આ અમારી ગોપનીયતા નીતિનું આર્કાઇવ કરેલું સંસ્કરણ છે. હાલનું સંસ્કરણ અથવા તમામ પાછલા સંસ્કરણો જુઓ.

Google ગોપનીયતા નીતિ

જ્યારે તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો છો, ત્યારે તમે તમારી માહિતી માટે અમારા પર વિશ્વાસ કરતા હોવ છો. અમે સમજીએ છીએ કે આ એક મોટી જવાબદારી છે. અમે તમારી માહિતીનું રક્ષણ કરવા માટે સખત મહેનત કરીએ છીએ અને તમારા નિયંત્રણમાં મૂકીએ છીએ.

આ ગોપનીયતા નીતિનો હેતુ અમે કઈ માહિતી એકત્રિત કરીએ છીએ, અમે તે શા માટે એકત્રિત કરીએ છીએ અને તમે તમારી માહિતીને કેવી રીતે અપડેટ, સંચાલિત, નિકાસ અને ડિલીટ કરી શકો તે સમજવામાં તમારી સહાય કરવાનો છે.

અસરકારક 15 ઑક્ટોબર, 2019 | આર્કાઇવ કરેલ આવૃત્તિ | PDF ડાઉનલોડ કરો

અમે લાખો લોકોને નવી રીતે દરરોજ વિશ્વ વિશે શોધખોળ કરવા અને તેની સાથે ક્રિયા-પ્રતિક્રિયા કરવામાં સહાય કરે તેવી વિવિધ સેવાઓ બનાવી છે. અમારી સેવાઓમાં નિમ્નલિખિતનો સમાવેશ છે:

  • શોધ, YouTube અને Google Home જેવી Google ઍપ, સાઇટ અને ઉપકરણો
  • Chrome બ્રાઉઝર અને Android ઑપરેટિંગ સિસ્ટમ જેવા પ્લૅટફૉર્મ
  • જાહેરાતો અને સમ્મિલિત Google નકશા જેવી તૃતીય-પક્ષ ઍપ અને સાઇટમાં સંકલિત પ્રોડક્ટ

તમારી ગોપનીયતાને સંચાલિત કરવા માટે તમે અમારી સેવાઓનો ઉપયોગ વિવિધ રીતે કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે ઇમેઇલ અને ફોટા જેવા સામગ્રી બનાવવા અને સંચાલિત કરવા અથવા વધુ સંબંધિત શોધ પરિણામો જોવા માગતા હોય, તો તમે Google એકાઉન્ટ માટે સાઇન અપ કરી શકો છો. અને જ્યારે તમે સાઇન આઉટ કર્યું હોય ત્યારે અથવા બિલકુલ કોઈ એકાઉન્ટ બનાવ્યાં વિના, Google પર શોધવા અથવા YouTube વીડિઓ જોવા જેવી ઘણી Google સેવાઓનો ઉપયોગ કરી શકો છો. તમે છૂપા મોડમાં ખાનગી રીતે Chrome નો ઉપયોગ કરીને વેબ બ્રાઉઝ કરવાનું પણ પસંદ કરી શકો છો. અને અમારી બધી સેવાઓ પર, અમે જે પણ કંઈ એકત્રિત કરીએ તે અને તમારી માહિતીનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે તેને નિયંત્રિત કરવા માટે તમે તમારી ગોપનીયતા સેટિંગને સમાયોજિત કરી શકો છો.

વસ્તુઓને બને એટલી સ્પષ્ટ રીતે સમજાવવા માટે, અમે ઉદાહરણો, વ્યાખ્યાત્મક વીડિઓ અને મુખ્ય શબ્દો માટે વ્યાખ્યાઓ ઉમેરી છે. અને જો તમને આ ગોપનીયતા નીતિ વિશે વધુ કોઈપણ પ્રશ્નો હોય, તો તમે અમારો સંપર્ક કરી શકો છો.

Google એકત્રિત કરે છે તે માહિતી

અમારી સેવાઓનો ઉપયોગ કરતી વખતે અમે એકત્રિત કરીએ છીએ તે પ્રકારની માહિતીને તમે સમજો એમ અમે ઇચ્છીએ છીએ

તમે કઈ ભાષા બોલો છો, વધુ જટિલ વસ્તુઓ જેવી કે તમને કઈ જાહેરાતો સૌથી વધુ ઉપયોગી લાગે છે એ લોકો જે તમારા માટે ઑનલાઇન સૌથી અગત્યનાં છે, અથવા કયા YouTube વીડિઓ તમને ગમશે જેવી મૂળભૂત સામગ્રીનું અનુમાન લગાવીને અમે અમારા બધા વપરાશકર્તાઓને વધુ સારી સેવા પ્રદાન કરવા માટે માહિતી એકત્રિત કરીએ છીએ. Google એકત્રિત કરે છે તે માહિતી, અને તે માહિતીનો ઉપયોગ કેવી રીતે થાય છે, તે તમે અમારી સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરો છો અને તમે તમારા ગોપનીયતા નિયંત્રણોને કેવી રીતે સંચાલિત કરો છો તેના પર આધારિત છે.

જ્યારે તમે Google એકાઉન્ટમાં સાઇન ઇન કર્યું ન હોય, ત્યારે તમે ઉપયોગ કરી રહ્યાં હોય તે બ્રાઉઝર, ઍપ્લિકેશન અથવા ઉપકરણ સાથે જોડાયેલ વિશેષ ઓળખકર્તાઓથી અમે એકત્રિત કરીએ છીએ તે માહિતીને સ્ટોર કરીએ છીએ. આ બધા બ્રાઉઝિંગ સત્રોમાં તમારી ભાષા પસંદગીઓ જાળવી રાખવા જેવી વસ્તુઓ કરવામાં અમારી સહાય કરે છે.

જ્યારે તમે સાઇન ઇન કરેલ હોય, ત્યારે અમે તમારા Google એકાઉન્ટમાં સ્ટોર કરેલી માહિતીને પણ એકત્રિત કરીએ છીએ, જેને અમે વ્યક્તિગત માહિતી તરીકે ગણીએ છીએ.

તમે બનાવો અથવા અમને પ્રદાન કરો છો તેવી વસ્તુઓ

જ્યારે તમે Google એકાઉન્ટ બનાવો, ત્યારે તમે અમને વ્યક્તિગત માહિતી પ્રદાન કરો છો જેમાં તમારું નામ અને પાસવર્ડ હોય છે. તમે તમારા એકાઉન્ટમાં ફોન નંબર અથવા ચુકવણીની માહિતી ઉમેરવાનું પણ પસંદ કરી શકો છો. તમે Google એકાઉન્ટમાં સાઇન ઇન કર્યું ન હોય, તો પણ તમે અમારી સેવાઓ વિશે અપડેટ પ્રાપ્ત કરવા માટે કદાચ અમને ઇમેઇલ ઍડ્રેસ જેવી માહિતી પ્રદાન કરવાનું પસંદ કરી શકો છો.

તમે અમારી સેવાનો ઉપયોગ કરતી વખતે તમે બનાવો, અપલોડ કરો અથવા અન્ય લોકો તરફથી પ્રાપ્ત કરો છો તે સામગ્રી પણ અમે એકત્રિત કરી શકીએ છીએ. આમાં તમે લખો અને પ્રાપ્ત કરો તે ઇમેઇલ, તમે સાચવો તે ફોટા અને વીડિઓ, તમે બનાવો તે દસ્તાવેજો અને સ્પ્રેડશીટ અને તમે YouTube વીડિઓ પર કરો તે ટિપ્પણીઓ શામેલ છે.

તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો ત્યારે અમે એકત્રિત કરીએ તે માહિતી

તમારી ઍપ, બ્રાઉઝર અને ઉપકરણો

Google સેવાઓને ઍક્સેસ કરવા માટે તમે ઉપયોગમાં લો છો તે ઍપ, બ્રાઉઝર અને ઉપકરણો વિશેની માહિતીને અમે એકત્રિત કરીએ છીએ, જે આપમેળે પ્રોડક્ટ અપડેટ અને તમારી બૅટરી ઓછી થાય તો તમારી સ્ક્રીનને ઝાંખી કરવા જેવી સુવિધાઓ પ્રદાન કરવામાં અમને સહાય કરે છે.

અમે જે માહિતી એકત્રિત કરીએ છીએ તેમાં વિશેષ ઓળખકર્તાઓ, બ્રાઉઝરનો પ્રકાર અને સેટિંગ, ઉપકરણનો પ્રકાર અને સેટિંગ, ઑપરેટિંગ સિસ્ટમ, કૅરિઅરનું નામ અને ફોન નંબર સહિત મોબાઇલ નેટવર્કની માહિતી અને ઍપ્લિકેશનના આવૃત્તિનો સમાવેશ થાય છે. અમે IP ઍડ્રેસ, ક્રૅશ રિપોર્ટ, સિસ્ટમ પ્રવૃત્તિ અને તારીખ, સમય તથા તમારી વિનંતીનું રેફરલ આપનાર URL સહિત, તમારી ઍપ, બ્રાઉઝર અને ઉપકરણોની અમારી સેવાઓ સાથેની ક્રિયા-પ્રતિક્રિયા વિશેની માહિતીને પણ એકત્રિત કરીએ છીએ.

જ્યારે તમારા ઉપકરણ પરની Google સેવા અમારા સર્વરનો સંપર્ક કરે — ઉદાહરણ તરીકે, જ્યારે તમે ઍપ સ્ટોરમાંથી કોઈ ઍપ ઇન્સ્ટૉલ કરો ત્યારે અથવા જ્યારે સેવા આપમેળે અપડેટ માટે ચેક કરતી હોય ત્યારે અમે આ માહિતી એકત્રિત કરીએ છીએ. જો તમે Google ઍપવાળા Android ઉપકરણનો ઉપયોગ કરી રહ્યાં હોય, તો તમારા ઉપકરણ અને અમારી સેવાઓના કનેક્શન વિશેની માહિતી પ્રદાન કરવા માટે તમારું ઉપકરણ સમયાંતરે Google સર્વરનો સંપર્ક કરે છે. આ માહિતીમાં તમારા ઉપકરણનો પ્રકાર, કૅરિઅરનું નામ, ક્રૅશ રિપોર્ટ અને તમે કઈ ઍપ ઇન્સ્ટૉલ કરેલી છે જેવી બાબતોનો સમાવેશ હોય છે.

તમારી પ્રવૃત્તિ

અમે અમારી સેવાઓમાં તમારી પ્રવૃત્તિ વિશેની માહિતી એકત્રિત કરીએ છીએ, જેનો ઉપયોગ અમે કદાચ તમને પસંદ આવી શકે તેવા YouTube વીડિઓ વિશે સુઝાવ આપવા જેવી વસ્તુઓ માટે કરીએ છીએ. અમે એકત્રિત કરીએ તે પ્રવૃત્તિ માહિતીમાં આનો સમાવેશ હોઈ શકે છે:

જો તમે અમારી સેવાઓને કૉલ કરવા અને પ્રાપ્ત કરવા માટે અથવા સંદેશ મોકલવા અને પ્રાપ્ત કરવા માટે ઉપયોગમાં લેતા હોય, તો અમે ટેલિફોની લૉગ માહિતી જેમ કે તમારો ફોન નંબર, કૉલ કરનાર પાર્ટીનો નંબર, ફૉર્વર્ડિંગ નંબર, કૉલ અને સંદેશાનો સમય અને તારીખ, કૉલની અવધિ, રૂટિંગ માહિતી અને કૉલનાં પ્રકારો જેવી માહિતી એકત્રિત કરી શકીએ છીએ.

તમે તમારા એકાઉન્ટમાં સાચવેલી પ્રવૃત્તિ વિશેની માહિતી શોધવા અને સંચાલિત કરવા માટે તમારા Google એકાઉન્ટની મુલાકાત લઈ શકો છો.

Google એકાઉન્ટ પર જાઓ

તમારી સ્થાન માહિતી

જ્યારે તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો ત્યારે અમે તમારા સ્થાન વિશેની માહિતી એકત્રિત કરીએ છીએ, જે તમારા વીકેન્ડ ગેટવે માટે ડ્રાઇવિંગ દિશાનિર્દેશો અથવા તમારી નજીકના સિનેમા ગૃહમાં લાગેલી મૂવી માટે શોટાઇમ જેવી સુવિધાઓ ઑફર કરવા કરવામાં અમારી સહાય કરે છે.

