી, કરાર ભંગ અથવા લાગુ શરતોના ભાંગને લીધે થયેલ નુકસાન કે હાનિ, અથવા આકસ્મિક કે પારિણામિક નુકસાન માટેની જવાબદારીના બહિષ્કારની પરવાનગી આપતા નથી તે અનુસાર, ફક્ત આપના અધિકારક્ષેત્રમાં રહેલ કાયદેસરની મર્યાદાઓ આપને લાગુ થશે અને અમારી જવાબદારી કાયદા દ્વારા મહત્તમ પરવાનગી પ્રાપ્ત સુધી મર્યાદિત રહેશે.

14.2 આપ સ્પષ્ટ રીતે સમજો છો અને સ્વીકારો છો કે સેવાઓનો ઉપયોગ સંપૂર્ણપણે આપના જોખમે છે અને તે કે સેવાઓ 'જેમ છે તેમ' અને 'જે રીતે ઉપલબ્ધ છે' તે રીતે પ્રદાન કરવામાં આવે છે.

14.3 વિશેષમાં, GOOGLE, તેના સહાયકો અને આનુષંગિકો, અને તેના લાઇસેંર્સ આપને કોઈ વૉરંટી આપતા નથી કે:

(અ) સેવાઓનો આપનો ઉપયોગ આપની આવશ્યકતાઓને સંતોષશે જ,

(બ) સેવાઓનો આપનો ઉપયોગ દખલ રહિત, નિયમિત, સુરક્ષિત અથવા ત્રુટી મુક્ત હશે,

(ક) આપના દ્વારા લેવામાં આવતી કોઈપણ માહિતી કે જે આપના સેવાના ઉપયોગના પરિણામ તરીકે મળી હોય તે સચોટ અને વિશ્વસનીય છે, અને

(ડ) સેવાના ભાગ રૂપે આપને આપવામાં આવેલ કોઈ સૉફ્ટવેરની કાર્ય અથવા કાર્યક્ષમતાની કોઈ ખામીને સુધારી આપવામાં આવશે.

14.4 ડાઉનલોડ કરેલ અથવા સેવાના ઉપયોગ દ્વારા અન્યથા મેળવેલી સામગ્રી એ આપની પોતાની જવાબદારી અને જોખમે રહેશે અને તે કે આવી કોઈ પણ સામગ્રીનાં ડાઉનલોડ દ્વારા આપના કમ્પ્યુટર સિસ્ટમ અથવા અન્ય ડિવાઇસને થતા નુકસાન અથવા ડેટાની હાનિ માટે આપ સ્વયં સંપૂર્ણપણે ઉત્તરદાયી છો.

14.5 આપના દ્વારા GOOGLE માંથી અથવા તેના દ્વારા અથવા સેવાઓમાંથી, મેળવેલ મૌખિક અથવા લિખિત, સલાહ અથવા માહિતી, શરતોમાં સ્પષ્ટરૂપે બતાવેલ નહીં, તેવી કોઈ વૉરંટી બનાવી શકશે નહીં.

14.6 આ ઉપરાંત GOOGLE એવા બધા પ્રકારની વૉરંટી અને શરતોનો સ્પષ્ટપણે અસ્વીકાર કરે છે, કે જે સ્પષ્ટ અથવા ગર્ભિત, આ સહિતની પરંતુ વેચાણપાત્રને લાગુ વૉરંટી અને શરતો સુધી મર્યાદિત નહીં તેવી, કોઈ ચોક્કસ ઉદ્દેશ્યની પૂર્તિ માટે અને ઉલ્લંઘન ન થઈ હોય તેવી હોય.

15. ઉત્તરદાયિત્વની મર્યાદાઓ

15.1 ઉપર આપેલ ફકરા 14.1 માંની બધી જોગવાઇઓને અનુલક્ષીને, આપ સ્પષ્ટપણે સ્વીકારો છો કે GOOGLE, તેના સહાયકો અને આનુષંગિકો, અને તેના લાઇસેંસર્સ આપને આ માટે જવાબદાર રહી શકશે નહીં:

