કિશોર વયના માટે પ્રાઇવસી સંબંધિત માર્ગદર્શિકા
Google પર તમારી પ્રાઇવસી
આ એ સ્થાન છે કે જ્યાંથી તમે પ્રાઇવસી વિશે અમને સૌથી વધુ પૂછાતા કેટલાક પ્રશ્નોના જવાબો મેળવી શકો છો, જેમ કે ડેટા શું હોય છે? જો તમે વધુ કંઈ જાણવા માગતા હો, તો પ્રાઇવસી પૉલિસી પર પણ એક નજર કરો.
તમારું લોકેશન
શું Googleને મારા લોકેશનની જાણકારી હોય છે?
તમે જ્યારે પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરો ત્યારે તમે આશરે કયા સ્થાન પર છો, એ વાતનું અનુમાન ઍપ અને સાઇટ લગાવી શકે છે અને આ જ વાત Google પર પણ લાગુ થાય છે. તમારા ડિવાઇસના સેટિંગના આધારે Google તમારું સચોટ લોકેશન પણ જાણી શકે છે. (મારું લોકેશન કેટલું સચોટ છે? તે જુઓ)
જ્યારે તમે Search, Maps અથવા Google Assistant વડે Google પર કંઈક શોધો, ત્યારે તમને વધુ ઉપયોગી પરિણામો આપવા માટે તમારા વર્તમાન લોકેશનનો ઉપયોગ કરવામાં આવી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે 'રેસ્ટોરન્ટ' શોધો, તો શક્ય છે કે તમે જે સ્થાન પર છો, તેની આસપાસની રેસ્ટોરન્ટ વિશેના પરિણામો સૌથી વધુ મદદરૂપ રહેશે.
તમારું લોકેશન મેનેજ કરવાની રીત જુઓ
હું લોકેશનની માહિતી ચાલુ અને બંધ કેવી રીતે કરી શકું?
જ્યારે તમે Google પર કંઈક શોધો, ત્યારે Google હંમેશાં જે સ્થાન પરથી તમે શોધી રહ્યાં હો, તેના સામાન્ય વિસ્તારનું અનુમાન લગાવશે. તમે ઉપયોગ કરતા હો, એવી ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરેલી અન્ય કોઈપણ ઍપ અથવા વેબસાઇટની જેમ Google પણ તમારા ડિવાઇસના IP ઍડ્રેસના આધારે તમારા લોકેશનનું અનુમાન લગાવી શકે છે. વધુ માહિતી માટે, હું ક્યાં છું તેની જાણ Googleને કેવી રીતે થાય છે? જુઓ.
તમે Googleનો ઉપયોગ કરતા હો, ત્યારે તમારું સચોટ લોકેશન મોકલવું કે નહીં તે પસંદ કરવા તમે અલગ-અલગ ઍપ, સાઇટ અને તમારા ડિવાઇસ માટે લોકેશનની પરવાનગીઓ ચાલુ કે બંધ કરી શકો છો.
જો તમે તમારા ઘરનું કે ઑફિસનું સરનામું સેટ કર્યું હોય અને Google અનુમાન લગાવે કે તમે ઘરે અથવા ઑફિસે છો, તો એ ચોક્કસ સરનામાનો ઉપયોગ તમને શોધવા માટે કરવામાં આવશે.
મારા લોકેશનની માહિતી કેટલી સચોટ હોય છે?
તમારો સામાન્ય વિસ્તાર
જ્યારે તમે Google પર કંઈક શોધો, ત્યારે Google હંમેશાં જે સ્થાન પરથી તમે શોધી રહ્યાં હો, તેના સામાન્ય વિસ્તારનું અનુમાન લગાવશે. આ રીતે Google તમને સુસંગત પરિણામો આપી શકે છે અને નવા શહેરમાંથી સાઇન ઇન કરવા જેવી અસામાન્ય ઍક્ટિવિટીની ભાળ મેળવીને તમારા એકાઉન્ટને સલામત રાખે છે.
સામાન્ય વિસ્તાર 3 ચોરસ કિમી કરતાં વધુ મોટો હોય છે અને તેમાં ઓછામાં ઓછા 1,000 વપરાશકર્તાઓ હોય છે, તેથી તમે જે સામાન્ય વિસ્તારમાંથી શોધી રહ્યાં હો, તેના પરથી તમને ઓળખી શકાતા નથી, પરિણામે તમારી પ્રાઇવસીને સુરક્ષિત રાખવામાં મદદ મળે છે.
તમારું સચોટ લોકેશન
જો તમે તમારા તરફથી પરવાનગી આપો, તો Google તમારા સચોટ લોકેશનનો ઉપયોગ કરી શકે છે. ઉદાહરણ તરીકે, “મારી નજીકમાં આવેલા આઇસક્રીમના સ્ટોર” અથવા કોઈ સ્ટોર સુધી ચાલતાં જવા માટેના વારા ફરતી દિશાનિર્દેશો જેવા સૌથી સુસંગત શોધ પરિણામો પરત કરવા માટે Googleને તમારા સચોટ લોકેશનની જરૂર હોય છે.