તમારું સ્થાન નિમ્નલિખિત દ્વારા વિવિધ ચોક્કસતા ડિગ્રી વડે નક્કી કરી શકાય છે:

અમે એકત્રિત કરીએ છીએ તે સ્થાન ડેટાના પ્રકાર તમારા ડિવાઇસ અને એકાઉન્ટ સેટિંગના ભાગના આધારે હોય છે. ઉદાહરણ તરીકે, ડિવાઇસની સેટિંગ ઍપનો ઉપયોગ કરીને તમે તમારા Android ડિવાઇસમાં સ્થાન સેવા ચાલુ અથવા બંધ કરી શકો છો. તમે તમારા સાઇન-ઇન કરેલા ડિવાઇસ સાથે જ્યાં જાઓ તે સ્થાનનો ખાનગી નકશો બનાવવા માગતા હોવ તો તમે સ્થાન ઇતિહાસ ચાલુ કરી શકો છો.


અમુક પરિસ્થિતિઓમાં, Google પણ સાર્વજનિક રૂપે ઍક્સેસિબલ સ્રોતોમાંથી તમારા વિશેની માહિતી એકત્રિત કરે છે. ઉદાહરણ તરીકે, જો તમારા સ્થાનિક સમાચારપત્રમાં તમારું નામ દેખાય, તો Googleનું શોધ એંજિન તે લેખને અનુક્રમિત કરી શકે છે અને અન્ય લોકો તમારું નામ શોધે તો તેમને તે બતાવી શકે છે. અમે અમારા વ્યવસાયના સંભાવિત ગ્રાહકો વિશે અમને માહિતી પ્રદાન કરતા હોય એવા માર્કેટિંગ ભાગીદારો અને જેઓ અમને દુરુપયોગ સામે રક્ષણ કરવા માહિતી પ્રદાન કરતા હોય તેવા સુરક્ષા ભાગીદારો સહિતના, વિશ્વસનીય ભાગીદારો તરફથી તમારા વિશેની માહિતી એકત્રિત કરીએ છીએ. અમે જાહેરાતકર્તાઓ વતી જાહેરાત અને સંશોધન સેવાઓ પ્રદાન કરવા માટે તેમના તરફથી પણ માહિતી પ્રાપ્ત કરીએ છીએ.

અમે કુકી, પિક્સેલ ટૅગ, સ્થાનિક સ્ટોરેજ, જેમ કે બ્રાઉઝર વેબ સ્ટોરેજ અથવા ઍપ્લિકેશન ડેટા કૅશ, ડેટાબેઝ અને સર્વર લૉગ સહિતની માહિતી એકત્રિત અને સ્ટોર કરવા માટે વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ.

Google શા માટે ડેટા એકત્રિત કરે છે

ડેટાનો ઉપયોગ અમે સેવાઓના બહેતર નિર્માણ માટે કરીએ છીએ

અમારી બધી સેવાઓથી એકત્રિત કરીએ છીએ તે માહિતીનો ઉપયોગ અમે નિમ્નલિખિત હેતુઓ માટે કરીએ છીએ:

અમારી સેવાઓ પ્રદાન કરવા માટે

અમે તમારી માહિતીનો ઉપયોગ પરિણામ પરત કરવા માટે તમારા શોધ શબ્દોની પ્રક્રિયા કરવા અને તમારા સંપર્કોમાંથી પ્રાપ્તકર્તાઓ સૂચવીને તમને સામગ્રી શેર કરવામાં સહાય કરવા જેવી અમારી સેવાઓ વિતરિત કરવા માટે કરીએ છીએ.

અમારી સેવાઓ જાળવી રાખવા અને બહેતર બનાવવા માટે

અમે તમારી માહિતીનો ઉપયોગ અમારી સેવાઓ હેતુ મુજબ કાર્ય કરે છે તેની ખાતરી કરવા માટે પણ કરીએ છીએ, જેમ કે અવરોધોને ટ્રૅક કરવા અથવા તમે અમને જાણ કરો તે સમસ્યાઓનું નિવારણ કરવા માટે. અને અમે તમારી માહિતીનો ઉપયોગ અમારી સેવાઓમાં સુધારા કરવા માટે કરીએ છીએ — ઉદાહરણ તરીકે, કયા શોધ શબ્દોની સૌથી વધુ વાર ખોટી જોડણી થઈ છે તે સમજવા જે અમને અમારી બધી સેવાઓ પર જોડણીની તપાસની સુવિધાઓને બહેતર બનાવવામાં સહાય કરે છે.

નવી સેવાઓના વિકાસ માટે

અમે એકત્રિત કરીએ છીએ તે માહિતીનો ઉપયોગ અમે નવી સેવાઓ વિકસાવવામાં અમારી સહાય માટે વર્તમાન સેવાઓમાં કરીએ છીએ. ઉદાહરણ તરીકે, લોકો Googleની પ્રથમ ફોટો ઍપ, Picasaમાં તેમના ફોટા કેવી રીતે ગોઠવે છે તે સમજવા, જે Google ફોટોને ડિઝાઇન કરવા અને લૉન્ચ કરવામાં અમારી સહાય કરે છે.

સામગ્રી અને જાહેરાતો સહિત, મનગમતી સેવાઓ પ્રદાન કરવા માટે

અમે એકત્રિત કરીએ છીએ તે માહિતીનો ઉપયોગ અમે સુઝાવો, મનગમતું સામગ્રી અને કસ્ટમાઇઝ કરેલ શોધ પરિણામો પ્રદાન કરવા સહિત, તમારા માટે અમારી સેવાઓને કસ્ટમાઇઝ કરવા માટે કરીએ છીએ, ઉદાહરણ તરીકે, સુરક્ષા તપાસ તમારી Google પ્રોડક્ટનો ઉપયોગ કરવાની રીતને અનુરૂપ સુરક્ષા ટિપ પ્રદાન કરે છે. અને Google Play કદાચ તમને પસંદ આવી શકે તેવી ઍપ સૂચવવા માટે તમે પહેલેથી ઇન્સ્ટૉલ કરે ઍપ અને તમે YouTube પર જોયેલા વીડિઓ જેવી માહિતીનો ઉપયોગ કરે છે.

તમારી સેટિંગના આધારે, અમે તમને તમારી રુચિઓ આધારિત મનગમતી જાહેરાતો પણ બતાવી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, જો તમે “માઉન્ટેન બાઇક” શોધી રહ્યાં હોય, તો જ્યારે તમે Google દ્વારા અપાયેલ જાહેરાતો બતાવતી કોઈ સાઇટને બ્રાઉઝ કરી રહ્યાં હોય ત્યારે તમને ખેલ-કૂદના સાધન માટે જાહેરાત દેખાઈ શકે છે. તમે તમારી જાહેરાત સેટિંગની મુલાકાત લઈને અમે તમને જાહેરાતો બતાવવા માટે કઈ માહિતીનો ઉપયોગ કરી શકીએ તે તમે નિયંત્રિત કરી શકો છો.

  • અમે જાતિ, ધર્મ અને જાતીય અભિગમ અથવા આરોગ્ય જેવી સંવેદનશીલ કૅટેગરીના આધારે તમને મનગમતી જાહેરાતો બતાવી શકતા નથી.
  • તમે જ્યાં સુધી અમને કહો નહીં ત્યાં સુધી અમે જાહેરાતકર્તાઓ સાથે તમને વ્યક્તિગત રીતે ઓળખે એવી માહિતી શેર કરતા નથી, જેમ કે તમારું નામ અથવા ઇમેઇલ ઍડ્રેસ. ઉદાહરણ તરીકે, જો તમને નજીકની ફૂલની દુકાન માટે કોઈ જાહેરાત દેખાઈ અને “કૉલ કરવા માટે ટૅપ કરો” બટન પસંદ કરો છો, તો અમે તમારો કૉલ કનેક્ટ કરીશું અને ફૂલની દુકાન સાથે તમારો ફોન નંબર શેર કરી શકી છીએ.

જાહેરાત સેટિંગ પર જાઓ

કાર્યપ્રદર્શનનું આકલન કરવું

અમે ડેટાનો ઉપયોગ અમારી સેવાઓનો ઉપયોગ કેવી રીતે થાય છે તે સમજવા માટે વિશ્લેષણો અને આકલન માટે કરીએ છીએ. ઉદાહરણ તરીકે, અમે પ્રોડક્ટની ડિઝાઇન સુધારવા જેવી વસ્તુઓ કરવા માટે અમારી સાઇટની તમારી મુલાકાતો વિશેના ડેટાનું વિશ્લેષણ કરીએ છીએ. અને તમે જે જાહેરાતો સાથે ક્રિયા-પ્રતિક્રિયા કરો છો તેના વિશેના ડેટા પણ અમે જાહેરાતકર્તાઓ સાથે શેર કરી શકીએ છીએ કે જેથી તેઓ તેમના જાહેરાત પ્રચારોને સમજી શકે. અમે આ કરવા માટે, Google Analytics સહિત.વિવિધ પ્રકારના સાધનોનો ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે તમે Google Analyticsનો ઉપયોગ કરતી કોઈ સાઇટની મુલાકાત લો, ત્યારે Google અને Google Analytics ગ્રાહક અમારી જાહેરાત સેવાઓનો ઉપયોગ કરતી હોય તેવી અન્ય સાઇટની પ્રવૃત્તિ સાથે તે સાઇટની તમારી પ્રવૃત્તિ વિશેની માહિતીને લિંક કરી શકે છે.

તમારી સાથે વાર્તાલાપ કરવા માટે

અમે સીધી તમારી સાથે ક્રિયા-પ્રતિક્રિયા કરવા માટે, તમારા ઇમેઇલ ઍડ્રેસ જેવી અમે એકત્રિત કરીએ છીએ તે માહિતીનો ઉપયોગ કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, જો અમને કોઈ અસામાન્ય સ્થાનથી તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કરવાનો પ્રયાસ કરવા જેવી શંકાસ્પદ પ્રવૃત્તિ મળે, તો અમે તમને નોટિફિકેશન મોકલી શકીએ છીએ. અથવા અમે અમારી સેવાઓમાં આગામી ફેરફારો અથવા સુધારાઓ વિશે તમને જણાવી શકીએ છીએ. અને જો તમે Googleનો સંપર્ક કરો છો, તો તમે સામનો કરતા હોય એવી કોઈપણ સમસ્યાઓ હલ કરવામાં તમારી સહાય માટે તમારી વિનંતીઓનો રેકોર્ડ રાખી શકીએ છીએ.

Google, અમારા વપરાશકર્તાઓ અને લોકોનું રક્ષણ કરવા માટે

અમે અમારી સેવાઓની સુરક્ષા અને વિશ્વસનીયતાને બહેતર બનાવવામાં સહાય માટે માહિતીનો ઉપયોગ કરીએ છીએ. આમાં છેતરપિંડી, દુરુપયોગ, સુરક્ષા જોખમો અને Google, અમારા વપરાશકર્તાઓ અથવા લોકોને નુકસાન પહોંચાડી શકે તેવી તકનીકી સમસ્યાઓને શોધવા, અટકાવવા અને પ્રતિસાદ આપવાનો સમાવેશ થાય છે.


અને આ હેતુસર તમારી માહિતીની પ્રક્રિયા કરવા માટે અમે અલગ-અલગ ટેક્નોલોજીઓનો ઉપયોગ કરી શકીએ છીએ. અમે આપમેળે ચાલતી સિસ્ટમનો ઉપયોગ પણ કરી શકીએ છીએ કે જે તમને કસ્ટમાઇઝ કરેલ શોધ પરિણામો, મનગમતી જાહેરાતો અથવા અન્ય સુવિધાઓ જેવી વસ્તુઓ અથવા તમે અમારી સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરો છો તેને અનુરૂપ અન્ય સુવિધાઓ પ્રદાન કરવા માટે તમારા સામગ્રીનું વિશ્લેષણ કરે છે. અને સ્પામ, માલવેર અને ગેરકાનૂની સામગ્રી જેવા દુરુપયોગ શોધવામાં અમારી સહાય માટે અમે તમારા સામગ્રીનું વિશ્લેષણ કરીએ છીએ. અમે ડેટામાં પૅટર્નને ઓળખવા માટે ઍલ્ગોરિધમનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, Google અનુવાદ તમે તેને કહો તે શબ્દસમૂહોમાં સામાન્ય ભાષા પૅટર્ન શોધીને લોકોને બધી ભાષાઓમાં વાતચીત કરવામાં સહાય કરે છે.