(અ) કોઈ પણ પ્રત્યક્ષ, પરોક્ષ, આકસ્મિક, વિશિષ્ટ પરિણામિક અથવા ઉદાહરણ રૂપ હાનિઓ કે જેના માટે આપ જવાબદાર હોઈ શકો છો, તેમછતાં તે ઉત્તરદાયિત્વનાં કોઈ સિદ્ધાંતને કારણે અથવા તેની અંતર્ગત આવતી હોય. આના સહિત, પરંતુ અહીં સુધી મર્યાદિત નહીં, નફાની કોઈપણ હાનિ (ભલે તે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપે થઈ હોય), ગુડવિલ અથવા વેપારી પ્રતિષ્ઠાની કોઈપણ પ્રકારની હાનિ, ડેટાની હાનિ, અવેજી માલ અથવા સેવાના પ્રબંધની લાગત, અથવા અન્ય અદૃશ્ય હાનિ;

(બ) કોઈ હાનિ અથવા નુકસાન કે જેના માટે આપ જવાબદાર હોઈ શકો છો, તે સહિત પરંતુ આના પરિણામે થયેલ હાનિ અથવા નુકસાન સુધી મર્યાદિત નહીં:

(I) આપના દ્વારા જાહેરાતની પૂર્ણતા, ચોકસાઈ અથવા અસ્તિત્વ પર કરવામાં આવેલ કોઈ વિશ્વાસ, અથવા આપના અને જાહેરાતકર્તા કે પ્રાયોજકની વચ્ચેનાં કોઈપણ જાતનાં સંબંધને કારણે અથવા તેનાથી થયેલા કોઈ કરાર માટે, કે જેઓની જાહેરાત સેવાઓ પર પ્રદર્શિત થાય છે;

(II) GOOGLE દ્વારા સેવામાં કરી શકાતા કોઈ ફેરફારો, અથવા સેવાની (અથવા સેવાની અંતર્ગત કોઈ સુવિધા) જોગવાઇઓમાં કોઈપણ કાયમી અથવા અસ્થાયી અટકાવ માટે;

(III) આપના સેવાનાં ઉપયોગ દ્વારા કે તેમાથી સંચારિત થયેલ કોઈ સામગ્રી અને જાળવેલ અન્ય સંચાર ડેટાને હટાવવું, દૂષિત કરવું, અથવા સંગ્રહ કરવામાં નિષ્ફળતા;

(III) GOOGLE ને સચોટ ખાતા માહિતી આપવામાં આપની નિષ્ફળતા;

(V) આપના પાસવર્ડ અને ખાતાની વિગતોને સુરક્ષિત અને ગુપ્ત રાખવામાં આપની નિષ્ફળતા;

15.2 GOOGLE ની ઉપર ફકરા 15.1 માંની આપના પ્રત્યેની મર્યાદાઓ આવા પ્રકારનાં કોઈપણ નુકસાન ઉદ્ભવે તેની સંભાવના માટે જાગ્રત હોય અથવા તે માટેની સલાહ આપતું હોય અથવા ન આપતું હોય તો પણ લાગુ થઈ શકે છે.

16. કૉપીરાઇટ અને ટ્રેડ માર્ક નીતિઓ

16.1 તે Google ની નીતિ છે કે કૉપીરાઇટ ઉલ્લંઘનનાં આરોપ કે જે લાગુ અંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા કાયદાનું પાલન કરે છે (યુનાઇટેડ સ્ટેટ્સમાં, ડિજિટલ મિલેનિયમ કૉપીરાઇટ ધારા સહિત) તેની સૂચનાઓનો જવાબ આપવો અને વારંવાર ઉલ્લંઘન કરનારના ખાતાને બંધ કરવું. Google ની નીતિઓની વિગત અહીં http://www.google.com/dmca.html મળી શકે છે.

16.2 Google તેના જાહેરાત ઉદ્યોગનાં સંબંધમાં એક ટ્રેડમાર્ક કમ્પલેંટ પ્રોસીજર ચલાવે છે, જેની વિગતો આપ અહીં મેળવી શકો છો http://www.google.com/tm_complaint.html.

17. જાહેરાતો

17.1 કેટલીક સેવાઓ જાહેરાતોનુ રેવેન્યૂ દ્વારા સમર્થિત હોય છે અને જાહેરાતો અને પ્રમોશન પ્રદર્શિત કરી શકે છે. આ જાહેરાતો સેવાઓ પર સંગ્રહિત માહિતીની સામગ્રી, સેવાઓ દ્વારા થતા પ્રશ્નો અને અન્ય માહિતીને અનુલક્ષીને હોય છે.

