Google સેવાની શરતો

છેલ્લે સુધારા કરેલ: 25 ઑક્ટોબર, 2017 (આર્કાઇવ કરેલા સંસ્કરણો જુઓ)

Google પર આપનું સ્વાગત છે!

અમારા ઉત્પાદનો અને સેવાઓનો (“સેવાઓ”)ઉપયોગ કરવા બદલ આભાર. સેવાઓ Google LLC (“Google”) located at 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States દ્વારા પ્રદાન કરેલી છે.

અમારી સેવાઓનો ઉપયોગ કરીને, તમે આ શરતો સાથે સંમત થાઓ છો. કૃપયા તેમને ધ્યાનપૂર્વક વાંચો.

અમારી સેવાઓ ખૂબ વિપરીત છે, તેથી કેટલીકવાર વધારાની શરતો અથવા ઉત્પાદન આવશ્યકતાઓ (ઉમર સંબંધિત આવશ્યકતાઓ સહિત) લાગુ થઈ શકે છે. વધારાની શરતો સુસંગત સેવાઓ સાથે ઉપલબ્ધ થશે, અને જો તમે તે વધારાની સેવાઓનો ઉપયોગ કરશો તો તે વધારાની શરતો તમારા અમારી સાથેના કરારનો એક ભાગ બનશે.

અમારી સેવાઓનો ઉપયોગ

સેવાની અંતર્ગત તમને ઉપલબ્ધ થયેલી કોઈપણ નીતિઓને તમારે અનુસરવું પડશે.

અમારી સેવાઓનો દુરુપયોગ કરશો નહીં. ઉદાહરણ તરીકે, અમારી સેવાઓમાં માથું મારશો પાડશો નહીં અથવા અમે પ્રદાન કરેલ ઇંટરફેસ અને સૂચનાઓ સિવાય કોઈ પદ્ધતિનો ઉપયોગ કરીને તેમને ઍક્સેસ કરવાનો પ્રયાસ કરશો નહીં. તમે અમારી સેવાઓનો ઉપયોગ લાગુ નિકાસ અને પુનર્નિકાસ નિયંત્રણ કાયદા અને નિયમનો સહિત ફક્ત કાયદા દ્વારા પ્રાપ્ત પરવાનગી મુજબ જ કરી શકો છો. જો તમે અમારી શરતો અથવા નીતિઓનું પાલન નહિં કરો અથવા તપાસ કરતાં અમને શંકાસ્પદ ગેરવર્તનની જાણ થશે તો અમે તમને સેવાઓ આપવાનું નિલંબિત અથવા બંધ કરી શકીએ છીએ.

અમારી સેવાઓનો ઉપયોગ તમને અમારી સેવાઓની કોઈ પણ બૌદ્ધિક સંપદા હકોની અથવા તમે ઍક્સેસ કરો છો તે સામગ્રીની માલિકી આપતું નથી. જ્યાં સુધી તમે તેના માલિક પાસેથી પરવાનગી મેળવી નહિં લો અન્યથા તે કાયદા ને આધિન હોય તેવી અનુમતિ લીધા સિવાય , તમે અમારી સામગ્રીનો ઉપયોગ કરી શકશો નહિં. આ શરતો તમને અમારી સેવાઓમાં વપરાયેલ બ્રાંડિંગ અથવા લૉગોઝનો ઉપયોગ કરવાનો અધિકાર આપતી નથી. અમારી સેવાઓ અથવા સેવા સાથે પ્રદર્શિત કરેલ કોઈપણ કાનૂની નોટીસ કાઢી નાખશો નહિં અસ્પષ્ટ કરશો નહિં અથવા, બદલી નાખશો નહિં.

અમારી સેવાએ એવી કેટલીક સામગ્રી દર્શાવી છે કે જે Google ની નથી. આ સામગ્રી તેને ઉપલબ્ધ કરાવનારી એકમની સંપૂર્ણ જવાબદારીની છે. તે સામગ્રી ગેરકાનૂની છે અથવા અમારી નીતિઓનું ઉલ્લંઘન કરે છે કે નહીં એ નિર્ધારિત કરવા માટે અમે સામગ્રીની સમીક્ષા કરી શકીએ છીએ અને જયારે અમને વ્યાજબી લાગે કે તે સામગ્રી ગેરકાનૂની છે અથવા અમારી નીતિઓનું ઉલ્લંઘન કરે છે તો અમે તે સામગ્રીને પ્રદર્શિત કરવાનું નકારીબંધ કરી અથવા પ્રદર્શિત કરવાનો ઇનકાર કરી શકીએ છીએ. પણ એ જરૂરી નથી કે તેનો અર્થ એ થાય કે કે અમે તે તેથી કૃપા કરીને એવું માનશો નહીં કે અમે તે સામગ્રીની સમીક્ષા કરીએ છીએ, તેથી કૃપા કરીને એવું માનશો નહીં કે અમે તે કરીએ છીએ.