અમે ઉપર જણાવેલ હેતુઓ માટે અમારી સેવાઓ અને તમારા બધા ઉપકરણોમાં અમે એકત્રિત કરીએ છીએ તે માહિતીને જોડી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, જો તમે YouTube પર ગિટાર પ્લેયરનો વીડિઓ જુઓ છો, તો તમને કદાચ અમારી જાહેરાત પ્રોડક્ટનો ઉપયોગ કરતી હોય તે સાઇટ પર ગિટારના લેસન દેખાઈ શકે છે. તમારી એકાઉન્ટ સેટિંગના આધારે, Googleની સેવાઓ અને Google દ્વારા વિતરિત થતી જાહેરાતોને બહેતર બનાવવા માટે અન્ય સાઇટ અને ઍપ પરની તમારી પ્રવૃત્તિને તમારી વ્યક્તિગત માહિતી સાથે જોડવામાં આવી શકે છે.

જો અન્ય વપરાશકર્તાઓ પાસે પહેલેથી જ તમારું ઇમેઇલ ઍડ્રેસ અથવા તમને ઓળખી શકે તેવી અન્ય માહિતી હોય, તો અમે તેમને તમારી સાર્વજનિક રીતે દૃશ્યક્ષમ Google એકાઉન્ટ માહિતી બતાવી શકીએ છીએ, જેમ કે તમારું નામ અને ફોટો. ઉદાહરણ તરીકે, આ લોકોને તમારા તરફથી આવતો ઇમેઇલ ઓળખવામાં સહાય કરી શકે છે.

આ ગોપનીયતા નીતિમાં આવરી લેવામાં આવેલ ન હોય તેવા હેતુ માટે તમારી માહિતીનો ઉપયોગ કરતા પહેલાં અમે તમારી સંમતિ લઈશું.

તમારા ગોપનીયતા નિયંત્રણો

તમે અમે એકત્રિત કરીએ તે માહિતી અને તેના ઉપયોગ કરવાની રીત સંબંધિત પસંદગીઓ ધરાવો છો

આ વિભાગ અમારી સેવાઓ પર તમારી ગોપનીયતાને સંચાલિત કરવા માટેના મુખ્ય નિયંત્રણોનું વર્ણન કરે છે. તમે ગોપનીયતા તપાસની મુલાકાત પણ લઈ શકો છો, જે મહત્વપૂર્ણ ગોપનીયતા સેટિંગનું રિવ્યૂ કરવાની અને તેને સમાયોજિત કરવાની તક પ્રદાન કરે છે. આ સાધનો ઉપરાંત, અમે અમારા પ્રોડક્ટમાં વિશેષ ગોપનીયતા સેટિંગ પણ ઑફર કરીએ છીએ — તમે અમારી પ્રોડક્ટ ગોપનીયતા ગાઇડમાં વધુ જાણી શકો છો.

ગોપનીયતા તપાસ પર જાઓ

તમારી માહિતીને સંચાલિત કરવી, રિવ્યૂ કરવી અને અપડેટ કરવી

જ્યારે તમે સાઇન ઇન કર્યું હોય ત્યારે, તમે ઉપયોગ કરો છો તે સેવાઓની મુલાકાત લઈને હંમેશાં તમે માહિતીનું રિવ્યૂ કરીને તેને અપડેટ કરી શકો છો. ઉદાહરણ તરીકે, ફોટો અને ડ્રાઇવ બન્નેને તમે Google પર સાચવેલ વિશેષ પ્રકારના સામગ્રીને સંચાલિત કરવામાં તમારી સહાય કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલ છે.

અમે તમારા Google એકાઉન્ટમાં સાચવેલ માહિતીનું રિવ્યૂ અને નિયંત્રણ કરવા તમારા માટે અમે એક સ્થાન પણ બનાવ્યું છે. તમારા Google એકાઉન્ટમાં આનો સમાવેશ થાય છે:

ગોપનીયતા નિયંત્રણો

પ્રવૃત્તિ નિયંત્રણો

તમે તમારા એકાઉન્ટમાં કયા પ્રકારની માહિતી સાચવવા માગો છો તે નક્કી કરો. ઉદાહરણ તરીકે, જો તમને તમારા દૈનિક સફર માટે ટ્રાફિક અનુમાનો જોઈતા હોય, તો તમે સ્થાન ઇતિહાસ ચાલુ કરી શકો છો અને બહેતર વીડિઓ સૂચનો મેળવવા માટે તમારો YouTube જોવાયાનો ઇતિહાસ સાચવી શકો છો.

પ્રવૃત્તિ નિયંત્રણો પર જાઓ

જાહેરાત સેટિંગ

Google અને જાહેરાત બતાવવા માટે Google સાથે ભાગીદાર હોય તે સાઇટ અને ઍપ પર તમને બતાવેલ જાહેરાતો વિશે તમારી પસંદગીઓને સંચાલિત કરો. તમે તમારી રુચિઓમાં ફેરફાર કરી શકો છો, જાહેરાતોને તમને વધુ અનુરૂપ બનાવવા માટે તમારી વ્યક્તિગત માહિતીને ઉપયોગમાં લેવી કે નહીં તે પસંદ કરી શકો છો અને જાહેરાત કરતી અમુક સેવાઓને ચાલુ અથવા બંધ કરી શકો છો.

જાહેરાત સેટિંગ પર જાઓ

તમારા વિશે

બધી Google સેવાઓ પર તમારા વિશે અન્ય લોકો જે જુએ છે તે નિયંત્રિત કરો.

તમારા વિશે ટૅબ પર જાઓ

મિત્રોથી ભલામણો

જાહેરાતોમાં દેખાય છે તે રિવ્યૂ અને સુઝાવો જેવી તમારી પ્રવૃત્તિની બાજુમાં તમારું નામ અને ફોટો બતાવવા કે નહીં તે પસંદ કરો.

મિત્રોથી ભલામણો પર જાઓ

તમે આદાનપ્રદાન કરો છો તે માહિતી

જો તમે G Suiteના વપરાશકર્તા હો, તો તમારા Google+ના એકાઉન્ટ મારફતે તમે કોની સાથે માહિતી શેર કરો છો, તે નિયંત્રિત કરો.

તમે શેર કરો તે માહિતી પર જાઓ

તમારી માહિતીનું રિવ્યૂ અને અપડેટ કરવાની રીતો

મારી પ્રવૃત્તિ

મારી પ્રવૃત્તિની મદદથી તમે Google સેવાઓનો ઉપયોગ કરતી વખતે, જેમ કે તમે કરેલી શોધ અને તમારી Google Playની મુલાકાતો વખતે બનાવેલ ડેટાનું રિવ્યૂ અને તેને નિયંત્રિત કરી શકો છો. તમે તારીખ અને વિષય દ્વારા બ્રાઉઝ કરી શકો છો અને તમારી થોડી અથવા બધી પ્રવૃત્તિને ડિલીટ કરી શકો છો.

મારી પ્રવૃત્તિ પર જાઓ

Google ડૅશબોર્ડ

Google ડૅશબોર્ડની મદદથી તમે વિશેષ પ્રોડક્ટ સાથે સંકળાયેલ માહિતીને સંચાલિતસંચાલિત કરી શકો છો.

ડૅશબોર્ડ પર જાઓ

તમારી વ્યક્તિગત માહિતી

તમારી સંપર્ક માહિતીને સંચાલિત કરો જેમ કે તમારું નામ, ઇમેઇલ અને ફોન નંબર.

વ્યક્તિગત માહિતી પર જાઓ

જ્યારે તમે સાઇન આઉટ કરેલ હોય, ત્યારે તમે નીચે આપેલ સહિત, તમારા બ્રાઉઝર અથવા ઉપકરણ સાથે સંકળાયેલ માહિતીને સંચાલિતસંચાલિત કરી શકો છો:

  • સાઇન આઉટ કરેલ શોધ વૈયક્તિકરણ: પસંદ કરો કે તમને સંબંધિત પરિણામો અને સુઝાવો ઑફર કરવા માટે તમારી શોધ પ્રવૃત્તિનો ઉપયોગ કરવો કે નહીં.
  • YouTube સેટિંગ: તમારો YouTube શોધ ઇતિહાસ અને તમારો YouTube જોવાયાનો ઇતિહાસ થોભાવો અને ડિલીટ કરો.
  • જાહેરાત સેટિંગ: Google અને જાહેરાત બતાવવા માટે Google સાથે ભાગીદાર હોય તે સાઇટ અને ઍપ પર તમને બતાવેલ જાહેરાતો વિશે તમારી પસંદગીઓને સંચાલિત કરો.

તમારી માહિતીની નિકાસ કરવા, કાઢી નાખવા અને ડિલીટ કરવા વિશે

તમે તમારા Google એકાઉન્ટમાં સામગ્રીની કૉપિ નિકાસ કરી શકો છો જો તમે તેનો બૅકઅપ લેવા માગતા હોય અથવા Google સિવાયની સેવાઓ સાથે તેનો ઉપયોગ કરવા માગતા હોય.

તમારો ડેટા નિકાસ કરો

તમે લાગુ કાયદાને આધારે વિશેષ Google સેવાઓમાંથી સામગ્રી કાઢી નાખવાની વિનંતીપણ કરી શકો છો.

તમારી માહિતી ડિલીટ કરવા માટે, તમે આ કરી શકો છો:

તમારી માહિતી ડિલીટ કરી શકો છો

અને અંતે, તમે અણધારી રીતે તમારા એકાઉન્ટનો ઉપયોગ કરવામાં અસમર્થ રહો તે કિસ્સામાં નિષ્ક્રિય એકાઉન્ટ સંચાલિતર તમને કોઈ અન્યને તમારા Google ના ભાગનો ઍક્સેસ આપવાની મંજૂરી આપવા દે છે.


અહીં આપેલ સહિત, તમે Google એકાઉન્ટ પર સાઇન ઇન કરેલ હોય કે નહીં Google એકત્રિત કરે છે તે માહિતીને નિયંત્રિત કરવાની અન્ય રીતો છે:

  • બ્રાઉઝર સેટિંગ: ઉદાહરણ તરીકે, Google ક્યારે તમારા બ્રાઉઝરમાં કુકી સેટ કરે તે દર્શાવવા માટે પણ તમે તમારા બ્રાઉઝરને ગોઠવી શકો છો. તમે વિશેષ ડોમેન અથવા બધા ડોમેનની બધી કુકી બ્લૉક કરવા માટે પણ તમારા બ્રાઉઝરને ગોઠવી શકો છો. પણ યાદ રાખો કે અમારી સેવાઓ તમારી ભાષા પસંદગીઓ યાદ રાખવા જેવી વસ્તુઓ માટે, યોગ્ય રીતે કાર્ય કરવા કુકી પર વિશ્વાસ રાખે છે.
  • ઉપકરણ-લેવલની સેટિંગ: તમારું ઉપકરણ એવા નિયંત્રણો ધરાવે છે કે જે અમે કઈ માહિતી એકત્રિત કરીએ તે નક્કી કરી શકે છે. ઉદાહરણ તરીકે, તમે તમારા Android ઉપકરણ પર સ્થાન સેટિંગમાં ફેરફાર કરી શકો છો.

તમારી માહિતી શેર કરવી

જ્યારે તમે તમારી માહિતી શેર કરો ત્યારે

અમારી ઘણી બધી સેવાઓ તમને અન્ય લોકો સાથે માહિતી શેર કરવા દે છે અને કેવી રીતે શેર કરવી તે તમારા નિયંત્રણમાં હોય છે. ઉદ્દાહરણ તરીકે, તમે YouTube પર સાર્વજનિક રૂપે વીડિઓ શેર કરી શકો છો અથવા તમે તમારો વીડિઓ ખાનગી રાખવાનું નક્કી કરી શકો છો. યાદ રાખો કે જ્યારે તમે માહિતીને સાર્વજનિક રૂપે શેર કરો, ત્યારે તમારું સામગ્રી Google શોધ સહિત શોધ એન્જિન મારફતે ઍક્સેસિબલ રહી શકે છે.

જ્યારે તમે સાઇન ઇન કરેલું હોય અને અમુક Google સેવાઓ સાથે ક્રિયા-પ્રતિક્રિયા કરતા હોય, જેમ કે YouTube વીડિયો પર કોમેન્ટ કરતા હોય અથવા Playમાં કોઈ ઍપનો રિવ્યૂ કરતા હોય, ત્યારે તમારું નામ અને ફોટો તમારી પ્રવૃત્તિની બાજુમાં દેખાય છે. અમે તમારા મિત્રોથી ભલામણો સેટિંગના આધારે જાહેરાતોમાં આ માહિતી પણ બતાવી શકીએ છીએ.