સચોટ લોકેશન એટલે જે ચોક્કસ જગ્યાએ તમે હાજર હો તે, જેમ કે કોઈ ખાસ સરનામું.
Googleને મારા સ્થાનની કેવી રીતે ખબર પડે છે?
તમારા લોકેશનની માહિતી અલગ-અલગ સૉર્સ તરફથી આવે છે, તે બધી માહિતીનો ઉપયોગ તમે ક્યાં છો તેનું અનુમાન લગાવવા માટે કરવામાં આવે છે.
તમારા ડિવાઇસનું IP ઍડ્રેસ
IP ઍડ્રેસ ફોન નંબરના એરિયા કોડની જેમ મોટે ભાગે ભૌગોલિક સ્થાન પર આધારિત હોય છે. આનો અર્થ થાય છે કે તમે google.com સહિત જે કોઈ ઍપ કે વેબસાઇટનો ઉપયોગ કરતા હો, તે તમારા IP ઍડ્રેસને કારણે તમે જે સ્થાન પર હો તેના સામાન્ય વિસ્તારનું અનુમાન લગાવી શકે છે. તમારા ડિવાઇસનું IP ઍડ્રેસ તમારી ઇન્ટરનેટ સેવા આપનાર કંપની દ્વારા તમારા ડિવાઇસને આપવામાં આવે છે અને ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે તે જરૂરી હોય છે.
તમારા ડિવાઇસનું લોકેશન
જો તમે Google ઍપ કે સાઇટને તમારા ડિવાઇસના લોકેશનની માહિતીનો ઉપયોગ કરવાની પરવાનગી આપો, તો તમે ક્યાં છો તે સમજવામાં મદદ માટે તેનો ઉપયોગ કરવામાં આવી શકે છે. લગભગ બધા ડિવાઇસની ઑપરેટિંગ સિસ્ટમમાં લોકેશન સેટિંગ હોય છે, સામાન્ય રીતે તે સેટિંગમાં જોવા મળે છે.
Google પર તમારી ઍક્ટિવિટી
Google પર અગાઉની તમારી શોધના આધારે, તમે જે સ્થાન પર હો તેના સામાન્ય વિસ્તારનું અનુમાન Google લગાવી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે વારંવાર મુંબઈમાં પિઝા શોધતા હો, તો શક્ય છે કે તમે મુંબઈના પરિણામો જ જોવા માગો છો.
તમારા લેબલ કરેલા લોકેશન
જો તમે તમારા ઘરનું કે ઑફિસનું સરનામું સેટ કરો, તો તમે ક્યાં છો તેનું અનુમાન લગાવવા માટે Google તેનો ઉપયોગ કરી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે તમારા ઘરનું સરનામું સેટ કરો અને તમારું IP ઍડ્રેસ, અગાઉની ઍક્ટિવિટી અથવા લોકેશનની માહિતી માટેના અન્ય સૉર્સ પરથી એવું સૂચન મળે કે તમે તમારા ઘરની પાસે ક્યાંક હોઈ શકો છો, તો પછી તમે જે લોકેશન પર હો, તેના અનુમાન તરીકે અમે તમારા ઘરના સ્થાનની માહિતીનો ઉપયોગ કરીશું.
મારું લોકેશન કોણ જોઈ શકે છે?
એ તમારા પર નિર્ભર હોય છે. જો તમે Googleની લોકેશન શેરિંગ સુવિધાનો ઉપયોગ કરતા હો, તો તમે Googleની બધી સેવાઓ પરના તમારા મિત્રો અને કુટુંબના સભ્યો સાથે તમારું રિઅલ-ટાઇમ લોકેશન શેર કરી શકો છો.
તમે તમારું લોકેશન શેર કરી રહ્યાં છો કે કેમ તે ચેક કરો
ડિફૉલ્ટ તરીકે લોકેશન શેરિંગની સુવિધા બંધ હોય છે. જો તમે તમારું રિઅલ-ટાઇમ લોકેશન શેર કરવા માગતા હો, તો તમારે એ પસંદ કરવું અને કન્ફર્મ કરવું જરૂરી છે કે તમે તે કોની સાથે અને કેટલા સમય સુધી શેર કરવા માગો છો. તમે કોઈપણ સમયે તમારા લોકેશનની માહિતી શેર કરવાનું રોકી શકો છો.
Google પર શેરિંગની સુવિધા
હું જ્યારે Google પર શેર કરું છું, ત્યારે અન્ય લોકો શું જોઈ શકે છે?
