વ્યાખ્યાઓ

અસ્વીકાર

વ્યક્તિની કાનૂની જવાબદારીઓ સીમિત કરતું વિધાન.

આનુષંગિક

એવું એકમ કે જે Google ગ્રૂપની બધી કંપની એટલે કે Google LLC અને તેની તમામ સહાયક કંપની સાથે સંકળાયેલું છે, જેમાં EUમાં ગ્રાહક સેવાઓ આપતી નીચે જણાવેલી બધી કંપની શામેલ છે: Google Ireland Limited, Google Commerce Limited, and Google Dialer Inc.

કૉપિરાઇટ

એવો કાનૂની અધિકાર કે જે ઑરિજિનલ કન્ટેન્ટ (જેમ કે બ્લૉગ પરની પોસ્ટ, ફોટો અથવા વીડિયો)ના નિર્માતાને એ નક્કી કરવાની મંજૂરી આપે છે કે અન્ય લોકો કેટલીક મર્યાદાઓ અને અપવાદો (જેમ કે “ઉચિત ઉપયોગ” અને “ઉચિત વ્યવહાર”)ને આધીન તે ઑરિજિનલ કન્ટેન્ટને ઉપયોગમાં લઈ શકે કે નહીં અને તે કઈ રીતે કરી શકે.

ગ્રાહક

વ્યક્તિ જે તેના વ્યાપાર, વ્યવસાય, કલા અથવા ધંધાની બહાર વ્યક્તિગત, બિન-ધંધાકીય હેતુઓ માટે Google સેવાઓનો ઉપયોગ કરતી હોય. (વ્યાવસાયિક વપરાશકર્તા જુઓ)

જવાબદારી

કાનૂની દાવાના કોઈપણ પ્રકારને કારણે થયેલાં નુકસાન, પછી તે દાવો કરાર, (નિષ્કાળજી સહિત) અપકૃત્ય પર આધારિત હોય અથવા અન્ય કોઈ કારણે થયા હોય અને તે નુકસાન વાજબી રૂપે અપેક્ષિત થઈ શકતાં હતાં કે નહીં અથવા તે થવા વિશે પહેલેથી જાણકારી મેળવી શકાતી હતી કે નહીં.

ટ્રેડમાર્ક

વ્યાપારમાં ઉપયોગમાં લેવાયેલા ચિહ્નો, નામ અને છબીઓ કે જે એક વ્યક્તિના અથવા સંસ્થાના સામાન અથવા સેવાઓને બીજી વ્યક્તિ અથવા સંસ્થાના સામાન અથવા સેવાઓથી જુદી પાડવામાં સક્ષમ હોય છે.

તમારું કન્ટેન્ટ

અમારી સેવાઓનો ઉપયોગ કરીને તમે બનાવો, અપલોડ કરો, સબમિટ કરો, સ્ટોર કરો, મોકલો, મેળવો અથવા શેર કરો તેવી વસ્તુઓ, જેમ કે:

  • તમે બનાવો તે Docs, Sheets અને Slides
  • તમે Blogger દ્વારા બ્લૉગ પર અપલોડ કરો તે પોસ્ટ
  • તમે Maps દ્વારા સબમિટ કરો તે રિવ્યૂ
  • તમે Drive માં સ્ટોર કરો તે વીડિયો
  • તમે Gmail મારફત મોકલો અને મેળવો તે ઇમેલ
  • તમે Photos દ્વારા મિત્રો સાથે શેર કરો તે ચિત્રો
  • તમે Google સાથે શેર કરો છો તે મુસાફરી માર્ગદર્શિકાઓ

નુકસાન ભરી આપવું અથવા નુકસાનની ભરપાઈ

અન્ય વ્યક્તિ અથવા સંસ્થાને કાનૂની દાવા જેવી કાનૂની પ્રક્રિયાને કારણે થયેલું નુકસાન ભરી આપવાની વ્યક્તિની કે સંસ્થાની કરાર હેઠળની ફરજ.

બૌદ્ધિક સંપદા હકો (IP રાઇટ)

વ્યક્તિની બૌદ્ધિક રચનાઓ, જેમ કે શોધ (પેટન્ટના અધિકારો), સાહિત્યિક અને કલાત્મક કાર્યો (કૉપિરાઇટ), ડિઝાઇન (ડિઝાઇનના અધિકારો) અને વ્યાપારમાં ઉપયોગમાં લેવાયેલા ચિહ્નો, નામ અને છબીઓ (ટ્રેડમાર્ક) પર અધિકાર. બૌદ્ધિક સંપદા અધિકારોના માલિક તમે, બીજી કોઈ વ્યક્તિ અથવા સંસ્થા હોઈ શકે છે.

વૉરંટી

પ્રોડક્ટ અથવા સેવા અમુક ધોરણ સુધી કાર્યપ્રદર્શન કરશે તેની ખાતરી.

વ્યાવસાયિક વપરાશકર્તા

ગ્રાહક ન હોય તેવી વ્યક્તિ અથવા એકમ (ગ્રાહક જુઓ).

સંસ્થા

કાનૂની એકમ (જેમ કે કૉર્પોરેશન, બિન-લાભકારી સંસ્થા અથવા શાળા), પણ એક વ્યક્તિ નહીં.

સેવાઓ

નીચે જણાવેલી સેવાઓ સહિતની https://policies.google.com/terms/service-specific પર સૂચિબદ્ધ પ્રોડક્ટ અને સેવાઓ, Googleની આ શરતોને આધીન છે:

  • ઍપ અને સાઇટ (જેમ કે Search અને Maps)
  • પ્લૅટફૉર્મ (જેમ કે Google Shopping)
  • એકીકૃત સેવાઓ (અન્ય કંપનીઓની ઍપ અથવા સાઇટમાં શામેલ કરેલા Maps જેવી)
  • ડિવાઇસ અને અન્ય પ્રોડક્ટ (જેમ કે Google Nest)

આમાંની ઘણી સેવાઓમાં એવું કન્ટેન્ટ પણ શામેલ હોય છે, જેને તમે સ્ટ્રીમ કરી શકો છો અથવા તેની સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી શકો છો.

Google ઍપ્લિકેશનો
મુખ્ય મેનૂ