જ્યારે Google તમારી માહિતી શેર કરે ત્યારે

અમે નીચે આપેલ સ્થિતિઓ સિવાય Googleની બહારની કંપનીઓ, સંસ્થાઓ અથવા વ્યક્તિઓ સાથે તમારી વ્યક્તિગત માહિતી શેર કરી શકતા નથી:

તમારી સંમતિ મેળવીને

જ્યારે અમારી પાસે તમારી સંમતિ હોય ત્યારે અમે તમારી વ્યક્તિગત માહિતીને Googleની બહાર શેર કરીશું. ઉદાહરણ તરીકે, જો તમે કોઈ બુકિંગ સેવા મારફતે રિઝર્વેશન કરાવવા માટે Google Homeનો ઉપયોગ કરો છો, તો અમે રેસ્ટોરન્ટ સાથે તમારું નામ અથવા ફોન નંબર શેર કરતા પહેલાં તમારી પરવાનગી મેળવીશું. કોઈપણ સંવેદનશીલ વ્યક્તિગત માહિતી શેર કરવા માટે અમે તમારી સ્પષ્ટ સંમતિ મેળવીશું.

ડોમેન વ્યવસ્થાપકો સાથે

જો તમે વિદ્યાર્થી હોવ અથવા કોઈ એવી સંસ્થા માટે કાર્ય કરતા હોય કે જે Google સેવાઓ (જેમ કે G Suite)નો ઉપયોગ કરતી હોય, તો તમારા ડોમેન વ્યવસ્થાપક અને પુનર્વિક્રેતા જે તમારું એકાઉન્ટ સંચાલિત કરે છે તે તમારા Google એકાઉન્ટને ઍક્સેસ કરી શકશે. તેઓ આ કરી શકે છે:

  • તમારા ઇમેઇલ જેવા, તમારા એકાઉન્ટમાં સ્ટોર કરેલી માહિતીને ઍક્સેસ કરી અને જાળવી શકે છે
  • તમારા એકાઉન્ટ સંબંધિત આંકડા જોઈ શકે છે, જેમ કે તમે કેટલી ઍપ ઇન્સ્ટૉલ કરેલી છે
  • તમારો એકાઉન્ટ પાસવર્ડ બદલી શકે છે
  • તમારા એકાઉન્ટનો ઍક્સેસ સસ્પેન્ડ અથવા સમાપ્ત કરી શકે છે
  • લાગુ પડતા કાયદા, નિયમન, કાનૂની પ્રક્રિયા અથવા લાગુ સરકારી વિનંતીને સંતોષવા માટે તમારા એકાઉન્ટ વિશેની માહિતી પ્રાપ્ત કરી શકે છે
  • તમારી માહિતી અથવા તમારી ગોપનીયતા સેટિંગને ડિલીટ કરવા અથવા તેમાં ફેરફાર કરવાની તમારી ક્ષમતાને નિયંત્રિત કરી શકે છે

બાહ્ય પ્રક્રિયા કરવા માટે

અમે અમારી સૂચનાઓના આધારે અને અમારી ગોપનીયતા નીતિ અને કોઈપણ અન્ય યોગ્ય ગુપ્તતા અને સુરક્ષા માપદંડો અનુસાર અમારા આનુષંગિકો અથવા અન્ય વિશ્વસનીય વ્યવસાયો અથવા વ્યક્તિઓને વ્યક્તિગત માહિતી અમારા માટે તેની પર પ્રક્રિયા કરવા માટે પ્રદાન કરીએ છીએ. ઉદાહરણ તરીકે, અમે ગ્રાહક સેવામાં અમારી સહાય માટે સેવા પ્રદાતાઓનો ઉપયોગ કરીએ છીએ.

કાનૂની કારણોસર

અમે Googleની બહારની વ્યક્તિઓ સાથે વ્યક્તિગત માહિતી તો જ શેર કરીશું જો અમને વિશ્વાસ હોય કે માહિતીનો ઍક્સેસ, ઉપયોગ, જાળવણી અથવા સ્પષ્ટતા આ કરવા માટે વ્યાજબી રીતે જરૂરી છે:

  • કોઈપણ લાગુ કાયદા, નિયમન, કાનૂની પ્રક્રિયા અથવા લાગુ સરકારી વિનંતીને પૂરી કરવા. અમે અમારા પારદર્શિતા રિપોર્ટમાં પ્રાપ્ત કરીએ છીએ તે વિનંતીઓની સંખ્યા અને પ્રકાર વિશેની માહિતી શેર કરીએ છીએ.
  • સંભવિત ઉલ્લંઘનની તપાસ સહિત લાગુ સેવાની શરતોનો અમલ કરવા.
  • છેતરપિંડી, સુરક્ષા અથવા તકનીકી સમસ્યાઓ શોધવા અટકાવવા અને હલ કરવા
  • કાયદા દ્વારા આવશ્યક અથવા મંજૂર Google, અમારા વપરાશકર્તાઓ અથવા જાહેર જનતાના હકો, સંપદા અથવા સલામતીના નુકસાન સામે રક્ષણ કરવા.

અમે વ્યક્તિગત રૂપે ઓળખી ન શકાય તેવી માહિતીને સાર્વજનિક રૂપે અને અમારા ભાગીદારો - જેમ કે પ્રકાશકો, જાહેરાતકર્તાઓ, ડેવલપર અથવા અધિકાર ધારકો સાથે શેર કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, અમારી સેવાઓના સામાન્ય ઉપયોગ વિશે હાલમાં ચર્ચિત મુદ્દા બતાવવા માટે અમે માહિતીને સાર્વજનિક રૂપે શેર કરીએ છીએ. અમે વિશેષ ભાગીદારોને પણ તેમની કુકી અથવા સમાન ટેકનોલોજીનો ઉપયોગ કરીને જાહેરાત અને આકલનના હેતુઓ માટે તમારા બ્રાઉઝર અને ઉપકરણમાંથી માહિતી એકત્રિત કરવાની મંજૂરી આપી છીએ.

Google કોઈ વિલયન, સંપાદન અથવા મિલકત વેચાણમાં શામેલ હોય, તો અમે તમારી વ્યક્તિગત માહિતીની ગોપનીયતાની ખાતરી કરવાનું અને વ્યક્તિગત માહિતી સ્થાનાંતરિત અથવા તે ભિન્ન ગોપનીયતા નીતિને પાત્ર બને તે પહેલાં પ્રભાવિત વપરાશકર્તાઓને નોટિસ આપવાનું ચાલુ રાખીશું.

તમારી માહિતી સુરક્ષિત રાખવા

તમારી માહિતીનું રક્ષણ કરવા માટે અમે અમારી સેવામાં સુરક્ષાનું નિર્માણ કરીએ છીએ

બધી Google પ્રોડક્ટને સખત સુરક્ષા સુવિધાઓ સાથે બનાવવામાં આવેલ છે જે તમારી માહિતીનું સતત રક્ષણ કરે છે. અમે અમારી સેવાઓને જાળવીને મેળવીએ છીએ તે જાણકારીઓ સુરક્ષા જોખમો શોધવા અને તેને તમારા સુધી પહોંચતા આપમેળે બ્લૉક કરવામાં અમારી સહાય કરે છે. અને જો અમને એવું કંઈક જોખમી મળે જે અમને તમને જણાવવાનું જરૂરી લાગે, તો અમે તમને સૂચિત કરીશું અને બહેતર સુરક્ષિત રહેવાના પગલાં પર જવામાં સહાય કરીશું.

અમે ધરાવીએ છીએ તે માહિતીના અનધિકૃત ઍક્સેસ, ફેરફારો, સ્પષ્ટતા અથવા તેના નાશથી તમને અને Googleને રક્ષણ આપવા સખત મહેનત કરીએ છીએ:

  • પરિવહન દરમ્યાન તમારા ડેટાને ખાનગી રાખવા માટે અમે એન્ક્રિપ્શનનો ઉપયોગ કરીએ છીએ
  • તમારા એકાઉન્ટની રક્ષા કરવા માટે અમે વિવિધ સુરક્ષા સુવિધાઓ ઑફર કરીએ છીએ, જેમ કે સુરક્ષિત બ્રાઉઝિંગ, સુરક્ષા તપાસ અને 2-પગલામાં ચકાસણી
  • અમે અમારી સિસ્ટમમાં અનધિકૃત ઍક્સેસ સામે રક્ષણ કરવા માટે ભૌતિક સુરક્ષા માપદંડો સહિત અમારી માહિતીના સંગ્રહ, સ્ટોરેજ અને પ્રક્રિયાના સિદ્ધાંતોનું રિવ્યૂ કરીએ છીએ
  • અમે વ્યક્તિગત માહિતી પર પ્રક્રિયા કરવા માટે જેને તે માહિતી જાણવાની જરૂર છે તે Google કર્મચારીઓ, કોન્ટ્રાક્ટર અને એજન્ટ સુધી ઍક્સેસને પ્રતિબંધિત કરીએ છીએ. આ ઍક્સેસ ધરાવનાર કોઈપણ સખત કરાર ગોપનીયતાના બંધનકારક કરારને પાત્ર હોય છે અને તેઓ આ બંધનકારક કરારની પૂર્તિ કરવામાં નિષ્ફળ થાય તો તેમની સામે કાર્યવાહી કરવામાં અથવા તેમને બહાર કરવામાં આવી શકે છે.

તમારી માહિતીની નિકાસ કરવી અને ડિલીટ કરવી

તમે Google એકાઉન્ટમાંથી કોઈપણ સમયે તમારી મહિતીની કૉપિને નિકાસ કરી શકો છો અથવા તેને ડિલીટ કરી શકો છો

તમે તમારા Google એકાઉન્ટમાં સામગ્રીની કૉપિ નિકાસ કરી શકો છો જો તમે તેનો બૅકઅપ લેવા માગતા હોય અથવા Google સિવાયની સેવાઓ સાથે તેનો ઉપયોગ કરવા માગતા હોય.

તમારો ડેટા નિકાસ કરો

તમારી માહિતી ડિલીટ કરવા માટે, તમે આ કરી શકો છો:

તમારી માહિતી ડિલીટ કરી શકો છો

તમારી માહિતી જાળવવી

ડેટામાં શું છે, તેનો અમે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ અને તમે તમારા સેટિંગની ગોઠવણી કેવી રીતે કરો છો, તેના આધારે વિવિધ સમયગાળા માટે અમે અમારા દ્વારા એકત્રિત કરવામાં આવતો ડેટા જાળવી રાખીએ છીએ:

  • તમે બનાવતા અથવા અપલોડ કરતા હો એવા કન્ટેન્ટ જેવો અમુક ડેટા તમે કોઈપણ સમયે ડિલીટ કરી શકો છો. તમે તમારા એકાઉન્ટમાં સાચવેલી પ્રવૃત્તિની માહિતી ડિલીટ કરી શકો છો અથવા કોઈ ચોક્કસ સમયગાળા પછી ઑટોમૅટિક રીતે ડિલીટ કરવામાં આવે એવું પણ પસંદ કરી શકો છો.
  • અન્ય ડેટાને ચોક્કસ સમયગાળા પછી ઑટોમૅટિક રીતે ડિલીટ કરવામાં આવે છે અથવા તેનું અનામીકરણ કરવામાં આવે છે, જેમ કે સર્વરના લૉગમાં રહેલો જાહેરાતનો ડેટા.
  • તમે તમારું Google એકાઉન્ટ ડિલીટ કરો ત્યાં સુધી અમે અમુક ડેટા જાળવી રાખીએ છીએ, જેમ કે તમે અમારી સેવાનો કેટલી વાર ઉપયોગ કરો છો તે વિશેની માહિતી.
  • તેમજ કાયદેસર વ્યવસાય અથવા કાનૂની હેતુઓ માટે જરૂરી હોય ત્યારે પણ અમે અમુક ડેટા લાંબા સમયગાળા માટે જાળવીએ છીએ, જેમ કે સુરક્ષા માટે, કપટ અને દુરુપયોગ ટાળવા માટે અથવા નાણાકીય રેકોર્ડ રાખવા માટે.