તમે શું અને કેવી રીતે શેર કરો છો, તેના આધારે નક્કી થાય છે કે અન્ય લોકો તમારા વિશે Googleની સેવાઓ પર શું જોઈ શકે છે:
સાર્વજનિક રીતે શેર કરવું
જો તમે Google Maps જેવી ઍપમાં યોગદાન આપો, તો અન્ય લોકો તમારું નામ અને ફોટો જોઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે તમારા મનપસંદ આઇસક્રીમ સ્ટોરને રેટિંગ આપો અને અન્ય લોકો Google Maps પર તે સ્ટોર વિશે શોધખોળ કરે, તો તેઓ તમે આપેલા રેટિંગ સાથે જ તમારું નામ અને ફોટો જોઈ શકે છે.
ખાનગી રીતે શેર કરવું
જો તમે અન્ય લોકો સાથે ફોટા, વીડિયો અને દસ્તાવેજો જેવી વસ્તુઓ શેર કરો, તો તમે જેમને મોકલાવો છો, તે વ્યક્તિ તમે જે વસ્તુઓ શેર કરો છો તે ઉપરાંત તમારું નામ અને ફોટો પણ જોઈ શકે છે.
અન્ય લોકો સાથે શેર કરતા પહેલાં ધ્યાનપૂર્વક વિચારો અને સમજો કે તમે તેમને કયા લેવલ સુધી ઍક્સેસ આપી રહ્યાં છો. ઉદાહરણ તરીકે, Google Driveમાંના ફોલ્ડરો અથવા Google Photosમાંના આલ્બમ જેવી વસ્તુઓનો ઍક્સેસ શેર કરતી વખતે શક્ય છે કે તમે તેમાં નવું કન્ટેન્ટ ઉમેરો, ત્યારે લોકોને તેનો પણ ઍક્સેસ મળવાનું ચાલુ રહે.
હું ફોટા, વીડિયો અને દસ્તાવેજો જેવી વસ્તુઓ શેર કરું તો તે કોણ જોઈ શકે છે?
તમે ઉપયોગ કરતા હો તેવી Googleની સેવાઓમાં અન્ય લોકો સાથે વિશિષ્ટ કન્ટેન્ટ શેર કરવાનું પસંદ કરી શકો છો.
જ્યારે તમે શેર કરો છો, ત્યારે એ વાત ભૂલશો નહીં કે એ કન્ટેન્ટને અન્ય લોકો Google સિવાયની ઍપમાં અને સાઇટ પર પણ ફરીથી શેર કરી શકે છે.
તમે કોઈપણ સમયે તમારા એકાઉન્ટમાંથી પોતાનું કન્ટેન્ટ ડિલીટ કરી શકો છો, પરંતુ આમ કરવાથી તમે પહેલેથી શેર કર્યું હોય એવા કન્ટેન્ટની કૉપિ ડિલીટ કરી શકશો નહીં.
તમે જે શેર કરો છો, તે કન્ટેન્ટ વિશે સાવચેત રહો અને તમારો વિશ્વાસ હોય, માત્ર એવા જ લોકો સાથે શેર કરો.
શું Google ક્યારેય મારી વ્યક્તિગત માહિતી અન્ય લોકો સાથે શેર કરે છે?
અમે તમારી વ્યક્તિગત માહિતી Googleની બહારની કંપની, સંસ્થાઓ અથવા વ્યક્તિઓ સાથે અમુક કિસ્સાઓના અપવાદ સિવાય શેર કરતા નથી, જેમ કે અમારા માટે જ્યારે કાનૂની રીતે માહિતી શેર કરવી આવશ્યક હોય.
જો તમારી પાસે તમારી સ્કૂલ (Google Workspace for Education એકાઉન્ટ) દ્વારા બનાવવામાં આવેલું Google એકાઉન્ટ હોય, તો તમારું એકાઉન્ટ મેનેજ કરતા સ્કૂલના ઍડમિનિસ્ટ્રેટરને તમારી માહિતીનો ઍક્સેસ રહેશે.