17.2 સેવાઓ પર જાહેરાતોની પદ્ધતિ, મોડ અને તેની સમય મર્યાદા, આપને કોઈ વિશિષ્ટ સૂચના આપ્યા વગર બદલવામાં આવી શકે છે.

17.3 Google આપને સેવાઓની ઍક્સેસ અને તેના ઉપયોગની પરવાનગીને આપે છે તેને ધ્યાનમાં રાખી આપ સ્વીકારો છો કે Google સેવાઓ પર આવા પ્રકારની જાહેરાતો મૂકી શકે છે.

18. અન્ય સામગ્રી

18.1 સેવામાં અન્ય વેબસાઈટ અથવા સામગ્રી કે સંસાધનોની હાઇપરલિંક હશે. Google પાસે એવી કોઈ વેબસાઇટ્સ કે સંસાધનો પર કોઈ નિયંત્રણ નથી કે જે Google સિવાયની અન્ય કોઈ સંસ્થાઓ અથવા વ્યક્તિ દ્વારા પ્રદાન કરવામાં આવી હોય.

18.2 તમે સ્વીકારો છો કે Google કોઈપણ બાહ્ય સાઇટ્સ અથવા સંસાધનોની ઉપલબ્ધતા માટે જવાબદાર નથી અને એવી વેબ સાઇટ્સ અથવા સંસાધનો પરની અથવા તરફની કોઈપણ જાહેરાત, ઉત્પાદનો અથવા અન્ય સામગ્રીનું સમર્થન કરતું નથી.

18.3 તમે સ્વીકારો છો કે Google એવી બાહ્ય સાઇટ્સ અથવા સંસાધનોની ઉપલબ્ધતાનાં પરિણામ રૂપે આપના દ્વારા થયેલી હાનિ કે નુકસાન અથવા એવી વેબ સાઇટ્સ અથવા સંસાધનો પર અથવા તેના દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલ જાહેરાત, ઉત્પાદનો અથવા અન્ય સામગ્રીની સમ્પૂર્ણતા, ચોક્સાઈ અથવા અસ્તિત્વ પર તમારા દ્વારા વિશ્વાસ કર્યાનાં પરિણામે થયેલી હાનિ કે નુકસાન માટે જવાબદાર નથી.

19. શરતોમાં ફેરફાર

19.1 Google વૈશ્વિક શરતો અથવા વધારાની શરતોમાં સમય-સમયે ફેરફાર કરી શકે છે. જ્યારે આ ફેરફારો કરવામાં આવે, Google વૈશ્વિક શરતોની એક નવી પ્રતિલિપિ બનાવશે જે http://www.google.com/accounts/TOS?hl=gu પર ઉપલબ્ધ રહેશે અને કોઈપણ વધારાની શરતો તેનાથી સંબંધિત સેવાઓ દ્વારા અથવા તેની અંતર્ગત આપને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

19.2 આપ સ્વીકારો છો કે વૈશ્વિક શરતો અથવા વધારાની શરતોમાં ફેરફાર કર્યા પછીની તારીખથી આપ સેવાઓનો ઉપયોગ કરશો, તો Google તેને અદ્યતનિત વૈશ્વિક શરતો અથવા વધારાની શરતોનો આપના દ્વારા સ્વીકાર માનશે.

20. સામાન્ય કાનુની શરતો

20.1 કેટલીકવાર આપ જ્યારે સેવાનો ઉપયોગ કરો છો, ત્યારે આપ (પરિણામ રૂપે, કે સેવાનાં આપના ઉપયોગ દ્વારા) સેવાનો ઉપયોગ કરી શકો છો અથવા સૉફ્ટવેરનાં કોઈ ભાગને ડાઉનલોડ કરી શકો છો, અથવા કોઈ માલની ખરીદી કરી શકો છો, જે કોઈ અન્ય વ્યક્તિ અથવા કંપની દ્વારા પ્રદાન કરવામાં આવેલ હોય. આ અન્ય સેવાઓ, સૉફ્ટવેર અથવા માલનો ઉપયોગ તેની સાથે જોડાયેલ અન્ય વ્યક્તિ અથવા કંપની અને આપની વચ્ચેની અલગ શરતોનો વિષય છે. જો આમ બને, તો આ શરતો, આપના અન્ય વ્યક્તિ અથવા કંપની સાથેના કાનુની સંબંધો પર લાગુ થશે નહીં.