જ્યારે તમે ડેટા ડિલીટ કરો, ત્યારે તમારો ડેટા અમારા સર્વર પરથી સલામત રીતે તથા સંપૂર્ણપણે કાઢી નાખવામાં આવ્યો હોય અથવા અનામી રૂપે રાખવામાં આવ્યો હોય તે સુનિશ્ચિત કરવા માટે, અમે ડિલીટ કરવાની પ્રક્રિયાને અનુસરીએ છીએ. અમે ખાતરી કરવાનો પ્રયાસ કરીએ છીએ કે અમારી સેવાઓ માહિતીને આકસ્મિક અથવા દુર્ભાવનાપૂર્ણ રીતે ડિલીટ થવાથી અટકાવે છે. આને કારણે, જ્યારે તમે કંઈક ડિલીટ કરો અને જ્યારે અમારી સક્રિય અને બૅકઅપ સિસ્ટમમાંથી બધી કૉપિને ડિલીટ કરવામાં આવે, તેની વચ્ચે વિલંબ થઈ શકે છે.

તમારી માહિતી ડિલીટ કરવા માટે અમને કેટલો સમય લાગે છે, તેના સહિત તમે Googleના ડેટા સંરક્ષણ અવધિ વિશે વધુ વાંચી શકો છો.

નિયમનોનું પાલન અને સહયોગ

અમે નિયમિત રૂપે આ ગોપનીયતા નીતિનું રિવ્યૂ કરીએ છીએ અને ખાતરી કરીએ છીએ કે અમે તમારી માહિતીની પ્રક્રિયા આનું પાલન થાય તે રીતે કરીએ છીએ.

ડેટા ટ્રાન્સફર

અમે વિશ્વભરના સર્વર જાળવીએ છીએ અને તમારી માહિતીની પ્રક્રિયા તમે જ્યાં રહેતા હોય તે દેશની બહાર સ્થિત સર્વર પર કરવામાં આવી શકે છે. ડેટા સંરક્ષણ કાયદા દેશ અનુસાર અલગ-અલગ હોય છે, જેમાં અમુક દેશો અન્ય કરતાં વધુ સંરક્ષણ પ્રદાન કરે છે. તમારી માહિતી પર ક્યાં પ્રક્રિયા કરવામાં આવે છે તેને ધ્યાનમાં લીધા વિના, અમે આ નીતિમાં વર્ણવ્યા મુજબના સંરક્ષણો લાગુ કરીએ છીએ. અમે ડેટાના ટ્રાન્સફર સંબંધિત અમુક કાનૂની ફ્રેમવર્કનું પણ પાલન કરીએ છીએ, જેમ કે EU-US અને સ્વિસ-US પ્રાઈવસી શીલ્ડ ફ્રેમવર્ક.

જ્યારે અમને ઔપચારિક લેખિત ફરિયાદો પ્રાપ્ત થાય, ત્યારે અમે ફરિયાદ કરનાર વ્યક્તિનો સંપર્ક કરીને પ્રતિક્રિયા કરીએ છીએ. અમે પ્રત્યક્ષ રીતે તમારી સાથે ઉકેલ લાવી ન શકીએ તેવા તમારા ડેટાના ટ્રાન્સફર સંબંધિત કોઈપણ ફરિયાદોને ઉકેલવા માટે, અમે સ્થાનિક ડેટા સુરક્ષા અધિકારીઓ સહિત યોગ્ય નિયમન અધિકારીઓ સાથે કામ કરીએ છીએ.

આ નીતિ વિશે

જ્યારે આ નીતિ લાગુ થાય છે

અમારી ગોપનીયતા નીતિ Google LLC અને તેની આનુષંગિકો દ્વારા અપાતી બધી સેવાઓ પર લાગુ થાય છે, જેમાં YouTube, Android અને તૃતીય પક્ષ સાઇટ, જેમ કે અમારી જાહેરાત સેવાઓ દ્વારા આપવામાં આવતી સેવાઓનો સમાવેશ છે. આ ગોપનીયતા નીતિ તે સેવાઓ પર લાગુ થતી નથી કે જે આ ગોપનીયતા નીતિમાં શામેલ નથી તેવી અલગ ગોપનીયતા નીતિઓ ધરાવે છે.

આ ગોપનીયતા નીતિ આની પર લાગુ થતી નથી:

  • અમારી સેવાઓની જાહેરાત કરતી અન્ય કંપનીઓ અને સંસ્થાઓના માહિતી સિદ્ધાંતો પર
  • Google સેવાઓને શામેલ કરી શકે તેવી તે પ્રોડક્ટ અથવા સાઇટ સહિત, અન્ય કંપનીઓ અથવા વ્યક્તિઓ દ્વારા ઑફર કરવામાં આવતી સેવાઓ, તમારા શોધ પરિણામો પ્રદર્શિત થતી હોય અથવા અમારી સેવાઓ સાથે લિંક કરેલ હોય

આ નીતિના ફેરફારો

અમે અમારી ગોપનીયતા નીતિ સમયે સમયે બદલીએ છીએ છે. અમે તમારી સ્પષ્ટ સંમતિ વિના આ ગોપનીયતા નીતિ અંતર્ગત અધિકારોને ઘટાડીશું નહીં. અમે છેલ્લા ફેરફાર પ્રકાશિત કર્યા તે ડેટા હંમેશાં બતાવી છીએ અને તમારા રિવ્યૂ માટે આર્કાઇવ કરેલ આવૃત્તિનો ઍક્સેસ ઑફર કરીએ છીએ. જો ફેરફારો મહત્વપૂર્ણ હોય તો, અમે એક વધુ વિગતવાર સૂચના પ્રદાન કરીશું (ચોક્કસ સેવાઓ માટે, ગોપનીયતા નીતિ ફેરફારોની ઇમેઇલ નોટિફિકેશન સહિત).

સંબંધિત ગોપનીયતા આચરણ

વિશેષ Google સેવાઓ

નીચેની ગોપનીયતા સૂચનાઓ અમુક Google સેવાઓ વિશે અતિરિક્ત માહિતી પ્રદાન કરે છે:

અન્ય ઉપયોગી સંસાધનો

અમારા સિદ્ધાંતો અને ગોપનીયતા સેટિંગ વિશે વધુ જાણવા માટે નીચેની લિંક તમારા માટે ઉપયોગી સંસાધનો સ્પષ્ટ કરે છે.

તમને સૌથી વધુ ઉપયોગી જણાતી જાહેરાતો

ઉદાહરણ તરીકે, જો તમે YouTube પર બેકિંગ વિશેના વીડિઓ જુઓ છો, તો તમે વેબ બ્રાઉઝ કરો કે તરત જ તમને બેકિંગથી સંબંધિત હોય તેવી જાહેરાતો વધુ દેખાઈ શકે છે. અમે તમારું અંદાજિત સ્થાન નિર્ધારિત કરવા માટે તમારા IP ઍડ્રેસનો ઉપયોગ પણ કરીએ છીએ, જેથી જો તમે "પિઝા" માટે શોધો છો તો અમે તમને નજીકની પિઝા વિતરણ સેવા માટેની જાહેરાતો આપી શકીએ. Google જાહેરાતો વિશે અને અમને શા માટે ચોક્કસ પ્રકારની જાહેરાતો દેખાય છે તે વિશે વધુ જાણો.

ઑનલાઇન તમારા માટે સૌથી મહત્વપૂર્ણ હોય તેવા લોકો

ઉદાહરણ તરીકે, જ્યારે તમે કમ્પોઝ કરી રહ્યાં હોય તે ઇમેઇલની પ્રતિ, Cc અથવા Bcc ફીલ્ડમાં ઍડ્રેસ લખી રહ્યાં હોય, ત્યારે Gmail, તમે સૌથી વધુ વાર જેનો સંપર્ક કરતા હોય તે લોકોના આધારે ઍડ્રેસ સૂચવશે.

ફોન નંબર

જો તમે તમારા એકાઉન્ટમાં તમારો ફોન નંબર ઉમેરો છો, તો તમારી સેટિંગના આધારે બધી Google સેવાઓ પર અલગ-અલગ હેતુઓ માટે તેને ઉપયોગમાં લઈ શકાય છે. ઉદાહરણ તરીકે, તમારા ફોન નંબરનો ઉપયોગ જો તમે તમારો પાસવર્ડ ભૂલી જાઓ તો તમારા એકાઉન્ટને ઍક્સેસ કરવામાં તમને સહાય કરવા માટે, લોકોને તમને શોધવામાં અને તમારો સંપર્ક કરવામાં સહાય કરવા માટે અને તમે જુઓ છો તે જાહેરાતોને તમારાથી વધુ સંબંધિત બનાવવા માટે થઈ શકે છે. વધુ જાણો

ચુકવણીની માહિતી

જો તમે તમારા Google એકાઉન્ટમાં ક્રેડિટ કાર્ડ અથવા અન્ય ચુકવણી પદ્ધતિ ઉમેરો છો, તો તમે તેનો ઉપયોગ અમારી બધી સેવાઓ, જેમ કે Play Storeમાં ઍપ જેવી વસ્તુઓ ખરીદવા માટે કરી શકો છો. તમારી ચુકવણીની પ્રક્રિયા કરવામાં સહાય માટે અમે અન્ય માહિતી પણ પૂછી શકીએ છીએ, જેમ કે વ્યવસાયનું ટેક્સ ID. કેટલાક કેસમાં, અમને તમારી ઓળખ ચકાસવાની જરૂર પણ પડી શકે છે અને આ કરવા માટે તમને માહિતી પૂછી શકીએ છીએ.

ઉદાહરણ તરીકે, જો તમે Google એકાઉન્ટ ધરાવવા માટે પર્યાપ્ત ઉંમરના નથી એવું દર્શાવતી ખોટી માહિતી દાખલ કરો છો, તો તમે અમારી ઉંમર આવશ્યક્તાઓની પૂર્તિ કરો છો તે ચકાસવા માટે પણ અમે ચુકવણીની માહિતીનો ઉપયોગ કરી શકીએ છીએ. વધુ જાણો

ઉપકરણો

ઉદાહરણ તરીકે, તમે Google Playથી ખરીદો છો તે ઍપ ઇન્સ્ટૉલ કરવા માટે અથવા મૂવી જોવા માટે તમે કયા ઉપકરણનો ઉપયોગ કરશો તે નક્કી કરવામાં તમારી સહાય કરવા માટે તમારા ઉપકરણોમાંથી માહિતીનો ઉપયોગ કરી શકી છીએ. અમે આ માહિતીનો ઉપયોગ તમારા એકાઉન્ટનું રક્ષણ કરવા માટે પણ કરી શકીએ છીએ.

Google ઍપ સાથે Android ઉપકરણ

Google ઍપવાળા Android ઉપકરણોમાં Google અથવા અમારા કોઈ એક ભાગીદાર દ્વારા વેચાયેલ ઉપકરણો અને ફોન, કૅમેરા, વાહનો, પહેરવા યોગ્ય ઉપકરણો અને ટેલિવિઝનનો સમાવેશ થાય છે. આ ઉપકરણો Google Play સેવાઓ અને અગાઉથી ઇન્સ્ટૉલ કરેલ ઍપનો ઉપયોગ કરે છે જેમાં Gmail, નકશા, તમારા ફોનના કૅમેરા અને ફોન ડાયલર, ટેક્સ્ટ-ટુ-સ્પીચ રૂપાંતરણ, કીબોર્ડ ઇનપુટ અને સુરક્ષા સુવિધાઓનો સમાવેશ થાય છે.

સામગ્રી અને જાહેરાતો જોવાયાની સંખ્યા અને ક્રિયા-પ્રતિક્રિયાઓ

ઉદાહરણ તરીકે, અમે જાહેરાતો જોવાયાની સંખ્યા અને તેની સાથેની ક્રિયાપ્રતિક્રિયાઓ વિશેની માહિતી એકત્રિત કરીએ છીએ જેથી અમે જાહેરાતકર્તાઓને, તમને અમે પેજ પર તેમની જાહેરાત આપી કે નહીં તે અને દર્શકો દ્વારા જાહેરાત સંભવિત રૂપે જોવાઈ હતી કે નહીં તે જણાવતી એકીકૃત રિપોર્ટ પ્રદાન કરી શકીએ. અમે અન્ય ક્રિયાપ્રતિક્રિયાઓ પણ માપી શકીએ છીએ, જેમ કે તમે જાહેરાત પર તમારું માઉસ કેવી રીતે ફેરવો છો અથવા જેના પર જાહેરાત દેખાય છે તે પેજ સાથે તમે ક્રિયાપ્રતિક્રિયા કરો છો કે કેમ.