સ્કૂલના ઍડમિનનો ઍક્સેસ
તમારી સ્કૂલના ઍડમિન તમારા Google Workspace for Education એકાઉન્ટમાં નીચે જણાવ્યા મુજબની માહિતી ઍક્સેસ કરી શકે છે:
- તમારા ઇમેઇલ જેવા, તમારા એકાઉન્ટમાં સ્ટોર કરેલી માહિતીને ઍક્સેસ કરી અને જાળવી શકે છે
- તમારા એકાઉન્ટ સંબંધિત આંકડા જોઈ શકે છે, જેમ કે તમે કેટલી ઍપ ઇન્સ્ટૉલ કરેલી છે
- તમારો એકાઉન્ટ પાસવર્ડ બદલી શકે છે
- તમારા એકાઉન્ટનો ઍક્સેસ સસ્પેન્ડ અથવા સમાપ્ત કરી શકે છે
- લાગુ પડતા કાયદા, નિયમન, કાનૂની પ્રક્રિયા અથવા લાગુ સરકારી વિનંતીને સંતોષવા માટે તમારા એકાઉન્ટ વિશેની માહિતી પ્રાપ્ત કરી શકે છે
- તમારી માહિતી અથવા તમારી ગોપનીયતા સેટિંગને ડિલીટ કરવા અથવા તેમાં ફેરફાર કરવાની તમારી ક્ષમતાને નિયંત્રિત કરી શકે છે
Google તમારી માહિતી શા માટે શેર કરી શકે છે
જ્યારે તમે અમને પરવાનગી આપો
ઉદાહરણ તરીકે, જો તમે પિઝા ઑર્ડર કરવા માટે Google Assistantનો ઉપયોગ કરો, તો અમે રેસ્ટોરન્ટ સાથે તમારું નામ અથવા ફોન નંબર શેર કરતા પહેલાં તમારી પરવાનગી મેળવીશું. ત્રીજા પક્ષની ઍપ અને સેવાઓ સાથે સુરક્ષિત રીતે ડેટા શેર કરવા માટે, Google તમને કેવી રીતે મદદ કરે છે તે જુઓ
ઉપર જણાવ્યા પ્રમાણે, ડોમેન ઍડમિનિસ્ટ્રેટર સાથે.
બહારની પ્રક્રિયા માટે, અમે જેમની સાથે કામ કરીએ છીએ, એ કંપનીને અમારા દ્વારા આપવામાં આવતી સૂચનાઓના આધારે ડેટા પર પ્રક્રિયા કરવા માટે વ્યક્તિગત માહિતી પ્રદાન કરીએ છીએ. ઉદાહરણ તરીકે, ગ્રાહક સેવા સંબંધિત મદદ માટે અમે બહારની કંપનીનો ઉપયોગ કરીએ છીએ અને તેથી વપરાશકર્તાના પ્રશ્નોના જવાબ આપવા માટે કંપની સાથે વ્યક્તિગત માહિતી શેર કરવી જરૂરી હોય છે.
કાનૂની કારણોસર
જો અમને લાગે કે નીચે જણાવેલી બાબતો માટે, વ્યક્તિગત માહિતી આપવી જરૂરી છે તો જ Googleની બહારની કંપની સાથે અમે તે શેર કરીશું:
- લાગુ થતા કોઈપણ કાયદા, નિયમન, કાનૂની પ્રક્રિયા અથવા અમલ કરવા યોગ્ય સરકારી વિનંતી પૂરી કરવા.
- સંભવિત ઉલ્લંઘનની તપાસ સહિત લાગુ સેવાની શરતોનો અમલ કરવા.
- છેતરપિંડી, સુરક્ષા અથવા તકનીકી સમસ્યાઓ શોધવા અટકાવવા અને હલ કરવા
- કાયદા દ્વારા આવશ્યક અથવા મંજૂર Google, અમારા વપરાશકર્તાઓ અથવા જાહેર જનતાના હકો, સંપદા અથવા સલામતીના નુકસાન સામે રક્ષણ કરવા.
ડેટા અને વૈયક્તિકરણ
Google મારા વિશે કયો ડેટા એકત્રિત કરી શકે છે?
જ્યારે તમે Googleની સેવાઓનો ઉપયોગ કરો, ત્યારે તેમની સેવાઓ તમને પ્રદાન કરવા, તેને તમારા માટે વધુ ઉપયોગી બનાવવા અને Google શા માટે ડેટા એકત્રિત કરે છે?માં જણાવ્યા મુજબના અન્ય ઘણા કારણોસર અમને જોઈતી માહિતી અમે એકત્રિત કરીએ છીએ.
અમે એકત્રિત કરીએ છીએ તે ડેટા અને તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે, તેને તમે તમારા સેટિંગ વડે મર્યાદિત કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે ઇચ્છતા ન હો કે અમે તમારો YouTube ઇતિહાસ તમારા Google એકાઉન્ટમાં સાચવીએ, તો તમે YouTube ઇતિહાસ બંધ કરી શકો છો. Google શું સાચવે છે તે હું કેવી રીતે નક્કી કરી શકું? જુઓ
ડેટા શું હોય છે?
તમારી વ્યક્તિગત માહિતીમાં વ્યક્તિગત રીતે તમારી ઓળખાણ કરાવે એવી તમારા દ્વારા અમને પ્રદાન કરવામાં આવતી વસ્તુઓ શામેલ હોય છે, જેમ કે તમારું નામ અને ઇમેઇલ ઍડ્રેસ. તેમાં Google દ્વારા તમારી સાથે વાજબી રીતે લિંક કરી શકાય તેવો અન્ય ડેટા પણ શામેલ હોય છે, જેમ કે અમે તમારી સાથે તમારા Google એકાઉન્ટમાં સાંકળીએ છીએ તે માહિતી.