સેવાઓના તમારા ઉપયોગ દરમ્યાન, અમે તમને સેવા ઘોષણાઓ, વહીવટી સંદેશાઓ, અને અન્ય માહિતીઓ મોકલી શકીએ છીએ. તમે આ સમાચારોમાંનાં કેટલાકને નાપસંદ કરી શકો છો.

મોબાઇલ સાધનો પર અમારી કેટલીક સેવાઓ ઉપલબ્ધ છે. તમને વિચલિત કરે અને તમને ટ્રાફિક અથવા સલામતી કાયદાનું પાલન કરવાથી રોકે એ રીતે આ સેવાઓનો ઉપયોગ કરશો નહીં.

તમારું Google એકાઉન્ટ

અમારી કેટલીક સેવાઓનો ઉપયોગ કરવા માટે તમને એક Google એકાઉન્ટની જરૂર પડી શકે છે. તમે તમારું પોતાનું Google એકાઉન્ટ બનાવી શકો છો અથવા કોઈ વ્યવસ્થાપક દ્વારા તમને તમારું Google એકાઉન્ટ અસાઇન કરવામાં આવી શકે છે, જેમકે તમારા નિયોક્તા અથવા શૈક્ષણિક સંસ્થા. જો તમે વ્યવસ્થાપક દ્વારા અસાઇન કરાયેલ Google એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યા છો, તો અલગ અથવા વધારાની શરતો લાગુ થઈ શકે છે અને તમારા વ્યવસ્થાપક તમારા એકાઉન્ટને ઍક્સેસ કરવા અથવા અક્ષમ કરવા માટે સક્ષમ હોઈ શકે છે.

તમારું Google એકાઉન્ટ સુરક્ષિત કરવા માટે, તમારા પાસવર્ડને ગોપનીય રાખો. તમારા Google એકાઉન્ટ પર અથવા તેના દ્વારા થતી પ્રવૃત્તિઓ માટે તમે જવાબદાર છો. તૃતીય-પક્ષ એપ્લિકેશન્સ પર તમારો Google એકાઉન્ટ પાસવર્ડનો ફરીથી ઉપયોગ ન કરવાનો પ્રયાસ કરશો. જો તમને તમારા પાસવર્ડ અથવા Google એકાઉન્ટના કોઈપણ અનધિકૃત ઉપયોગની જાણ થાય, તો આ નિર્દેશોને અનુસરો.

ગોપનીયતા અને કૉપિરાઇટ સુરક્ષા

જયારે તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો છો ત્યારે અમે તમારા વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ અને તમારી ગોપનીયતાનું કેવી રીતે રક્ષણ કરીએ છીએ તેની સમજ Google ની ગોપનીયતા નીતિઓ સ્પષ્ટ કરે છે. અમારી સેવાઓનો ઉપયોગ કરીને, તમે સંમત થાઓ છો કે Google આ ડેટાનો ઉપયોગ અમારી ગોપનીયતા નીતિઓને આધીન રહીને કરી શકે છે.

અમે કથિત કૉપિરાઇટ ઉલ્લંઘનની સૂચનાઓનો પ્રતિસાદ આપીએ છીએ અને વારંવાર ઉલ્લંઘન કરનારનું એકાઉન્ટ યુ.એસ. ડિજિટલ મિલેનિયમ કૉપિરાઇટ એક્ટમાં સેટ કરેલ પ્રક્રિયા અનુસાર બંધ કરીએ છીએ.

અમે કૉપિરાઇટ ધારકોને તેમની બૌધિક સંપદાને ઑનલાઇન મેનેજ કરવામાં સહાય માટે માહિતી પ્રદાન કરીએ છીએ. જો તમને એવો વિચાર આવે છો કે કોઈ તમારા કૉપિરાઇટનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને અમને સૂચિત કરવા માંગો છો, તો તમે સૂચનાઓ રજૂ કરવા તથા તે સૂચનાઓને પ્રતિસાદ આપવાની Googleની નીતિ વિશેની માહિતી અમારા સહાય કેન્દ્રમાંથી મેળવી શકો છો.