તમારા Google એકાઉન્ટ સાથે સિંક્રનાઇઝ કરેલ

જો તમે Chrome સિંક્રનાઇઝેશનને Google એકાઉન્ટ સાથે સક્ષમ કરેલ હોય, તો તમારો Chrome બ્રાઉઝિંગ ઇતિહાસ માત્ર તમારા એકાઉન્ટમાં જ સાચવવામાં આવશે. વધુ જાણો

કૉલ કરવા અને પ્રાપ્ત કરવા અથવા સંદેશા મોકલવા અને પ્રાપ્ત કરવા માટેની સેવાઓ

આ સેવાઓના ઉદાહરણમાં નિમ્નલિખિત શામેલ છે:

  • ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય કૉલ કરવા માટે, Google Hangouts
  • કૉલ કરવા, ટેક્સ્ટ સંદેશા મોકલવા અને વૉઇસમેઇલ મેનેજ કરવા માટે, Google Voice
  • ફોનના પ્લાન માટે, Google Fi

તમારા ઉપકરણના સેન્સર ડેટા દ્વારા

તમારા ઉપકરણમાં એવા સેન્સર હોઈ શકે કે જેનો ઉપયોગ તમારું સ્થાન અને ગતિવિધિને બહેતર સમજવામાં થઈ શકે છે. ઉદાહરણ તરીકે, ઍક્સીલરોમીટરનો ઉપયોગ તમારી ઝડપ નિર્ધારિત કરવા અથવા જાઇરોસ્કોપનો ઉપયોગ તમારી મુસાફરીની દિશાને સમજવા માટે થઈ શકે છે.

તમારા ઉપકરણની નજીકની વસ્તુઓ વિશેની માહિતી

જો તમે Android પર Googleની સ્થાન સેવાઓનો ઉપયોગ કરો છો, તો અમે Google નકશા જેવા, તમારા સ્થાન પર વિશ્વાસ કરતી ઍપનું કાર્યપ્રદર્શન બહેતર બનાવી શકીએ છીએ. જો તમે Googleની સ્થાન સેવાઓનો ઉપયોગ કરો છો, તો તમારું ઉપકરણ Googleને તેના સ્થાન, સેન્સર (જેમ કે ઍક્સીલરોમીટર) અને નજીકનાં સેલ ટાવર અને વાઇ-ફાઇ ઍક્સેસ પૉઇન્ટ (જેમ કે MAC ઍડ્રેસ અને સિગ્નલ પ્રબળતા) વિશેની માહિતી મોકલે છે. આ બધી વસ્તુઓ તમારું સ્થાન નિર્ધારિત કરવામાં સહાય કરે છે. તમે Google સ્થાન સેવાઓને ચાલુ કરવા માટે તમારી ઉપકરણ સેટિંગનો ઉપયોગ કરી શકો છો. વધુ જાણો

સાર્વજનિક રીતે ઍક્સેસિબલ સૉર્સ

ઉદાહરણ તરીકે, અમે Googleના ભાષા મૉડલને તાલીમ આપવા અને Google અનુવાદ જેવી સુવિધાઓનું નિર્માણ કરવા માટે સાર્વજનિક રૂપે ઑનલાઇન હોય એવી માહિતી અથવા અન્ય સાર્વજનિક સૉર્સમાંથી માહિતી એકત્રિત કરી શકીએ છીએ.

દુરુપયોગ સામે રક્ષણ

ઉદાહરણ તરીકે, જો અમને લાગે તમારું એકાઉન્ટ જોખમમાં મુકાયેલ છે (તે સમયે અમે તમારા એકાઉન્ટનું રક્ષણ કરવા માટે પગલાં લેવામાં તમારી સહાય કરી શકીએ છીએ), તો સુરક્ષા જોખમો વિશેની માહિતી તમને સૂચિત કરવામાં અમારી સહાય કરવામાં સહાય કરી શકે છે.

તેમના વતી જાહેરાત અને સંશોધન સેવાઓ

ઉદાહરણ તરીકે, જાહેરાતકર્તાઓ તેમના લોયલ્ટિ-કાર્ડ પ્રોગ્રામમાંથી ડેટા અપલોડ કરી શકે છે કે જેથી તેઓ તેમના જાહેરાત પ્રચારોના કાર્યપ્રદર્શનને બહેતર સમજી શકે. અમે જાહેરાતકર્તાઓને માત્ર એકીકૃત રિપોર્ટ પ્રદાન કરીએ છીએ કે જે લોકો વિશેની વ્યક્તિગત માહિતી પ્રગટ કરતો નથી.

અમારી સેવાઓનું વિતરણ

અમારી સેવાઓનું વિતરિત કરવા માટે અમે તમારી માહિતીનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તેના ઉદાહરણો:

  • અમે તમારા ઉપકરણને સોંપવામાં આવેલ IP ઍડ્રેસનો ઉપયોગ તમને તમે વિનંતી કરેલ ડેટા મોકલવા માટે કરીએ છીએ, જેમ કે YouTube વીડિઓ લોડ કરવા
  • તમને તમારા Google એકાઉન્ટનો ઍક્સેસ હોવો જોઈએ તે વ્યક્તિ તરીકે તમને પ્રમાણિત કરવામાં અમારી સહાય માટે અમે તમારા ઉપકરણ પર કુકીમાં સ્ટોર કરેલ વિશેષ ઓળખકર્તાઓનો ઉપયોગ કરીએ છીએ
  • તમે Google ફોટો પર અપલોડ કરો તે ફોટા અને વીડિઓનો ઉપયોગ તમને આલ્બમ, ઍનિમેશન અને તમે શેર કરી શકો તેવી અન્ય રચનાઓ બનાવવા માટે થાય છે. વધુ જાણો
  • તમે પ્રાપ્ત કરો છો તે ફ્લાઇટ કન્ફર્મેશન ઇમેઇલનો ઉપયોગ તમારા Gmailમાં દેખાતા "ચેક-ઇન" બટન બનાવવા માટે થઈ શકે છે
  • જ્યારે તમે અમારી પાસેથી સેવાઓ અથવા ભૌતિક સામાન ખરીદો, ત્યારે તમે અમને વિતરણ માટેનું સરનામું અથવા વિતરણની સૂચનાઓ જેવી માહિતી પૂરી પાડી શકો છો. અમે આ માહિતીનો ઉપયોગ, ઑર્ડરની પ્રક્રિયા કરવા, પૂર્તિ કરવા અને વિતરણ કરવા જેવી વસ્તુઓ માટે અને તમે ખરીદો છો તે પ્રોડક્ટ અને સેવાના સંબંધમાં સહાય પૂરી પાડવા માટે કરીએ છીએ.

અમારી સેવાઓ હેતુ મુજબ કાર્ય કરે છે તેની ખાતરી

ઉદાહરણ તરીકે, અમે સમસ્યાઓ શોધવા માટે નિરંતર અમારી સિસ્ટમનું મોનિટર કરીએ છીએ. અને કોઈ વિશેષ સુવિધામાં જો અમને કંઈક ખોટું જણાય, તો સમસ્યા પ્રારંભ થાય તે પહેલાં એકત્રિત કરેલી પ્રવૃત્તિ માહિતીનું રિવ્યૂ કરવું તે અમને વસ્તુઓને વધુ ઝડપથી ઠીક કરવામાં સહાયરૂપ થાય છે.

સુધારણા કરવી

ઉદાહરણ તરીકે, અમે કુકીનો ઉપયોગ લોકો અમારી સેવાઓ સાથે કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે તેનું વિશ્લેષણ કરવા માટે કરીએ છીએ. અને તે વિશ્લેષણો અમને બહેતર પ્રોડક્ટ બનાવવામાં સહાય કરી શકે છે. ઉદાહરણ તરીકે, તે અમુક કાર્ય પૂર્ણ કરવામાં લોકોને વધુ સમય લાગી રહ્યો હોય અથવા તેમને બધા પગલાં સમાપ્ત કરવામાં સમસ્યા આવી રહી હોય તો તે શોધવામાં અમારી સહાય કરી શકે છે. પછી અમે તે સુવિધા ફરી ડિઝાઇન કરીને દરેક માટે પ્રોડક્ટને બહેતર બનાવી શકીએ છીએ.

ઉદાહરણ તરીકે, જ્યારે તમે તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કરેલ હોય અને વેબ અને ઍપ પ્રવૃત્તિ નિયંત્રણ ચાલુ કરેલ હોય, ત્યારે તમે વધુ સંબંધિત શોધ પરિણામો મેળવી શકો છો કે જે તમારી પહેલાંની શોધ અને અન્ય Google સેવાઓ પરની પ્રવૃત્તિ પર આધારિત હોય છે. તમે અહીં વધુ જાણી શકો છો. તમે સાઇન આઉટ કરેલ હોય તો પણ તમે કસ્ટમાઇઝ કરેલ શોધ પરિણામો મેળવી શકો છો. જો તમને શોધ કસ્ટમાઇઝેશનનું આ સ્તર ન જોઈતું હોય, તો તમે ખાનગી રૂપે શોધ અને બ્રાઉઝ કરી શકો છો અથવા સાઇન-આઉટ રહીને શોધ વૈયક્તિકરણને બંધ કરી શકો છો.

મનગમતી જાહેરાતો

તમે જાહેરાતકર્તાઓની માહિતીના આધારે પણ મનગમતી જાહેરાતો જોઈ શકો છો. જો તમે જાહેરાતકર્તાની વેબસાઇટ પરથી ખરીદી કરો છો, તો તેઓ તમને જાહેરાતો બતાવવા માટે તે મુલાકાત માહિતીનો ઉપયોગ કરી શકે છે. વધુ જાણો

સંવેદનશીલ કૅટેગરી

તમને મનગમતી જાહેરાત બતાવતી વખતે, અમે તે વિષયોનો ઉપયોગ કરીએ છીએ કે જે અમને કદાચ તમારી પ્રવૃત્તિને આધારે તમારી સુચિનો હોય એવો લાગે. ઉદાહરણ તરીકે, તમે "રસોઈ અથવા રૅસિપિ" અથવા "હવાઈ યાત્રા” જેવી વસ્તુઓ માટેની જાહેરાતો જોઈ શકો છો. અમે જાતિ, ધર્મ, જાતીય અભિગમ અથવા આરોગ્ય જેવી સંવેદનશીલ કૅટેગરી પર આધારિત વિષયોનો ઉપયોગ કરતા નથી અથવા મનગમતી જાહેરાતો બતાવતા નથી. અને અમે અમારી સેવાઓનો ઉપયોગ કરનારા જાહેરાતકર્તાઓથી પણ આ જ અપેક્ષા રાખીએ છીએ.

Google Analytics પ્રથમ-પક્ષ કુકી પર વિશ્વાસ કરે છે, એનો અર્થ એ છે કે કુકી Google Analytics ગ્રાહકો દ્વારા સેટ કરવામાં આવે છે. Google Analytics મારફતે જનરેટ કરેલ ડેટા, અમારી સિસ્ટમનો ઉપયોગ કરીને, Google Analytics ગ્રાહક અને Google દ્વારા અન્ય વેબસાઇટની મુલાકાતોથી સંબંધિત તૃતીય-પક્ષ કુકી સાથે લિંક થઈ શકે છે. ઉદાહરણ તરીકે, જાહેરાતકર્તા તેના Google Analytics ડેટાનો ઉપયોગ વધુ સંબંધિત જાહેરાતો બનાવવા માટે અથવા તેના ટ્રાફિકને વધુ વિશ્લેષિત કરવા માટે કરવાનું ઇચ્છી શકે છે. વધુ જાણો

સુરક્ષા અને જવાબદારી

અમારી સેવાઓને સુરક્ષિત અને વિશ્વનીય રાખવામાં સહાય માટે અમે તમારી માહિતીનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તેના અમુક ઉદાહરણોમાં નિમ્નલિખિત શામેલ છે:

  • આપમેળે થતા દુરુપયોગ સામે રક્ષણ માટે IP ઍડ્રેસ અને કુકી એકત્રિત કરવા અને તેનું વિશ્લેષણ કરવા. આ દુરુપયોગ ઘણા રૂપો લે છે, જેમ કે Gmail વપરાશકર્તાઓને સ્પામ મોકલવા, જાહેરાતો પર કપટપૂર્ણ રીતે ક્લિક કરીને જાહેરાતકર્તાઓ પાસેથી નાણાં ચોરવા અથવા ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાઅલ ઑફ સર્વિસ (DDoS) હુમલાને લૉન્ચ કરીને સામગ્રી કન્ટેન્ટ સેન્સર કરવું.
  • Gmailમાં 'છેલ્લી એકાઉન્ટ પ્રવૃત્તિ' સુવિધા તમારી જાણ વિના તમારા ઇમેઇલને કોઈ વ્યક્તિ ઍક્સેસ કરે કે કેમ અને ક્યારે તે શોધવામાં તમારી સહાય કરી શકે છે. આ સુવિધા તમને Gmailની તાજેતરની પ્રવૃત્તિ વિશેની માહિતી બતાવે છે, જેમ કે તમારી મેઇલને ઍક્સેસ કરનાર IP ઍડ્રેસ, સંકળાયેલ સ્થાન તેમજ ઍક્સેસનો તારીખ અને સમય. વધુ જાણો

દુરુપયોગ શોધવો

જ્યારે અમને અમારી સિસ્ટમ પર સ્પામ, માલવેર, ગેરકાનૂની કન્ટેન્ટ અને દુરુપયોગના અન્ય રૂપો અમારી નીતિઓનું ઉલ્લંઘન કરતા જણાય, ત્યારે અમે તમારા એકાઉન્ટને બંધ કરી શકીએ છીએ અથવા અન્ય યોગ્ય કાર્યવાહી કરી શકીએ છીએ. અમુક પરિસ્થિતિઓમાં, અમે યોગ્ય અધિકારીઓને પણ ઉલ્લંઘનની જાણ કરી શકીએ છીએ.