તમારી વ્યક્તિગત માહિતીમાં બે પ્રકારની વસ્તુઓ શામેલ હોય છે:
તમે પ્રદાન કરો છો અથવા બનાવો છો તે ડેટા
જ્યારે તમે Google એકાઉન્ટ બનાવો છો, ત્યારે તમે અમને તમારું નામ અને પાસવર્ડ જેવી વ્યક્તિગત માહિતી પ્રદાન કરો છો.
તમે જે કન્ટેન્ટ બનાવો, અપલોડ કરો અથવા અન્ય લોકો તરફથી પ્રાપ્ત કરો છો તેને સાચવી પણ શકો છો, જેમ કે ઇમેઇલ મેસેજ અને ફોટા.
Google પરની તમારી ઍક્ટિવિટી
અમે અમારી સેવાઓમાંની તમારી ઍક્ટિવિટી વિશેની માહિતી એકત્રિત કરીએ છીએ, જેમાં બહેતર અનુભવ આપવા માટે તમે શોધતા હો તે શબ્દો અને તમે જોતા હો તે વીડિયો, જેમની સાથે તમે વાતચીત કરતા હો કે કન્ટેન્ટ શેર કરતા હો એવો લોકો તેમજ Chromeના બ્રાઉઝિંગ ઇતિહાસ જેવી વસ્તુઓ શામેલ હોઈ શકે છે.
Googleની સેવાઓના ઍક્સેસ માટે તમે ઉપયોગમાં લો છો તે ઍપ, બ્રાઉઝર અને ડિવાઇસ વિશેની માહિતી અમે એકત્રિત કરીએ છીએ, જે તમારી બૅટરીનું લેવલ ઓછું થાય તો તમારી સ્ક્રીનને ઝાંખી કરવા જેવી સુવિધાઓ પ્રદાન કરવામાં અમને મદદ કરે છે.
તમે જ્યારે વારા ફરતી દિશાનિર્દેશો મેળવવા જેવી સુવિધાઓનો ઉપયોગ કરી રહ્યાં હો, ત્યારે અમે તમારા લોકેશનની માહિતી પર પ્રક્રિયા કરીએ છીએ. વધુ માહિતી માટે, લોકેશન વિભાગ જુઓ.
Google શા માટે ડેટા એકત્રિત કરે છે?
અમારી સેવાઓ પ્રદાન કરવા, તેમને તમારા માટે વધુ ઉપયોગી બનાવવા અને ડેટાનો ઉપયોગ કરવાની અમારી રીતોમાં સમજાવ્યા મુજબના અન્ય ઘણા કારણોસર અમને જોઈતી માહિતી અમે એકત્રિત કરીએ છીએ.
ઉદાહરણ તરીકે, Google Maps ટ્રાફિકને ટાળવામાં તમારી મદદ કરીને તમે જ્યાં જઈ રહ્યાં હો તે સ્થાન સુધી પહોંચાડી શકે છે, કારણ કે તે તમે જ્યાં હો તે સ્થાનની માહિતી (તમારો ડેટા)ને સાર્વજનિક ડેટા (નકશા અને સાર્વજનિક સ્થાનો વિશેની માહિતી) સાથે એકત્રિત કરે છે.
ડેટાનો ઉપયોગ કરવાની અમારી રીતો
અમારી સેવાઓ પ્રદાન કરવા માટે
અમે અમારી સેવાઓ પ્રદાન કરવા માટે ડેટાનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે પરિણામો પરત કરવા તમે શોધતા હો તેવા શબ્દો પર પ્રક્રિયા કરવી.
અમારી સેવાઓ જાળવી રાખવા અને બહેતર બનાવવા માટે
અમારી સેવાઓ જાળવવા અને તેને બહેતર બનાવવામાં ડેટા અમારી મદદ કરે છે. ઉદાહરણ તરીકે, અમે અવરોધોને ટ્રૅક કરી શકીએ છીએ. અને એ સમજી શકીએ છીએ કે કયા શોધ શબ્દોની સૌથી વધુ વાર ખોટી જોડણી થઈ છે, જે અમને બધી સેવાઓમાં વપરાતી જોડણીની તપાસની સુવિધાઓને બહેતર બનાવવામાં અમારી મદદ કરે છે.
નવી સેવાઓના વિકાસ માટે
નવી સેવાઓ ડેવલપ કરવામાં ડેટા અમારી મદદ કરે છે. ઉદાહરણ તરીકે, અમારી પહેલી ફોટો ઍપ, Picasaમાં લોકોએ તેમના ફોટા કેવી રીતે ગોઠવ્યા તે અમે સમજી શક્યા અને તે ડેટાનો ઉપયોગ Google Photosને ડિઝાઇન અને લૉન્ચ કરવામાં મદદ માટે કર્યો. અને અમે અમારી જનરેટિવ AI પ્રોડક્ટ સહિત, અમારી સેવાઓ સાથેની તમારી ક્રિયાપ્રતિક્રિયાઓનો ઉપયોગ આ સેવાઓને ડેવલપ કરવા અને તેને બહેતર બનાવવા માટે કરી શકીએ છીએ.
