અમારી ગોપનીયતા નીતિના આર્કાઇવ કરેલા વર્ઝનમાંથી આ કન્ટેન્ટને લેવામાં આવ્યુ છે. અમારી હાલની ગોપનીયતા નીતિ માટે અહીં જુઓ.

"તમને સૌથી વધુ ઉપયોગી જણાતી જાહેરાતો"

ઉદાહરણો

  • ઉદાહરણ તરીકે, જો તમે બાગકામ વિશે વેબસાઇટ્સ અને બ્લોગ્સની વારંવાર મુલાકાત લો છો, તો વેબને બ્રાઉઝ કરતાંની સાથે તમને બાગકામથી સંબંધિત જાહેરાતો દેખાઈ શકે છે. અને જો તમે YouTube પર બેકિંગ વિશે વિડિઓઝ જુઓ છો, તો તમને બેકિંગથી સંબંધિત જાહેરાતો વધુ દેખાઈ શકે છે. વધુ જાણો.
  • અમે તમારા નજીકના સ્થાનને નિર્ધારિત કરવા માટે તમારા વર્તમાન IP-સરનામાંનો ઉપયોગ કરીએ છીએ, જેથી જો તમે "પિઝા" માટે શોધો છો તો અમે તમને નજીકની પિઝા વિતરણ સેવા માટેની જાહેરાતો આપી શકીએ અથવા જો તમે "સિનેમા" માટે શોધો છો તો અમે તમને સૌથી નજીકના સિનેમા માટે શોટાઇમ બતાવી શકીએ. વધુ જાણો.
  • અમારી સિસ્ટમ તમને વધુ સંબંધિત જાહેરાતો આપવા માટે Gmail માં ઇમેઇલ્સ જેવી અમારી સેવાઓમાં સામગ્રીને આપમેળે સ્કેન કરી શકે છે. તેથી જો તમને તાજેતરમાં ફોટોગ્રાફી અથવા કેમેરા વિશે ઘણાં બધા સંદેશા પ્રાપ્ત થયાં હોય, ઉદાહરણ તરીકે, તમને સ્થાનિક કેમેરાની દુકાન પરના કોઈ સોદાને સાંભળવામાં રુચિ હોઈ શકે છે. બીજી બાજુ, જો તમે આ સંદેશાની જાણ સ્પામ તરીકે કરી છે, તો તમે સંભવિત રૂપે તે સોદા જોવા માગતા નહીં હોવ. આ પ્રકારની સ્વચલિત પ્રક્રિયા એ છે કે એવી કેટલી ઇમેઇલ સેવાઓ છે જે સ્પામ ફિલ્ટર કરવા અને જોડણી તપાસ જેવી સુવિધાઓ આપે છે. Gmail માં જાહેરાત લક્ષ્યીકરણ સ્વચલિત છે અને તમને જાહેરાતો અથવા સંબંધિત માહિતી બતાવવા માટે કોઈ માનવ તમારી ઇમેઇલ અથવા Google એકાઉન્ટ માહિતી વાંચતાં નથી. Gmail માં જાહેરાતો વિશે અહીં વધુ જાણો.
Google ઍપ્લિકેશનો
મુખ્ય મેનૂ