20.2 શરતો આપની અને Google ની વચ્ચેનાં સંપૂર્ણ કાનૂની કરારની રચના કરે છે અને સેવાનાં ઉપયોગનું સંચાલન કરે છે (પરંતુ, તે સેવા સિવાય કે જે Google આપને અલગ લિખિત કરારની અંતર્ગત પ્રદાન કરે છે), અને સેવાનાં સંબંધમાં આપની અને Google ની વચ્ચેનાં પહેલાનાં કોઈ કરારને સંપૂર્ણપણે બદલે છે.

20.3 આપ સ્વીકારો છો કે Google આપને શરતોમાંના ફેરફાર સંબંધી સૂચનાઓ સહિતની સૂચનાઓની જાણ ઈમેઇલ, નિયમિત મેઇલ અથવા સેવા પર પોસ્ટિંગ દ્વારા કરી શકે છે.

20.4 આપ સ્વીકારો છો કે જો Google કોઈપણ કાનુની હકો અથવા રેમેડી કે જે શરતોમાં રહેલી છે, તેની તાલીમ કે અમલ કરતું નથી (અથવા જેનો કોઈ લાગુ કાયદા હેઠળ Google ને ફાયદો થતો હોય), આથી આને Google ના હકોની વ્યવહારિક છૂટ ગણવામાં આવશે નહીં અને તે કે તે હકો અથવા રેમેડી Google પાસે હજી પણ ઉપલબ્ધ રહેશે.

20.5 જો કાયદાની કોઈપણ અદાલત, આ મામલા પર અધિકારક્ષેત્રમાં જવાનું નક્કી કરે, કાયદો શરતોની કોઈ જોગવાઈને અમાન્ય ઠેરવે, તો પછી તે જોગવાઈ શરતોમાંથી કાઢી નાખવામાં આવશે, અન્ય શરતો પર કોઈ અસર કર્યા વગર. શરતોની બાકીની જોગવાઈઓ માન્ય અને અમલયોગ્ય માની ચાલુ રહેશે.

20.6 આપ સ્વીકારો છો કે Google જેની પેરેંટ છે તે કંપનીનાં સમૂહનાં દરેક સભ્ય, શરતોથી લાભ લેનાર તૃતીય પક્ષ હોઈ શકે છે અને તેનાં પર વિશ્વાસ કરી, શરતોની કોઈપણ જોગવાઈ કે જે તેમનાં પર લાભપાત્ર છે, આવી કંપનીઓ આને સીધા જ અમલમાં મૂકવા માટે પાત્ર બનશે, જે તે કંપનીઓ (અથવા તેના પક્ષનાં હકો) પર લાભ પ્રદાન કરે છે. આ સિવાય, અન્ય કોઈ વ્યક્તિ અથવા કંપની શરતો અનુસાર તૃતીય પક્ષની હકદાર રહેશે નહીં.

20.7 શરતો, તથા તે શરતોની અંતર્ગત આપના Google સાથેનાં સંબંધનું સંચાલન સ્ટેટ ઑફ કેલિફોર્નિયાનાં કાયદા દ્વારા થશે. તેની કાયદાની જોગવાઇઓનાં વિરોધને ધ્યાનમાં લીધા વગર. આપ અને Google સ્વીકારો છો કે શરતો દ્વારા ઉદ્ભવેલ કોઈ પણ કાયદાકીય મામલાનાં ઉકેલ માટે સાંતા કૅલેરા, કેલિફોર્નિયા દેશની અંતર્ગત સ્થિત ન્યાયાલયનાં અનન્ય અધિકારક્ષેત્રમાં સબમિટ કરવાનું છે. તેમછતાં, આપ સ્વીકારો છો કે Google ઇંજેક્ટિવ રેમેડીઝ માટે (અથવા તો ત્વરિત કાયદાકીય રીલીફની સમાન) કોઈપણ અધિકારક્ષેત્રમાં અરજી કરી શકે છે.

એપ્રિલ 16, 2007

Google ઍપ્લિકેશનો
મુખ્ય મેનૂ