સામગ્રી અને જાહેરાતો સહિત, મનગમતી સેવાઓ પ્રદાન કરવા માટે
અમે મનગમતું બનાવેલું કન્ટેન્ટ પ્રદાન કરવા માટે ડેટાનો ઉપયોગ કરીએ છીએ, ઉદાહરણ તરીકે, તમને પસંદ આવી શકે એવા વીડિયોના સુઝાવો આપવા. તમારા સેટિંગ અને તમે કેટલી ઉંમરના છો, તેના આધારે અમે તમને તમારી રુચિઓ અનુસાર મનગમતી બનાવેલી જાહેરાતો બતાવી શકીએ છીએ.
કાર્યપ્રદર્શનનું આકલન કરવું
પર્ફોર્મન્સ માપવા અને અમારી સેવાઓનો વપરાશ કેવી રીતે થાય છે તે સમજવા માટે પણ અમે ડેટાનો ઉપયોગ કરીએ છીએ
તમારી સાથે વાર્તાલાપ કરવા માટે
જો અમને શંકાસ્પદ ઍક્ટિવિટીની ભાળ મળે, તો તમને નોટિફિકેશન મોકલવા માટે અમે તમારા ઇમેઇલ ઍડ્રેસનો ઉપયોગ કરી શકીએ છીએ
Google, અમારા વપરાશકર્તાઓ અને લોકોનું રક્ષણ કરવા માટે
લોકોને ઑનલાઇન વધુ સલામત રાખવા માટે અમે ડેટાનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે કપટની ભાળ મેળવવા અને તેને અટકાવવા
વસ્તુઓને મનગમતી બનાવવા માટે Google ડેટાનો ઉપયોગ કેવી રીતે કરે છે?
અમે એકત્રિત કરીએ છીએ તે માહિતીનો ઉપયોગ અમે અમારી ઍપ અને સાઇટને તમારા માટે તમારી પસંદ અનુરૂપ બનાવવા માટે કરીએ છીએ, ઉદાહરણ તરીકે:
- તમને પસંદ આવી શકે તેવા વીડિયો માટેના સુઝાવો
- Googleની સેવાઓનો ઉપયોગ કરવાની તમારી રીતને અનુરૂપ સુરક્ષા ટિપ (સુરક્ષા તપાસ જુઓ)
સેટિંગ બંધ હોય અથવા જાહેરાતો ચોક્કસ વયમર્યાદાવાળી હોય, તો એવા કિસ્સાઓને બાદ કરતા અમે જાહેરાતોને મનગમતી બનાવવા માટે પણ ડેટાનો ઉપયોગ કરીએ છીએ.
શું હું જોઉં છું તે જાહેરાતોને Google મનગમતી બનાવે છે?
અમે તમને બતાવવામાં આવતી જાહેરાતોને બને તેટલી ઉપયોગી બનાવવાનો પ્રયાસ કરીએ છીએ. પરંતુ અમે ચોક્કસ વયમર્યાદાવાળા લોકો અથવા મનગમતી બનાવેલી જાહેરાતનું સેટિંગ બંધ રાખ્યું હોય એવા લોકો માટે જાહેરાતોને મનગમતી બનાવતા નથી.
જોકે જાહેરાતોને મનગમતી બનાવ્યા વિના પણ અમે તેમને ઉપયોગી બનાવી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, જો તમે “નવા પગરખાં”ના પરિણામોવાળું પેજ જોઈ રહ્યાં હો, તો તમને કોઈ સ્નીકર કંપનીની જાહેરાત દેખાઈ શકે છે. આ જાહેરાત દિવસના સમય, તમારું સામાન્ય લોકેશન અને તમે જે પેજ જોઈ રહ્યાં હો, તેના કન્ટેન્ટ જેવા સામાન્ય પરિબળો પર આધારિત હોઈ શકે છે.
આ તમારા નિયંત્રણમાં છે
Google મારા એકાઉન્ટમાં શું સાચવે તે હું કેવી રીતે નક્કી કરી શકું?
તમે Photos જેવી Googleની સેવાઓનો ઉપયોગ કરો, ત્યારે તેમાં એવા સેટિંગ હોય છે, જે તમને કેટલીક વસ્તુઓ નક્કી કરવા દે છે, જેમ કે તમે તમારા ફોટાનું બૅકઅપ લેવા અને તેમને સિંક કરવા માગો છો કે નહીં.
અમુક એવા સેટિંગ પણ છે જે તમને Googleની સેવાઓ પરની તમારી ઍક્ટિવિટી વિશેની માહિતી તમારા Google એકાઉન્ટમાં ઇતિહાસ તરીકે સાચવવામાં આવે કે નહીં અને તમારા અનુભવને મનગમતો બનાવવા માટે Googleની સેવાઓ તમારા Google એકાઉન્ટમાંની માહિતીનો ઉપયોગ કરી શકે કે નહીં, એવું નક્કી કરવાની સુવિધા આપે છે.