અમે એકત્રિત કરીએ છીએ તે માહિતીનું સંયોજન

અમે એકત્રિત કરીએ છીએ તે માહિતીને અમે કેવી રીતે સંયુક્ત કરીએ છે તેના કેટલાક ઉદાહરણોમાં આ શામેલ છે:

  • જ્યારે તમે તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કરેલ હોય અને Google પર શોધો, ત્યારે તમને Gmail અથવા Google કૅલેન્ડર જેવા અન્ય Google પ્રોડક્ટમાં તમે ધરાવતા હોય તે કન્ટેન્ટથી સંબંધિત માહિતીની સાથે સાથે સાર્વજનિક વેબના શોધ પરિણામો પણ દેખાઈ શકે છે. આમાં તમારી આગામી ફ્લાઇટ, રેસ્ટોરન્ટ અને હોટેલ આરક્ષણની સ્થિતિ અથવા તમારા ફોટા જેવી વસ્તુઓ શામેલ હોઈ શકે છે. વધુ જાણો
  • જો તમે Gmail દ્વારા કોઈની સાથે સંચાર કર્યો હોય અને તેમને Google દસ્તાવેજ અથવા Google કૅલેન્ડરમાં ઇવેન્ટમાં ઉમેરવા માગતા હોય, તો જ્યારે તમે તેમનું નામ લખવાનું શરૂ કરો છો ત્યારે Google તેમના ઇમેઇલ ઍડ્રેસને આપમેળે પૂર્ણ કરીને આવું કરવાનું સરળ બનાવે છે. આ સુવિધા તમે જાણતા હોય તે લોકો સાથે વસ્તુઓ શેર કરવાનું સરળ બનાવે છે. વધુ જાણો
  • તમારી સેટિંગના આધારે, તમને મનગમતું કન્ટેન્ટ બતાવવા માટે Google ઍપ તમે અન્ય Google પ્રોડક્ટમાં સ્ટોર કરેલ હોય તે ડેટાનો ઉપયોગ કરી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે તમારી વેબ અને ઍપ પ્રવૃત્તિમાં શોધને સ્ટોર કરેલ હોય, તો Google ઍપ ત્કમારી પ્રવૃત્તિના આધારે તમને ખેલ-કૂદનો સ્કોર જેવી તમારી રુચિઓ વિશેના સમાચાર લેખ અને અન્ય માહિતી બતાવી શકે છે. વધુ જાણો
  • જો તમે તમારા Google એકાઉન્ટને તમારા Google હોમથી લિંક કરો છો, તો તમે તમારી માહિતીને મેનેજ કરી શકો છો અને Google આસિસ્ટંટ મારફતે વસ્તુઓને પૂર્ણ થયેલ મેળવી શકો છો. ઉદાહરણ તરીકે, તમે તમારા Google કૅલેન્ડરમાં ઇવેન્ટ મેળવી શકો છો અથવા દિવસ માટેનું તમારું શેડ્યૂલ મેળવી શકો છો, તમારી આગામી ફ્લાઇટ વિશે સ્ટેટસ અપડેટ પૂછી શકો છો અથવા તમારા ફોન પર ડ્રાઇવિંગ દિશા-નિર્દેશો જેવી માહિતી મોકલી શકો છો. વધુ જાણો

અન્ય સાઇટ અને ઍપ પરની તમારી પ્રવૃત્તિ

આ પ્રવૃત્તિ, કદાચ Google સેવાઓના તમારા ઉપયોગ, જેમ કે Chrome સાથે તમારા એકાઉન્ટને સિંક કરવાથી, અથવા તો જેની Google સાથે ભાગીદારી હોય તેવી સાઇટ અને ઍપની તમારી મુલાકાતોથી આવી શકે છે. ઘણી વેબસાઇટ અને ઍપ તેમનું કન્ટેન્ટ અને સેવાઓને બહેતર બનાવવા માટે Google સાથે ભાગીદારી કરે છે. ઉદાહરણ તરીકે, કોઈ વેબસાઇટ, અમારી જાહેરાત સેવાઓ (જેમ કે AdSense) અથવા વિશ્લેષણ સાધનો (Google Analytics)નો ઉપયોગ કરી શકે છે અથવા તે અન્ય કન્ટેન્ટ (જેમ કે YouTubeના વીડિઓ) શામેલ કરી શકે છે. આ સેવાઓ Google સાથે તમારી પ્રવૃત્તિ વિશેની માહિતી શેર કરી શકે છે અને તમારી એકાઉન્ટ સેટિંગ્સ અને ઉપયોગમાં હોય તે પ્રોડક્ટ (ઉદાહરણ તરીકે, જ્યારે કોઈ ભાગીદાર, અમારી જાહેરાત સેવાઓના જોડાણમાં Google Analyticsનો ઉપયોગ કરે છે)ના આધારે આ ડેટા તમારી વ્યક્તિગત માહિતી સાથે સંકળાયેલ હોઈ શકે છે.

તમે અમારા ભાગીદારની સાઇટ્સ અથવા ઍપ્લિકેશન્સનો ઉપયોગ કરો, ત્યારે Google ડેટાનો ઉપયોગ કેવી રીતે કરે છે તે વિશે વધુ જાણો.

Google સાથે ભાગીદાર

જાહેરાતો બતાવવા માટે Google સાથે ભાગીદારી કરનાર 2 મિલિયન કરતાં વધુ નૉન-Google વેબસાઇટ અને ઍપ છે. વધુ જાણો

વિશેષ Google સેવાઓ

ઉદાહરણ તરીકે, તમે Bloggerમાંથી તમારો બ્લૉગ અથવા Google Sitesમાંથી તમારી પોતાની Google Siteને ડિલીટ કરી શકો છો. તમે Play Storeમાં ઍપ, ગેમ અને અન્ય કન્ટેન્ટ પર મૂકેલા હોય તે રિવ્યૂને પણ ડિલીટ કરી શકો છો.

યોગ્ય રીતે કાર્ય કરવા માટે કુકી પર વિશ્વાસ

ઉદાહરણ તરીકે, અમે ‘lbcs’ તરીકે ઓળખાતી એક કુકીનો ઉપયોગ કરીએ છીએ જે તમારા માટે એક બ્રાઉઝરમાં ઘણાં Google દસ્તાવેજ ખોલવાનું શક્ય બનાવે છે. આ કુકીને બ્લૉક કરવાથી Google દસ્તાવેજોને અપેક્ષા મુજબ કાર્ય કરવાથી અટકાવવામાં આવશે. વધુ જાણો

અન્ય ટેકનોલોજી અને સંચાર કંપનીઓની જેમ, Googleને નિયમિતપણે વિશ્વભરની સરકારો અને અદાલતો તરફથી વપરાશકર્તા ડેટા જાહેર કરવાની વિનંતીઓ પ્રાપ્ત થાય છે. ગોપનીયતાના આદર અને Google સાથે તમે સંગ્રહિત કરો છો તે ડેટાની સુરક્ષા આ કાનૂની વિનંતીઓના પાલન પ્રત્યેના અમારા અભિગમને મજબૂત બનાવે છે. અમારી કાનૂની ટીમ, પ્રકાર પર ધ્યાન આપ્યાં વિના દરેક વિનંતીનું રિવ્યૂ કરે છે અને જ્યારે વિનંતી વધારે પડતી વિસ્તીર્ણ હોય અથવા યોગ્ય પ્રક્રિયાને ફૉલો કરતી ન હોય ત્યારે અમે વારંવાર પાછી મોકલીએ છીએ. અમારી પારદર્શિતા રિપોર્ટમાં વધુ જાણો.

જ્યારે ઘણા લોકો કોઈ વસ્તુ શોધવાનું શરૂ કરે છે, ત્યારે તે સમયે તે ચોક્કસ ચર્ચિત મુદ્દાઓ વિશે ઉપયોગી માહિતી પ્રદાન કરી શકે છે. Google Trends, અમુક ચોક્કસ સમયે કેટલી શોધ કરવામાં આવી હતી તે શોધી કાઢવા માટે Google વેબ પર શોધનો નમૂનો આપે છે અને તે પરિણામોને સાર્વજનિક રીતે સમેકિત શબ્દોમાં શેર કરે છે. વધુ જાણો

વિશેષ ભાગીદારો

ઉદાહરણ તરીકે, અમે YouTube નિર્માતાઓને અને જાહેરાતકર્તાઓને કુકી અથવા તેના જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમના YouTube વીડિઓ અને જાહેરાતો વિશે જાણવા માટે માપ કંપનીઓ સાથે કાર્ય કરવાની મંજૂરી આપીએ છીએ. બીજું ઉદાહરણ છે અમારા ખરીદી પેજ પરનાં વેપારીઓ, જેઓ તેમની પ્રોડક્ટ સૂચિઓ કેટલા અલગ-અલગ લોકો જુએ છે તે સમજવા માટે કુકીનો ઉપયોગ કરે છે. આ ભાગીદારો વિશે અને તેઓ તમારી માહિતીનો ઉપયોગ કેવી રીતે કરે છે તે વિશે વધુ જાણો.

વિશ્વભરના સર્વર

ઉદાહરણ તરીકે, અમારા પ્રોડક્ટને વપરાશકર્તાઓ માટે નિરંતર રીતે ઉપલબ્ધ રાખવામાં સહાય માટે અમે વિશ્વભરમાં સ્થિત ડેટા કેન્દ્રોને સંચાલિત કરીએ છીએ.

તૃતીય પક્ષો

ઉદાહરણ તરીકે, અમે અધિકારો ધારકોના કન્ટેન્ટનો અમારી સેવાઓ પર કેવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો તે વિશે તેમને ઉપયોગના આંકડાની જાણ કરવા માટે તમારી માહિતીની પ્રક્રિયા કરીએ છીએ. જો લોકો તમારું નામ શોધે તો પણ અમે તમારી માહિતીની પ્રક્રિયા કરી શકીએ છીએ અને તમારા વિશે સાર્વજનિક રૂપે ઉપલબ્ધ માહિતી ધરાવતી હોય એવી સાઇટ માટે શોધ પરિણામો પ્રદર્શિત કરી શકીએ છીએ.

યોગ્ય સંરક્ષણો

ઉદાહરણ તરીકે, અમે ડેટાને અનામિત અથવા એન્ક્રિપ્ટ કરી શકીએ છીએ કે જેથી તે તમારા વિશેની અન્ય માહિતીથી લિંક ન થાય તેની ખાતરી શકીએ. વધુ જાણો

ખાતરી અને સુધારો

ઉદાહરણ તરીકે, અમારી જાહેરાતોનું કાર્યપ્રદર્શન બહેતર બનાવવા માટે લોકો જાહેરાત સાથે કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે તેનું વિશ્લેષણ કરીએ છીએ.

અમારી સેવાઓને કસ્ટમાઇઝ કરવી

ઉદાહરણ તરીકે, અમે તમારા દેશની વિશેષ ઇવેન્ટની ઉજવણી કરવા માટે શોધ હોમપેજ પર Google ડૂડલ પ્રદર્શિત કરી શકીએ છીએ.