અમારી સેવાઓમાં તમારી સામગ્રી

અમારી કેટલીક સેવાઓ તમને સામગ્રી અપલોડ કરવાની, સબમિટ કરવાની, સ્ટોર કરવાની, મોકલવાની અથવા પ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે. તમે તે સામગ્રીમાં જે કોઈપણના બૌદ્ધિક સંપદા હકો ધરાવો છો તેની માલિકી તમારી રહેશે. ટૂંકમાં, જે કંઈપણ તમારું છે તે તમારું જ રહેશે.

જ્યારે તમે અમારી સેવાઓ પર અથવા તેના દ્વારા સામગ્રીને અપલોડ કરો, સબમિટ કરો, સ્ટોર કરો, મોકલો છો અથવા પ્રાપ્ત કરો છો, ત્યારે તમે Google (અને જેમની સાથે અમે કાર્ય કરીએ છીએ) તેને તમે આવી સામગ્રીનો ઉપયોગ, હોસ્ટ, સ્ટોર, પુનરુત્પાદન કરવા, સંશોધિત કરવા, વ્યુત્પાદિત કાર્યો કરવા (જેમ કે અમારા દ્વારા કરવામાં આવેલ અનુવાદો, રૂપાંતરણો અથવા ફેરફારોના પરિણામે થનાર કાર્ય જેનાથી તમારી સામગ્રી અમારી સેવાઓની સાથે વધુ સારી રીતે કાર્ય કરે છે), સંચાર કરવા, પ્રકાશિત કરવા, સાર્વજનિક બનાવવા, સાર્વજનિક પ્રદર્શન અને વિતરણ કરવા માટેનું એક વિશ્વવ્યાપી લાઇસેંસ આપો છો. આ લાઇસેંસમાં તમે જે અધિકારો આપો છો તે અમારી સેવાઓને ચલાવવા, તેનો પ્રચાર કરવા અને બહેતર બનાવવા તથા નવી સેવાઓને વિકસિત કરવા માટેના મર્યાદિત હેતુ માટે છે. જો તમે અમારી સેવાઓનો ઉપયોગ બંધ કરો છો તો પણ આ લાઇસેંસ ચાલુ રહે છે (ઉદાહરણ તરીકે, તમે Google નકશા પર ઉમેરેલી વ્યવસાય સૂચિ માટે). કેટલીક સેવાઓ તમને તે સેવાને પ્રદાન કરવામાં આવેલી સામગ્રીને ઍક્સેસ કરવા અને દૂર કરવા માટેની રીતો ઓફર કરી શકે છે. ઉપરાંત, અમારી કેટલીક સેવાઓમાં, એવી શરતો અથવા સેટિંગ્સ છે કે જે તે સેવાઓમાં સબમિટ કરેલ સામગ્રીના અમારા ઉપયોગના ક્ષેત્રને સંકુચિત કરે છે. ખાતરી કરો કે તમે અમારી સેવાઓ પર સબમિટ કરો છો તે કોઈપણ સામગ્રી માટે અમને આ લાઇસેંસ આપવા માટેના આવશ્યક અધિકારો ધરાવો છો.

અમારી સ્વચલિત સિસ્ટમ્સ તમને કસ્ટમાઇઝ કરેલ શોધ પરિણામો, સમાયોજિત જાહેરાતો અને સ્પામ અને માલવેર શોધ જેવા વ્યક્તિગત રૂપે સંગત ઉત્પાદનો પ્રદાન કરવા માટે તમારી સામગ્રી (ઇમેઇલ્સ સહિત)નું વિશ્લેષણ કરે છે. આ વિશ્લેષણ સામગ્રી મોકલવા, પ્રાપ્ત થવા અને તે સંગ્રહિત કરવા પર થાય છે.