Search સેવાઓમાં મનગમતા બનાવેલા સુઝાવો
તમને એ પસંદ કરવાની સુવિધા આપે છે કે તમારી પ્રોફાઇલની માહિતી અને સાચવેલો ઇતિહાસ જેવી તમારા Google એકાઉન્ટમાંની માહિતીના આધારે Search, Maps, Shopping, Hotels, Flights, Translate અને News જેવી Search સેવાઓ તમને મનગમતા બનાવેલા સુઝાવો આપી શકે કે નહીં. ઉદાહરણ તરીકે, Search સેવાઓ તમારી રુચિઓ અનુસાર તૈયાર કરેલા AI જવાબો પ્રદાન કરવા માટે તે માહિતીનો ઉપયોગ કરી શકે છે.
Search Services History
Search સેવાઓ પરની તમારી ઍક્ટિવિટી સાચવે છે, જેમ કે તમારી શોધ અને તમારા સામાન્ય લોકેશન જેવી સંકળાયેલી માહિતી. Search સેવાઓ પર તમારા અનુભવોને અનુરૂપ બનાવવા માટે તમારી ઍક્ટિવિટીનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જ્યારે તમે ટાઇપ કરવાનું શરૂ કરો, ત્યારે તમે સૂચનો તરીકે અગાઉની શોધ જોઈ શકો છો. Google AI મૉડલ સહિત Googleની સેવાઓ અને ટેક્નોલોજીને બહેતર બનાવવામાં મદદ કરવા તેમજ તેના વપરાશકર્તાઓ અને જાહેર જનતાને સુરક્ષિત રાખવા માટે, Google તમારી Search સેવાઓના ઇતિહાસના ડેટાનો ઉપયોગ પણ કરે છે.
Playને મનગમતું બનાવવાની સુવિધા
તમારા અનુભવને વધુ મનગમતો બનાવવા માટે, તમને એ પસંદ કરવાની સુવિધા આપે છે કે તમારા Google એકાઉન્ટમાંની માહિતીનો ઉપયોગ Google Play કરી શકે કે નહીં, જેમ કે Play Storeમાંથી તમે ખરીદેલી અને ડાઉનલોડ કરેલી આઇટમ. ઉદાહરણ તરીકે, તમારા માટે ઍપનો બહેતર સુઝાવ આપવા માટે Play તમે ઉપયોગમાં લેતા હો તે ઍપમાંથી શીખી શકે છે.
Playનો ઇતિહાસ
તમારા ડિવાઇસ પર તમે ખોલો છો તે ઍપ જેવી તમારી Play ઍક્ટિવિટીને તમારા Google એકાઉન્ટમાં સાચવે છે. આ ઍક્ટિવિટીનો ઉપયોગ Googleની બધી સેવાઓ પરના તમારા અનુભવને અનુરૂપ બનાવવા માટે થઈ શકે છે, જેમ કે તમે શોધી રહ્યાં હો તે ઍપને ઝડપથી શોધવામાં તમારી મદદ કરવી.
વેબ અને ઍપ પ્રવૃત્તિ
Google TV જેવી Googleની અમુક સાઇટ અને ઍપ પરની તમારી ઍક્ટિવિટી સાચવે છે અને લોકેશન જેવી સંકળાયેલી માહિતી શામેલ કરે છે. તે Googleની સેવાઓનો ઉપયોગ કરતી સાઇટ, ઍપ અને ડિવાઇસમાંથી સિંક કરેલો Chrome ઇતિહાસ તેમજ ઍક્ટિવિટી પણ સાચવે છે. તમને બહેતર સુઝાવો અને Googleની સેવાઓમાં વધુ મનગમતા બનાવેલા અનુભવો આપવા માટે, તમારી ઍક્ટિવિટીનો ઉપયોગ કરવામાં આવે છે.
YouTube ઇતિહાસ
તમે જ્યારે YouTubeનો ઉપયોગ કરો છો, ત્યારે તમે જુઓ છો તે વીડિયો અને તમે શોધો છો તે વસ્તુઓ સાચવે છે. તમને બહેતર સુઝાવો આપવા અને તમે જ્યાંથી છોડ્યું હોય ત્યાંથી ફરી શરૂ કરવામાં તમારી મદદ કરવા જેવી બાબતો માટે, તમારા YouTube ઇતિહાસનો ઉપયોગ કરવામાં આવે છે.