આનુષંગિકો

આનુષંગિક એક એકમ છે જે Google કંપનીઓના ગ્રૂપ સાથે સંબંધિત છે, જેમાં યુરોપિયન સંઘમાં ગ્રાહક સેવાઓ પૂરી પાડનાર નીચે જણાવેલ કંપનીઓ શામેલ છે: Google Ireland Limited, Google Commerce Ltd, Google Payment Corp, અને Google Dialer Inc. યુરોપિયન સંઘમાં વ્યવસાયિક સેવાઓ પૂરી પાડતી કંપનીઓ વિશે વધુ જાણો.

ઍલ્ગોરિધમ

સમસ્યા-ઉકેલવાની કામગીરી કરવામાં કમ્પ્યુટર દ્વારા અનુસરવામાં આવતી પ્રક્રિયા અથવા નિયમોનો સેટ.

એપ્લિકેશન ડેટા કેશ

એપ્લિકેશન ડેટા કેશ એ ઉપકરણ પરનો ડેટા ભંડાર છે. તે, ઉદાહરણ તરીકે, ઇન્ટરનેટ કનેક્શન વિના કોઈ વેબ એપ્લિકેશનને શરૂ કરવામાં સક્ષમ કરી શકે છે અને સામગ્રીને લોડ કરવાનું ઝડપી બનાવીને એપ્લિકેશનના પ્રદર્શનને બહેતર બનાવી શકે છે.

બ્રાઉઝર વેબ સંગ્રહ

બ્રાઉઝર વેબ સ્ટોરેજ, વેબસાઇટને ઉપકરણ પરના બ્રાઉઝરમાં ડેટાને સ્ટોર કરાવાનું ચાલુ કરે છે. જ્યારે "સ્થાનિક સ્ટોરેજ" મોડમાં વપરાય છે, ત્યારે તે ડેટાને સમગ્ર સત્રમાં સ્ટોર કરવાનું ચાલુ કરે છે. આ ડેટાને બ્રાઉઝર બંધ કરી દેવાયા પછી અને ફરીથી ખોલી દેવાયા પછી પણ પુનઃપ્રાપ્ત કરવા યોગ્ય બનાવે છે. એક ટેકનિક જે વેબ સ્ટોરેજ સરળ બનાવે છે તે છે HTML 5.

કૂકીઝ અને સમાન તકનીકો

કુકી એ એક નાની ફાઇલ છે જેમાં અક્ષરોની એક સ્ટ્રિંગ હોય છે, જે તમે વેબસાઇટની મુલાકાત લો ત્યારે તમારા કમ્પ્યુટરને મોકલવામાં આવે છે. જ્યારે તમે ફરી સાઇટની મુલાકાત લો છો, ત્યારે કુકી તે સાઇટને તમારા બ્રાઉઝરને ઓળખવાની મંજૂરી આપે છે. કુકી વપરાશકર્તાની પસંદગીઓ અને અન્ય માહિતીને સ્ટોર કરી શકે છે. તમે તમારા બ્રાઉઝરને તમામ કુકી નકારવા માટે અથવા કોઈ કુકી ક્યારે મોકલવામાં આવે તે સૂચવવા માટે ગોઠવી શકો છો. જોકે, અમુક વેબસાઇટ સુવિધાઓ અથવા સેવાઓ કુકી વગર યોગ્ય રીતે કાર્ય કરી શકશે નહીં. જ્યારે તમે અમારા ભાગીદારોની સાઇટ અથવા ઍપનો ઉપયોગ કરો છો, ત્યારે Google, કુકીનો ઉપયોગ કેવી રીતે કરે છે અને Google, કુકી સહિત ડેટાનો ઉપયોગ કેવી રીતે કરે છે તેના વિશે વધુ જાણો.

ઉપકરણ

ઉપકરણ એક કમ્પ્યુટર છે જેનો ઉપયોગ Google સેવાઓને ઍક્સેસ કરવા માટે થઈ શકે છે. ઉદાહરણ તરીકે, ડેસ્કટૉપ કમ્પ્યુટર, ટૅબ્લેટ, સ્માર્ટ સ્પીકર અને સ્માર્ટફોન બધાને ઉપકરણો ગણવામાં આવે છે.

બિન-વ્યક્તિગત રૂપે ઓળખી શકાય તેવી માહિતી

આ તે માહિતી છે જે વપરાશકર્તા વિશે રેકોર્ડ કરેલી છે, જેથી તે વ્યક્તિગત રૂપે ઓળખવાયોગ્ય વપરાશકર્તાને હવેથી પ્રતિબિંબિત કે સંદર્ભિત ન કરે.

IP સરનામું

ઇંટરનેટથી કનેક્ટ થયેલા દરેક ઉપકરણને એક નંબર અસાઇન કરવામાં આવે છે જે ઇંટરનેટ પ્રોટોકોલ (IP) સરનામું કહેવાય છે. આ નંબરો સામાન્ય રીતે ભૌગોલિક ખંડોમાં અસાઇન હોય છે. IP સરનામું ઘણીવાર ઇંટરનેટથી કનેક્ટ થયેલું ઉપકરણ કયા સ્થાનથી છે તે ઓળખવા માટે ઉપયોગમાં લઈ શકાય છે.

પિક્સેલ ટૅગ

પિક્સેલ ટૅગ એવા પ્રકારની ટેકનોલોજી છે જે વેબસાઇટ પર અથવા ઇમેઇલના મુખ્ય ભાગની અંદર અમુક પ્રવૃત્તિ, જેમ કે વેબસાઇટના દૃશ્યો અથવા ઇમેઇલ ક્યારે ખોલવામાં આવે છે તે ટ્રૅક કરવાના હેતુથી મૂકવામાં આવે છે. પિક્સેલ ટૅગ ઘણીવાર કુકી સાથે સંયોજનમાં ઉપયોગમાં લેવાય છે.

વ્યક્તિગત માહિતી

આ તે માહિતી છે જે તમે અમને આપો છો જે તમને વ્યક્તિગત રૂપે ઓળખે છે, જેમ કે તમારું નામ, ઇમેઇલ ઍડ્રેસ અથવા બિલિંગ માહિતી, જે Google દ્વારા આવી માહિતીને વાજબી રૂપે લિંક થઈ શકે છે, જેમ કે અમે તમારા Google એકાઉન્ટ સાથે સાંકળીએ છીએ તે માહિતી.

સંવેદનશીલ વ્યક્તિગત માહિતી

આ વ્યક્તિગત માહિતીની એક વિશેષ કૅટેગરી છે જે ગોપનીય તબીબી હકીકતો, જાતિ અથવા નૈતિક ઑરિજિન, રાજકીય અથવા ધાર્મિક માન્યતાઓ અથવા જાતિયતા જેવા વિષયોથી સંબંધિત છે.

સર્વર લૉગ્સ

મોટા ભાગની વેબસાઇટની જેમ, અમારું સર્વર જ્યારે તમે અમારી સાઇટ્સની મુલાકાત લો છો ત્યારે કરેલ પૃષ્ઠ વિનંતીઓને આપમેળે રેકોર્ડ કરે છે. આ “સર્વર લૉગ્સ”માં સામાન્ય રીતે તમારી વેબ વિનંતી, ઇંટરનેટ પ્રોટોકોલ સરનામું, બ્રાઉઝર પ્રકાર, બ્રાઉઝર ભાષા, તમે વિનંતી કર્યાની તારીખ અને સમય અને તમારા બ્રાઉઝરને અનન્ય રીતે ઓળખતી એક અથવા વધુ કૂકીઝનો સમાવેશ થાય છે.

“કાર” માટે શોધની સામાન્ય લૉગ એન્ટ્રી આવી દેખાય છે:

123.45.67.89 - 25/Mar/2003 10:15:32 -
http://www.google.com/search?q=cars -
Firefox 1.0.7; Windows NT 5.1 -
740674ce2123e969
  • 123.45.67.89 એ વપરાશકર્તાનાં ISP દ્વારા વપરાશકર્તાને સોંપવામાં આવેલું ઇન્ટરનેટ પ્રોટોકૉલ ઍડ્રેસ છે. વપરાશકર્તાની સેવાને આધારે, વપરાશકર્તા ઇન્ટરનેટથી કનેક્ટ થાય તે દર વખતે તેમના સેવા પ્રદાતા દ્વારા તેમને એક ભિન્ન ઍડ્રેસ સોંપવામાં આવી શકે છે.
  • 25/Mar/2003 10:15:32 ક્વેરીની તારીખ અને સમય છે.
  • http://www.google.com/search?q=cars શોધ ક્વેરી સહિત, આ વિનંતી કરેલ URL છે.
  • Firefox 1.0.7; Windows NT 5.1 ઉપયોગ થઈ રહેલાં બ્રાઉઝર અને ઑપરેટિંગ સિસ્ટમ છે.
  • 740674ce2123a969 આ ચોક્કસ કમ્પ્યુટર પ્રથમ વખત Googleની મુલાકાત લીધી ત્યારે તેને સોંપવામાં આવેલ વિશેષ કુકી ID છે. (કુકી વપરાશકર્તાઓ દ્વારા ડિલીટ કરી શકાય છે. જો વપરાશકર્તાએ છેલ્લીવાર તેમણે Googleની મુલાકાત લીધી ત્યારે કમ્પ્યુટર પરથી કુકી ડિલીટ કરી હશે, તો તેમને આગલી વખત તે ચોક્કસ ઉપકરણ પરથી Googleની મુલાકાત લે ત્યારે એક વિશેષ કુકી ID સોંપવામાં આવશે).

વિશેષ ઓળખકર્તાઓ

એક વિશેષ ઓળખકર્તા અક્ષરોની સ્ટ્રિંગ છે જેનો ઉપયોગ બ્રાઉઝર, ઍપ અથવા ઉપકરણને વિશેષ રૂપે ઓળખવા માટે ઉપયોગ કરી શકાય છે. વિભિન્ન ઉપકરણ ઓળખકર્તાઓ તે કેટલા સ્થાયી છે, તે વપરાશકર્તાઓ દ્વારા રીસેટ કરી શકાય છે કે કેમ અને તે કેવી રીતે ઍક્સેસ કરી શકાય છે તેના આધારે ભિન્ન હોઈ શકે છે.

વિશેષ ઓળખકર્તાઓનો ઉપયોગ સુરક્ષા અને કપટ તપાસ, તમારા ઇમેઇલ ઇનબૉક્સ જેવી સેવાઓને સિંક કરવા, તમારી પસંદગીને યાદ રાખવા અને વ્યક્તિગત જાહેરાત પ્રદાન કરવી તે સહિતના વિવિધ હેતુઓ માટે થઈ શકે છે. ઉદાહરણ તરીકે, કુકીમાં સ્ટોર કરેલ વિશેષ ઓળખકર્તાઓ સાઇટને તમારા બ્રાઉઝરમાં તમારી પસંદગીની ભાષામાં કન્ટેન્ટને ડિસ્પ્લે કરવામાં સહાય કરે છે. તમે તમારા બ્રાઉઝરને તમામ કુકી નકારવા માટે અથવા કોઈ કુકી ક્યારે મોકલવામાં આવે તે સૂચવવા માટે ગોઠવી શકો છો. કુકીનો ઉપયોગ કરવાની Googleની રીત વિશે વધુ જાણો.

અન્ય પ્લૅટફૉર્મ પર બ્રાઉઝર ઉપરાંત, વિશિષ્ટ ઉપકરણ અથવા તે ઉપકરણ પર ઍપને ઓળખવા માટે વિશેષ ઓળખકર્તાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, વિશેષ ઓળખકર્તા જેમ કે જાહેરાત ID Android ઉપકરણો પર સંબંધિત જાહેરાત પ્રદાન કરવા માટે વપરાય છે અને તમારા ઉપકરણની સેટિંગમાં મેનેજ કરી શકાય છે. વિશેષ ઓળખકર્તાઓ ઉપકરણમાં તેના નિર્માતા દ્વારા શામેલ કરવામાં આવે છે (સાર્વત્રિક અજોડ ID અથવા UUID કહેવામાં આવે છે), જેમ કે મોબાઇલ ફોનનો IMEI-નંબર. ઉદાહરણ તરીકે, ઉપકરણના વિશેષ ઓળખકર્તાનો ઉપયોગ તમારા ઉપકરણની અમારી સેવાને કસ્ટમાઇઝ કરવા અથવા અમારી સેવાઓ સંબંધિત ઉપકરણ સમસ્યાઓનું વિશ્લેષણ કરવા માટે થઈ શકે છે.

Google ઍપ્લિકેશનો
મુખ્ય મેનૂ