કેવી રીતે Google Voice કાર્ય કરે છે

Google Voice તમને સેવા પ્રદાન કરવા માટે તમારા કૉલ ઇતિહાસ (જેમાં કૉલ કરનાર પક્ષનો ફોન નંબર, કૉલ કરાયેલ પક્ષનો ફોન નંબર, તારીખ, સમય અને કૉલની અવધિ શામેલ છે), વૉઇસમેઇલ અભિવાદન(અભિવાદનો), વૉઇસમેઇલ સંદેશા, શૉર્ટ મેસેજ સર્વિસ (SMS) સંદેશા, રેકોર્ડ કરેલી વાતચીતો અને તમારા એકાઉન્ટથી સંબંધિત અન્ય ડેટાને સ્ટોર કરે છે, તેના પર પ્રક્રિયા કરે છે અને જાળવે છે.

તમે તમારા Google Voice એકાઉન્ટ દ્વારા તમારા કૉલ ઇતિહાસ, વૉઇસમેઇલ અભિવાદન(અભિવાદનો), વૉઇસમેઇલ સંદેશા (બંને ઑડિઓ અને/અથવા ટ્રાંસ્ક્રિપ્શન), શૉર્ટ મેસેજ સર્વિસ (SMS) સંદેશા અને રેકોર્ડ કરેલ વાર્તાલાપો કાઢી નાખી શકો છો, જોકે બિલપાત્ર કૉલ માટે તમારો કૉલ ઇતિહાસ તમારા એકાઉન્ટ પર દેખાવાનું ચાલુ રહેશે. કેટલીક માહિતી બિલિંગ અથવા અન્ય વ્યાવસાયિક હેતુઓ માટે અમારા સક્રિય સર્વરો પર અસ્થાયી રૂપે જાળવવામાં આવી શકે છે અને શેષ કૉપિઓ અમારા બૅકઅપ સિસ્ટમોમાં રહી શકે છે. અમારી જાણ કરવાની અને હિસાબ-તપાસની આવશ્યકતાઓ પૂર્ણ કરવા માટે, વ્યક્તિગત રૂપે ઓળખી શકાય તેવી કોઈપણ માહિતી વગરની કૉલ રેકોર્ડ માહિતીની અનામ કરેલ કૉપિઓ અમારા સિસ્ટમો પર જાળવવામાં આવશે.

Google ઍપ્લિકેશનો
મુખ્ય મેનૂ