Gemini ઍપ ઍક્ટિવિટી
તમને એ પસંદ કરવાની સુવિધા આપે છે કે AI મૉડલ સહિત Googleની સેવાઓને બહેતર બનાવવામાં મદદ કરવા માટે, Google તમારી Gemini ઍક્ટિવિટીનો ઉપયોગ કરી શકે કે નહીં, જેમ કે તમારી ચૅટ અને તમે Gemini સાથે જે શેર કરતા હો તે (જેમ કે ફાઇલો અને ફોટા). તમે જ્યાંથી છોડી હોય ત્યાંથી કોઈપણ સમયે ચૅટ શરૂ કરવા જેવી બાબતો માટે પણ તમારી Gemini ઍપ ઍક્ટિવિટીનો ઉપયોગ કરવામાં આવે છે.
હું મારો ડેટા કેવી રીતે ડિલીટ કરું?
તમે તમારા Google એકાઉન્ટમાં સાચવેલો ડેટા ડિલીટ કરી શકો છો. તમે કાયમી રીતે ડિલીટ કરવા માટે પસંદ કરો છો, તે ડેટાને અમારી સિસ્ટમમાંથી કાઢી નાખવામાં આવે છે. આ ડેટા અમારા સર્વરમાંથી સંપૂર્ણપણે કાઢી નાખવામાં આવે અથવા તે તમારી સાથે સંકળાયેલો ન રહે, માત્ર એવા પ્રકારે રહે તેની ખાતરી કરવા માટેની પ્રક્રિયા અમે કાળજીપૂર્વક અનુસરીએ છીએ.
તમારા Google એકાઉન્ટમાં સાચવેલી ઍક્ટિવિટીનો રિવ્યૂ કરવા માટે મારી ઍક્ટિવિટીની મુલાકાત લો, જેમ કે તમે દાખલ કરેલા પ્રૉમ્પ્ટ અને તમે શોધેલી, વાંચેલી અને જોયેલી વસ્તુઓ. તમે ચોક્કસ ટાઇમ રેંજમાં ઍક્ટિવિટીના વિશેષ ભાગ અથવા તમારી સંપૂર્ણ ઍક્ટિવિટીને ડિલીટ કરી શકો છો.
તમે તમારી ઍક્ટિવિટીને ઑટોમૅટિક રીતે ડિલીટ કરવાનું પણ પસંદ કરી શકો છો.
હું મારું કન્ટેન્ટ કેવી રીતે ડાઉનલોડ કરું?
તમારા કન્ટેન્ટમાં ઇમેઇલ, ફોટા, વીડિયો, દસ્તાવેજો, શીટ, કૉમેન્ટ, સંપર્કો અને કૅલેન્ડરની ઇવેન્ટ જેવી વસ્તુઓ શામેલ હોય છે.
તમારા કન્ટેન્ટનું બૅકઅપ લેવા અથવા જો તમે અન્ય કોઈ અલગ સેવા અજમાવવા માગતા હો તો તેને બીજી કંપનીને ઉપલબ્ધ કરાવવા માટે તેનું આર્કાઇવ બનાવવા તમારો ડેટા ડાઉનલોડ કરોની મુલાકાત લો.
જ્યારે મેં સાઇન આઉટ કર્યું હોય, ત્યારે મારી પાસે કયા નિયંત્રણો હોય છે?
તમારી પાસે એવા નિયંત્રણો હોય છે, જે તમે સાઇન આઉટ કરો ત્યારે પણ તમને Googleનો ઉપયોગ કેવી રીતે કરવો, તે પસંદ કરવાની સુવિધા આપે છે. જ્યારે તમે સાઇન આઉટ કરો, ત્યારે આ સેટિંગમાં ફેરફાર કરવા માટે, g.co/privacytoolsની મુલાકાત લો:
Search કસ્ટમાઇઝેશન
વધુ સુસંગત પરિણામો અને સુઝાવો માટે, આ બ્રાઉઝરમાંથી તમારી Google શોધનો ઉપયોગ કરે છે.
YouTube શોધ અને જોવાયાનો ઇતિહાસ
YouTubeને તમારા માટે મનગમતું બનાવવા માટે, YouTube પરની તમારી ઍક્ટિવિટીનો ઉપયોગ કરે છે, જેમ કે તમે જોતા હો તે વીડિયો અને તમે શોધતા હો તે વસ્તુઓ.
તમે તમારા બ્રાઉઝરમાંની કેટલીક અથવા તમામ કુકી બ્લૉક પણ કરી શકો છો, પરંતુ તેને કારણે સમગ્ર વેબ પર અમુક સુવિધાઓ કામ કરતી બંધ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, જ્યારે તમે સાઇન ઇન કરવા માગતા હો, ત્યારે ઘણી વેબસાઇટ માટે કુકી ચાલુ હોવી આવશ્યક હોય છે.
સાઇન આઉટ કરેલું હોય એવા વપરાશકર્તાઓ પણ મનગમતી બનાવેલી જાહેરાતો તેમને જોવી છે કે નહીં, તે પસંદ કરી શકે છે, જોકે અમે ચોક્કસ વયમર્યાદાવાળા લોકો માટે જાહેરાતોને મનગમતી બનાવતા નથી.