જો તમારી પાસે એક Google એકાઉન્ટ હોય, તો અમે તમારું પ્રોફાઇલ નામ, પ્રોફાઇલ ફોટો અને તમે Google પર અથવા અમારી સેવાઓમાં તમારા Google એકાઉન્ટથી કનેક્ટ કરેલ તૃતીય-પક્ષ એપ્લિકેશન્સ પર લો છો તે ક્રિયાઓ (જેમ કે પસંદ કરવું, તમે લખો છો તે સમીક્ષાઓ અને તમે પોસ્ટ કરો છો તે ટિપ્પણીઓ)ને પ્રદર્શિત કરી શકીએ છીએ જેમાં જાહેરાતો અને અન્ય વ્યાવસાયિક સંદર્ભોમાં પ્રદર્શિત કરવું શામેલ છે. તમારા Google એકાઉન્ટમાં શેરિંગ અથવા દૃશ્યતા સેટિંગ્સને મર્યાદિત કરવા માટે તમે કરો છો તે પસંદોનો અમે આદર કરીશું. ઉદાહરણ તરીકે, તમે તમારી સેટિંગ્સ પસંદ કરી શકો છો જેથી તમારું નામ અને ફોટો જાહેરાતમાં દેખાય નહીં.

અમુક ચોક્કસ સેવાઓ માટે વધારાની શરતો અથવા ગોપનીયતા નીતિમાં Google સામગ્રીનો ઉપયોગ કેવી રીતે કરે છે અથવા કેવી રીતે સ્ટોર કરે છે તે ની વધુ માહિતી તમે જાણી શકો છો. જો તમે અમારી સેવાઓ વિશે પ્રતિસાદ અથવા સૂચનો રજૂ કરો છો, તો અમે તે પ્રતિસાદ અથવા સૂચનોનો ઉપયોગ તમને બંધનકારક કર્યા વગર કરી શકીએ છીએ.

અમારી સેવાઓમાંના સૉફ્ટવેર વિશે

જ્યારે કોઈ સેવાને જરૂર હોય અથવા તેમાં ડાઉનલોડ કરવાયોગ્ય સૉફ્ટવેર શામેલ હોય, તો આ સૉફ્ટવેર નવું સંસ્કરણ અથવા સુવિધા ઉપલબ્ધ થતાં આપમેળે અપડેટ થઈ શકે છે. કેટલીક સેવાઓથી તમે તમારી સ્વયંચાલિત અપડેટ સેટિંગ્સને સમાયોજિત કરી શકો છો.

Google તમને આપવામાં આવેલ સેવાઓનાં એક ભાગ રૂપે Google દ્વારા પ્રદાન કરવામાં આવેલ સૉફ્ટવેરનાં ઉપયોગ માટેનું એક વ્યક્તિગત, વૈશ્વિક, રૉયલ્ટી-ફ્રી, નોન-અસાઇનેબલ અને નોન- એક્સક્લુઝિવ લાઇસેંસ આપે છે. આ લાઇસેંસ, Google દ્વારા પ્રદાન કરેલી સેવાનાં ફાયદાઓનો, આ શરતોને આધીન રહી, ઉપયોગ કરવા અને આનંદ લેવા માટેનાં ઉદ્દેશ્યની પૂર્તિ માટે આપવામાં આવ્યું છે. જ્યાં સુધી કાયદો આ પ્રતિબંધોને નિષિદ્ધ કરે અથવા તમારી પાસે અમારી લેખિત પરવાનગી ન હોય, ત્યાં સુધી તમે અમારી સેવાઓ અથવા શામેલ કોએ સૉફ્ટવેરના કોઈ ભાગની કૉપિનકલ , સંશોધન, વિતરણ, વેચાણ અથવા ભાડે આપી શકતા નથી, અથવાશકશો નહિં તેમજ તે સૉફ્ટવેરના સ્રોત સોર્સ કોડને કાઢવાનો પ્રયાસ અથવા તેની વિપરીત તકનીક કરી શકશો નહીં.

અમારા માટે ઑપન સોર્સ સૉફ્ટવેર મહત્વપૂર્ણ છે. અમારી સેવામાં ઉપયોગમાં લેવાયેલા કેટલાક સૉફ્ટવેર ઓપન સોર્સ લાઇસેંસ હેઠળ આપવામાં આવી શકે છે કે જેને અમે તમારા માટે ઉપલબ્ધ કરાવીશું. ઑપન સોર્સ લાઇસેંસમાં એવી જોગવાઈઓ હોઈ શકે છે કે જે આમાંની કેટલીક શરતોની ઉપરવટ જઈને અગ્રતાનો દાવો કરે છે .

અમારી સેવાઓને ફેરબદલ અને સમાપ્ત કરવી

અમે સતત અમારી સેવાઓને બદલતા અને વધુ સુધારતા રહીએ છીએ. અમે કાર્યક્ષમતાઓ અથવા સુવિધાઓને ઉમેરી શકીએ છીએ અથવા દૂર કરી શકીએ છીએ અને અમે કોઈ સેવાને એકસાથે નિલંબિત કરી અથવા રોકી શકીએ છીએ.

તમે કોઈપણ સમયે અમારી સેવાઓને ઉપયોગ કરવાનું બંધ કરી શકો છો, જો કે તમને જતાં જોઈને અમને દુઃખ થશે. Google કોઈપણ સમયે તમને સેવાઓ આપવાનું અથવા અમારી સેવાઓમાં નવી સીમાઓ ઉમેરવાનું અથવા બનાવવાનું પણ બંધ કરી શકે છે.

અમે માનીએ છીએ કે ડેટા તમારો છે અને આવા ડેટાની તમારી ઍક્સેસને જાળવી રાખવી મહત્વપૂર્ણ છે. જો અમે સેવાને રોકીએ છીએ, તો જ્યાં વ્યાજબી શક્યતા હોય ત્યાં અમે તમને વ્યાજબી પૂર્વ સૂચિત ખબર આપીશું અને તે સેવામાંથી માહિતી લેવાની તક આપીશું.

અમારી વૉરંટીઝ અને અસ્વીકરણો

અમે વાણિજિયક રૂપે વાજબી સ્તરનો ઉપયોગ કરીને અમારી કૌશલ અને ચીવટતાથી સેવાઓ આપીએ છીએ અને અમને આશા છે કે તમને તેમનો ઉપયોગ કરવામાં આનંદ આવશે. પણ એવી નિશ્ચિત વસ્તુઓ છે કે જેનું વચન અમે અમારી સેવાઓ વિશે આપતાં નથી.

આ શરતો અથવા વધારાની શરતોમાં સ્પષ્ટ રૂપે જણાવ્યા હોવા છતાં , Google કે તેના સપ્લાયર્સ અથવા વિતરકો સેવાઓ વિશે કોઈપણ ચોક્કસ વચનો આપતાં નથી. ઉદાહરણ તરીકે, અમે સેવાઓમાંની સામગ્રી, સેવાઓના ચોક્કસ કાર્યો અથવા તેમની વિશ્વસનીયતા અથવા તમારી આવશ્યકતાઓને પૂર્ણ કરવાની ક્ષમતા વિશે કોઈપણ વચનો આપતાં નથી. અમે સેવાઓ “જેમ છે તેમ” ના આધારે આપીએ છીએ.

કેટલાક ન્યાયક્ષેત્રો અમુક વૉરંટીઝ આપે છે, જેમકે મર્કેન્ટેબિલીટી ની ગર્ભિત વૉરંટી , ચોક્કસ હેતુ માટે ની યોગ્યતા અને બિન-ઉલ્લંઘન માટેની લાગુ વૉરંટી. કાયદા દ્વારા મહત્તમ પરવાનગી પ્રાપ્ત સુધી, અમે તમામ વૉરંટીઝને બાકાત રાખીએ છીએ.

અમારી સેવાઓ માટેની જવાબદારી

કાયદા દ્વારા મંજૂરી મળવા પર Google અને Google ના સપ્લાયર્સ અને વિતરકો ગુમાવેલો નફો , રાજ્યની આવક અથવા ડેટા, નાણાંકીય નુકસાનો અથવા આડકતરા , વિશેષ, આનુષંગિક દ્રષ્ટાંત અથવા દંડનીય નુકસાનો માટે જવાબદાર રહેશે નહીં.

કાયદા દ્વારા મહત્તમ પરવાનગી પ્રાપ્ત થઈ હોય ત્યાં સુધી, કોઈપણ દાવાની ગર્ભિત વૉરંટીઝ સહિત આ શરતો હેઠળ Google અને તેના સપ્લાયર્સ અને વિતરકોની કુલ જવાબદારી તમે સેવાઓ (અથવા જો અમે તમને સેવાઓ ફરી આપવાનું પસંદ કરીએ છીએ) નો ઉપયોગ કરવા માટે અમને ચૂકવો છો તે રકમ સુધી મર્યાદિત છે.

તમામ કિસ્સાઓમાં, Google અને તેના સપ્લાયર્સ અને વિતરકો વાજબી રૂપે અગાઉથી જાણી ન શકાતાં કોઈપણ ક્ષતિ અથવા નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.

અમારી સેવાઓના વ્યવસાય ઉપયોગો

જો અમારી સેવાઓનો ઉપયોગ તમે કોઈ વ્યવસાય વતી કરી રહ્યાં હોય , તો તે વ્યવસાય આ શરતોને સ્વીકારે છે. તે Google અને તેના આનુષંગિકો, અધિકારીઓ, એજંટ્સ અને કર્મચારીઓને કોઈપણ દાવા, મુકદ્દમો અથવા તેને લગતી સેવાઓનાં ઉપયોગથી ઉદ્દભવતી કાનૂની કાર્યવાહી અથવા આ શરતોના ઉલ્લંઘનથી સંબંધિત હોય,તેવી કોઈપણ જવાબદારી અથવા ખર્ચ સહિત શામેલ હોય એવા કોઈપણ દાવા, હાનિ, ક્ષતિ, અરજી, ચુકાદો, મુકદ્દમાનો ખર્ચો અને વકીલની ફી વગેરથી સંબંધિત હોય, તેનાથી બચાવશે અને નુકસાન ભરપાઈ કરશે.

આ શરતો વિશે

અમે આ શરતો અથવા સેવા પર લાગુ થતી કોઈપણ વધારાની શરતો, ઉદાહરણ તરીકે, કાયદામાં ફેરબદલ અથવા અમારી સેવાઓમાં થતાં સુધારમાં ફેરફાર કરી શકીએ છીએ. તમારે નિયમિત રૂપે શરતોને જોવી જોઈએ. અમે આ પૃષ્ઠ પર આ શરતો પરના સંશોધનોની સૂચના પોસ્ટ કરીશું. અમે લાગુ સેવામાં વધારાની શરતોની સૂચના પોસ્ટ કરીશું. ફેરફારો ભૂતકાલીન સ્થિતિથી લાગુ થશે નહીં અને તે પોસ્ટ કર્યા પછીના ચૌદ દિવસ કરતાં પહેલાં લાગુ થશે નહીં. આમ છતાં , સેવા માટે નવા કાર્યોને બતાવતાં ફેરફારો અથવા કાનૂની કારણોસર કરાયેલા ફેરફારો તુરંત લાગુ થશે. જો તમે સેવા માટે ફેરબદલ થયેલ શરતોથી સંમત નહિં થાવ , તો તમારે તે સેવાના તમારા ઉપયોગને બંધ કરવો જોઈએ.

જો આ શરતો અને વધારાની શરતો માટે કોઈ વચ્ચે વિરોધાભાસ છે, તો તે વિરોધાભાસ માટે વધારાની શરતોને નિયંત્રિત કરવામાં આવશે.

આ શરતો Google અને તમારી વચ્ચેના સંબંધને નિયંત્રિત કરે છે. તે કોઈપણ ત્રાહિત વ્યક્તિનાં હિતાધિકારોનું નિર્માણ કરતાં નથી.

જો તમે આ શરતોનું પાલન કરતાં નથી અને અમે તાત્કાલિક કોઈ પગલાં લેતાં નથી, તો એનો અર્થ એ નથી કે અમે અમારી પાસે હોઈ શકે એવા કોઈપણ અધિકારો (જેમ કે ભવિષ્યમાં કોઈ પગલાં લેવા) ને જતાં કરી રહયાં છે.

જો એવું બને કે કોઈ ચોક્કસ શરત લાગુ કરવા યોગ્ય નહિં હોય, તો તે અન્ય કોઈપણ શરતોને અસરકર્તા રહેશે નહિં.

કેલિફોર્નિયાના વિરોધાભાસી કાનૂની નિયમો સિવાય કેલિફોર્નિયા, યુ.એસ.એ.ના કાયદાઓ, આ શરતો અથવા સેવાથી સંબંધિત અથવા તેનાથી ઉદભવતાં કોઈપણ વિવાદો પર લાગુ થશે. આ શરતો અને સેવાઓથી સંબંધિત અથવા તેમાંથી ઉદભવેલા તમામ દાવાઓ અનન્ય રૂપે સાંતા ક્લારા કાઉન્ટી, કેલિફોર્નિયા, યુ.એસ.એ.ની સંઘીય અથવા રાજ્ય ન્યાયાલયની હકુમત માં માંડવામાં આવશે, અને તમે અને Google તે ન્યાયાલયનાં વ્યક્તિગત ન્યાયધીશોની હકુમત ને સંમત રહેશો.

Google નો સંપર્ક કરવા વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને અમારા સંપર્ક પૃષ્ઠની મુલાકાત લો.